You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનમાં અડધોઅડધ શહેરોમાં જમીન કેમ ધસી રહી છે?
- લેેખક, મૅટ મૅકગ્રાથ
- પદ, પર્યાવરણ સંવાદદાતા
સંશોધકોનું કહેવું છે કે ચીનનાં લગભગ અડધાંથી વધારે મુખ્ય શહેરોની જમીન ધસી રહી છે. સંશોધકોનું માનવું છે કે જમીનની નીચેથી પાણી ખેંચવા અને શહેરોના ઝડપી વિસ્તારથી તેના પર વધતા વજનને કારણે આવું થઈ રહ્યું છે.
કેટલાંક શહેરો ખૂબ જ ઝડપથી ધસી રહ્યાં છે અને છમાંથી એક શહેર લગભગ 10 મિમી પ્રતિ વર્ષની ઝડપે ધસી રહ્યું છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચીનમાં છેલ્લા દાયકાઓમાં ખૂબ જ ઝડપથી થઈ રહેલા શહેરીકરણને કારણે લોકોની જરૂરિયાતને પૂરી કરવા માટે કેટલાક વિસ્તારોમાંથી જમીનની નીચેથી વધારે પાણી ખેંચવામાં આવે છે.
દરિયાકાંઠે આવેલાં શહેરોનો ડૂબવાનો ખતરો વધારે છે, કારણ કે સમુદ્રની સપાટીનું સ્તર વધી રહ્યું છે.
ચીનના કયા વિસ્તારો ઝડપથી ધસી રહ્યા છે?
ચીનનો આ પ્રકારની સમસ્યાનો સામનો કરવાનો લાંબો ઇતિહાસ છે. શંધાઈ અને તિયાનજિન બન્ને શહેરો 1920ના દાયકામાં નીચે ધસી રહ્યાં હતાં તેનાં પ્રમાણો છે. શંધાઈ છેલ્લી એક સદીમાં ત્રણ મીટરથી વધારે નીચે ધસી ગયું છે.
દેશમાં છેલ્લા દાયકાઓમાં ઝડપથી વિસ્તાર પામી રહેલાં કેટલાંક શહેરોમાં મોટા પ્રમાણમાં ભૂસ્ખલન જોવા મળી રહ્યું છે.
આ સમસ્યા કેટલી વિશાળ છે એ સમજવા માટે ચીનના અનેક વિશ્વવિદ્યાલયોના સંશોધકોની ટીમે 20 લાખથી વધુ વસતી ધરાવતાં 82 શહેરોની તપાસ કરી.
ચીને સમગ્ર દેશમાં જમીનની વર્ટિકલ ગતિને માપવા માટે સેન્ટીનેલ-1 ઉપગ્રહોના ડેટાનો ઉપયોગ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંશોધકોની ટીમે 2015થી 2022ના સમયગાળા દરમિયાનનો ડેટા એકઠો કરીને જાણકારી મેળવી કે 45 ટકા શહેરી વિસ્તારો દર વર્ષે ત્રણ મિમીથી વધારે નીચે ધસી રહ્યા છે.
જ્યારે 16 ટકા જેટલા શહેરી વિસ્તારોની જમીન દર વર્ષે 10 મિમીથી પણ વધારે નીચે ધસી રહી છે. વૈજ્ઞાનિકો આ રીતે ધસી રહેલી જમીનને ઝડપ પ્રક્રિયા તરીકે વર્ણવે છે.
બીજા શબ્દોમાં કહીએ તો ચીનમાં 6.7 કરોડ (67 મિલિયન) લોકો એવા વિસ્તારોમાં રહી રહ્યા છે જે ઝડપથી ધસી રહ્યા છે.
જમીન ધસવા પાછળ ભૂસ્તરશાસ્ત્ર અને ઇમારતોના વજન સહિત અનેક પરિબળોને કારણે ઘટાડાનું પ્રમાણ ભૂસ્તરશાસ્ત્ર અને ઇમારતોના વજન સહિત અનેક પરિબળોથી પ્રભાવિત થાય છે. જોકે, લેખકોના મતે એક મુખ્ય તત્ત્વ ભૂગર્ભજળનું નુકસાન છે.
