સેક્સકૅમ ઉદ્યોગ: 'અમે સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે અમારી મૉડલ તરીકે ભરતી કરાઈ હતી'

કીની, વેબકેમ મોડેલ, બીબીસી, ગુજરાતી, સેક્સકૅમ ઉદ્યોગ, વેબકૅમ મૉડલ, સેક્સકૅમ મૉડલ, જાતીય કૃત્ય, કોલંબિયા, ગુજરાતના સમાચાર

ઇમેજ સ્રોત, Jorge Calle / BBC

ઇમેજ કૅપ્શન, કીનીએ 17 વર્ષની ઉંમરમાં વેબકૅમ મૉડલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.
    • લેેખક, સોફિયા બેટ્ટિઝા
    • પદ, બીબીસી સંવાદદાતા

ઈસાબેલ એક બપોરે સ્કૂલમાંથી બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે કોઈએ તેમના હાથમાં એક પત્રિકા આપી હતી. તેમાં પૂછવામાં આવ્યું હતું : "શું તમે તમારી સુંદરતાથી પૈસા કમાવવા માંગો છો?"

ઈસાબેલ(નામ બદલ્યું છે)એ જણાવ્યાં પ્રમાણે, મૉડલ્સની શોધ કરતો એક સ્ટુડિયો કોલંબિયાની રાજધાની બોગોટામાંના તેમના વિસ્તારના કિશોરવયના વિદ્યાર્થીઓને નિશાન બનાવતો હોય એવું લાગતું હતું.

એ વખતે ઈસાબેલ 17 વર્ષનાં અને એક પુત્રની માતા હતાં. તેમને પૈસાની ખૂબ જ જરૂર હતી. તેથી વધુ જાણવાં માટે તેઓ ત્યાં ગયાં હતાં.

ઈસાબેલના કહેવા મુજબ, તેઓ ત્યાં પહોંચ્યાં અને જોયું તો તે એક સેક્સકૅમ સ્ટુડિયો હતો.

તેનું સંચાલન એક ખખડધજ મકાનમાં એક દંપતી કરતું હતું. તેમાં બેડરૂમની જેમ શણગારેલા આઠ ઓરડાઓ હતા.

આ પ્રકારના સ્ટુડિયો નાનાથી માંડીને મોટા કદના, ઓછા બજેટથી માંડીને મોટા કામકાજ સુધીના હોય છે.

તેમાં લાઇટ, કમ્પ્યુટર, વેબકૅમ અને ઇન્ટરનેટ કનેક્શન સાથેના પર્સનલ રૂમ્સ હોય છે. તેમાં મૉડલ્સ જાતીય કૃત્યો કરે છે, જે વિશ્વભરના દર્શકો માટે સ્ટ્રીમ કરવામાં આવે છે. એ દર્શકો મૉનિટર્સ તરીકે ઓળખાતા વચેટિયાઓ મારફત તેમને મૅસેજ કરે છે અને વિનંતી મોકલે છે.

'તેમણે મને સ્કૂલમાંથી જ લાઇવ કરવાનું કહ્યું'

કીની, વેબકેમ મોડેલ, બીબીસી, ગુજરાતી, સેક્સકૅમ ઉદ્યોગ, વેબકૅમ મૉડલ, સેક્સકૅમ મૉડલ, જાતીય કૃત્ય, કોલંબિયા, ગુજરાતના સમાચાર
ઇમેજ કૅપ્શન, કોલંબિયાના બોગાટામાં ઘણા લોકોએ રેલી કાઢી હતી અને વેબકૅમ મૉડલોના અધિકારો માટેની માગ કરી હતી.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કોલંબિયાના સ્ટુડિયોમાં 18 વર્ષથી ઓછી વયના વેબકૅમ મૉડલ્સને નોકરી પર રાખવા ગેરકાયદે છે, પરંતુ ઈસાબેલે બીજા દિવસથી જ કામ શરૂ કર્યું હતું.

ઈસાબેલે બીબીસીને જણાવ્યું હતું કે તેમને કેટલો પગાર મળશે અથવા તેમના અધિકારો શું છે એ બાબતે કોઈ લેખિત કરાર નથી.

તેમણે કહ્યું, "આ રહ્યો કૅમેરા. લેટ્સ ગો, એવું કહીને તેમણે મને કશું શીખવ્યા વિના સ્ટ્રીમિંગ કરાવ્યું હતું."

ઈસાબેલે ઉમેર્યું હતું કે સ્ટુડિયોએ તેમને સ્કૂલમાંથી જ લાઇવસ્ટ્રીમ કરવાનું સૂચન પણ કર્યું હતું. તેથી તેઓ આજુબાજુમાં સહપાઠીઓ સાથે અંગ્રેજીનો અભ્યાસ કરતાં હતાં ત્યારે ચૂપચાપ પોતાનો ફોન બહાર કાઢ્યો હતો અને તેને ડૅસ્ક પર મૂકીને પોતાનું ફિલ્મિંગ શરૂ કર્યું હતું.