આનો અર્થ એ થાય છે કે સ્થાનિક વસ્તી દ્વારા ઉપયોગ માટે શહેરોની નીચે અથવા નજીકના પાણીનો
હ્યુસ્ટન, મેક્સિકો સિટી અને દિલ્હી સહિત વિશ્વભરના ઘણા મોટા શહેરી વિસ્તારોમાં આ સમસ્યા પહેલેથી જ જોવા મળી છે.
ચીનમાં સંશોધકોની ટીમે 1,600 થી વધુ કૂૂવાઓનું નિરીક્ષણ કરીને જમીનમાંથી ખેંચાતા પાણીને જમીનના ધસવા સાથે સાંકળવામાં સક્ષમ રહી હતી.
ઇસ્ટ ઍંગ્લિયા યુનિવર્સિટીના પ્રોફેસર રૉબર્ટ નિકોલસ સંશોધનમાં સામેલ ન હતા પરંતુ તેમણે જણાવ્યું, "મને લાગે છે જમીનમાંથી ખેંચાતું પાણી કદાચ પ્રબળ કારણ છે."
"ભૂસ્તરશાસ્ત્રીની નજરે જોઈએ તો ચીનમાં ઘણા લોકો એવા વિસ્તારોમાં રહે છે કે જેઓ એકદમ તાજેતરમાં જ કાંપથી ભરાયેલા છે. તેથી જ્યારે તમે ભૂગર્ભજળને બહાર કાઢો છો અથવા તમે જમીનને ડ્રેઇન કરો છો, ત્યારે તે નીચે આવવાનું વલણ ધરાવે છે."
શહેરી પરિવહન પ્રણાલી અને ખનિજો અને કોલસા માટે ખાણકામ પણ જમીનના ધસી જવાની પ્રક્રિયાને પ્રભાવિત કરતા અન્ય પરિબળોમાં સામેલ છે.
દેશના સૌથી મોટા કોલસા વિસ્તારો પૈકીના એક પિંગડિંગશાનના ઉત્તરીય પ્રદેશમાં જમીન દર વર્ષે અત્યંત ઝડપી 109 મિમીની ઝડપે નીચે ધસી રહી છે.
સંશોધકો કહે છે કે શહેરી વસ્તીનું પૂરના સંસર્ગમાં આવવું અને આબોહવા પરિવર્તનના કારણે દરિયાની સપાટીમાં ઘટાડો અને વધારો આગળ જતાં એક મોટો ખતરો બની શકે છે.
ચીનમાં લગભગ છ ટકા વિસ્તારની સાપેક્ષ ઊંચાઈ 2020માં સમુદ્ર સપાટીથી નીચે હતી. 100 વર્ષોમાં મધ્યથી ઉચ્ચ સ્તરના કાર્બન ઉત્સર્જનની સ્થિતિમાં આવી પરિસ્થિતિ દેશના 26 ટકા જેટલા વિસ્તારમાં ઊભી થઈ શકે છે.
સંશોધકો કહે છે કે સમુદ્રની સપાટી જે ગતિથી વધી રહી છે તેના કરતાં જમીન ઝડપથી ધસી રહી છે. આ કારણે એકસાથે લાખો લોકોપૂરના જોખમમાં મુકાશે.
જો કે, સંશોધન દર્શાવે છે કે ધીમે ધીમે ધસી રહેલી જમીનની સમસ્યા સામે કેટલીક અસરકાર વ્યૂહરચના છે.
ભૂતકાળમાં જાપાનના ઓસાકા અને ટોક્યો સહિત એશિયાનાં અન્ય મુખ્ય શહેરી કેન્દ્રોમાં પણ જમીન નીચે ધસવાની ઘટનાઓ બની હતી.
પ્રોફેસર નિકોલ્સે જણાવ્યું હતું કે, "20મી સદીમાં ટોક્યો શહેરની જમીન બંદર વિસ્તારની આસપાસ પાંચ મીટર સુધી નીચે ધસી ગઈ હતી."
"ટોક્યોએ 1970ના દાયકામાં અન્ય વિસ્તારોથી પાઇપ વડે પાણી ઉપલબ્ધ કરાવ્યું. આ ઉપરાંત એક કાયદો પણ બનાવ્યો કે લોકો કૂવાનાં પાણીનો ઉપયોગ નહીં કરે જેને લીધે ભૂસ્ખલનની ઘટનાઓ રોકાઈ ગઈ."
આ સંશોધન સાયન્સ જરનલમાં પ્રકાશિત થયું છે.