દર્શકો ચોક્કસ પ્રકારનાં જાતીય કૃત્યોની વિનંતી કેવી રીતે કરતા હતા તેનું વર્ણન કરતાં ઈસાબેલે જણાવ્યું હતું કે એવી વિનંતીને કારણે તેમણે શિક્ષક પાસેથી ટૉઇલેટ જવાની પરવાનગી માંગી હતી અને એક ક્યુબિકલમાં ખુદને બંધ કરીને દર્શકો જે ઇચ્છતા હતા તે કર્યું હતું.

ઈસાબેલના શિક્ષકને ખબર ન હતી કે શું ચાલી રહ્યું છે. ઈસાબેલ કહે છે, "મેં અન્ય વર્ગોમાંથી સ્ટ્રીમિંગ શરૂ કર્યું હતું. હું એ કામ મારાં સંતાન માટે કરતી હતી. તેનાથી મને શક્તિ મળી હતી."

4 લાખ મૉડલ્સ, 12 હજાર સ્ટુડિયો

કીની, વેબકેમ મોડેલ, બીબીસી, ગુજરાતી, સેક્સકૅમ ઉદ્યોગ, વેબકૅમ મૉડલ, સેક્સકૅમ મૉડલ, જાતીય કૃત્ય, કોલંબિયા, ગુજરાતના સમાચાર
ઇમેજ કૅપ્શન, વૈશ્વિક સેક્સકૅમ ઉદ્યોગ તેજીમાં ધમધમી રહ્યો છે.

વૈશ્વિક સેક્સકૅમ ઉદ્યોગ તેજીમાં ધમધમી રહ્યો છે.

ઍનાલિટિક્સ ફર્મ સેમરૂશના જણાવ્યા મુજબ, વૈશ્વિક સ્તરે વેબકૅમ પ્લૅટફૉર્મનાં માસિક વ્યૂઝની સંખ્યા 2017થી ત્રણ ગણી વધીને લગભગ 1.3 અબજની થઈ ગઈ છે.

દેશનાં એડલ્ટ વેબકૅમ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ફેનલવેબના જણાવ્યાં અનુસાર, કોલંબિયામાં કોઈ પણ દેશ કરતાં વધુ, ચાર લાખ મૉડલ્સ હોવાનો અને 12,000 વેબકૅમ સ્ટુડિયો હોવાનો અંદાજ છે.

આ સ્ટુડિયો પ્રદર્શનોનું ફિલ્માંકન કરે છે અને એ સામગ્રી વૈશ્વિક વેબકૅમ પ્લૅટફૉર્મ પર ફીડ કરે છે, જે વિશ્વભરમાં પૈસા ચૂકવતા લાખો દર્શકો માટે તેનું પ્રસારણ કરે છે.

દર્શકો મૉડલ્સને વિનંતી કરે છે, ટિપ્સ આપે છે અને તેમને ગિફ્ટ્સ આપે છે.

આવા સ્ટુડિયોમાં કામ કરતી ઘણી મૉડલ્સ આવું કરે છે, કારણ કે તેમની પાસે ગોપનિયતા, સાધનો કે ઘરમાં ઇન્ટરનેટ કનેક્શન હોતું નથી.

મોટાભાગની મૉડલ્સ ગરીબ અને યુવા હોય છે તેમજ તેમનાં માતા-પિતા સાથે રહેતી હોય છે.

આ ઉદ્યોગમાં કામ કરતાં મૉડલે બીબીસીને જણાવ્યું હતું કે કુલ વસ્તીનો ત્રીજો હિસ્સો ગરીબ છે તેવા આ દેશમાં સ્ટુડિયો આસાનીથી પૈસા કમાવવાના વચન સાથે લોકોને આકર્ષવાના પ્રયાસ કરે છે.

સ્ટુડિયોના માલિક કે ગુલામોના માલિક?

કીની, વેબકેમ મોડેલ, બીબીસી, ગુજરાતી, સેક્સકૅમ ઉદ્યોગ, વેબકૅમ મૉડલ, સેક્સકૅમ મૉડલ, જાતીય કૃત્ય, કોલંબિયા, ગુજરાતના સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

મૉડલોના જણાવ્યાં મુજબ, કેટલાક સ્ટુડિયોઝનું સંચાલન સારી રીતે કરવામાં આવે છે. તેઓ મૉડલોને ટૅકનિકલ અને અન્ય સહાય પૂરી પાડે છે, પરંતુ આ ઉદ્યોગમાં અનૈતિક સંચાલકો દ્વારા વ્યાપક દુર્વ્યવહાર પણ કરવામાં આવે છે.

કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ સ્ટુડિયો માલિકોને એવા "ગુલામોના માલિક" ગણાવ્યા છે, જેઓ ઈસાબેલ જેવી મહિલાઓ અને છોકરીઓને એમ કહીને છેતરે છે કે તેઓ સુંદરતા વડે વધારે કમાણી કરી શકે છે.

આવી સામગ્રી સ્ટ્રીમ કરતા ચાર સૌથી મોટા વેબકૅમ પ્લૅટફૉર્સ બોંગાકેમ્સ, ચેટરબેટ, લાઇવજેસ્મિન અને સ્ટ્રીપચૅટ યુરોપ અને અમેરિકામાં સ્થિત છે.

મૉડલ 18 વર્ષના કે તેથી વધુ વયના હોય તેની ખાતરી આ પ્લૅટફૉર્સ કરે છે. 18 વર્ષથી ઓછી વયની કોઈ પણ વ્યક્તિની જાતીય સંડોવણી હોય તેવી તમામ સામગ્રીના વિતરણ પર યુરોપિયન યુનિયન અને અમેરિકામાં પ્રતિબંધ છે.

'મૉડલોનાં નકલી એકાઉન્ટ્સ બનાવવામાં આવે છે'

કીની, વેબકેમ મોડેલ, બીબીસી, ગુજરાતી, સેક્સકૅમ ઉદ્યોગ, વેબકૅમ મૉડલ, સેક્સકૅમ મૉડલ, જાતીય કૃત્ય, કોલંબિયા, ગુજરાતના સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જોકે, મૉડલોએ બીબીસીને જણાવ્યું હતું કે સ્ટુડિયો સગીર વયની કોઈ છોકરીને કામે રાખવા ઇચ્છતો હોય તો આ નિયમને આસાનીથી અવગણી શકાય છે.

તેમના કહેવા મુજબ, આવું કરવા માટે, હવે પર્ફોર્મ ન કરતી મૉડલોના જૂનાં એકાઉન્ટ્સને "રિસાઇકલ" કરવામાં આવે છે અને એ સગીર વયની છોકરીઓને આપવામાં આવે છે.

ઈસાબેલે જણાવ્યું હતું કે તેઓ 17 વર્ષનાં હતાં ત્યારે આ રીતે જ ટૅટરબોટ અને સ્ટ્રીપચૅટ એમ બન્ને પર દેખાયાં હતાં.

હવે 18 વર્ષનાં ઈસાબેલ કહે છે, "હું સગીર છું તેમાં કોઈ વાંધો નથી, એવું સ્ટુડિયોની માલકણે કહ્યું હતું. તેઓ બીજી મહિલાઓનાં એકાઉન્ટ્સનો ઉપયોગ કરતાં હતાં અને મેં તે ઓળખ હેઠળ કામ કરવાનું શરૂ કર્યું હતું."

કેટલીક અન્ય મૉડલોએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેમને સ્ટુડિયો દ્વારા નકલી આઈડી આપવામાં આવ્યાં હતાં. કીની નામની એક મૉડલે જણાવ્યું હતું કે તેઓ 17 વર્ષનાં હતાં ત્યારે બોંગાકૅમ્સ પર દેખાયાં હતાં.

કોલંબિયામાં બોંગાકૅમ્સનાં પ્રતિનિધિ મિલી અચિન્ટેએ બીબીસીને જણાવ્યું હતું કે "તેઓ 18 વર્ષથી ઓછી વયનાં બાળકોને પર્ફોર્મ કરવાની મંજૂરી આપતા નથી અને આ નિયમનું ઉલ્લંઘન કરતાં એકાઉન્ટ્સ બંધ કરી દે છે."

તેમણે ઉમેર્યું હતું કે "અમારું પ્લૅટફૉર્મ કોલંબિયા સરકારની વેબસાઇટ પર આઈડી તપાસે છે અને કોઈ મોડેલ અમારો સંપર્ક કરે અને તે સ્ટુડિયો છોડી ગઈ છે એવી ખબર અમને પડે તો અમે તેમને તેમનો પાસવર્ડ આપીએ છીએ, જેથી તેઓ તેમનું એકાઉન્ટ બંધ કરી શકે."

ચાર્ટરબેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે નકલી આઈડીનો ઉપયોગ "સ્પષ્ટપણે" બંધ કરી દીધો છે અને મૉડલો માટે સરકાર દ્વારા ઇસ્યૂ કરાયેલા ફોટો આઈડી પાસે ઊભા રહીને પોતાની લાઇવ ઇમેજિસ સબમિટ કરવી ફરજિયાત છે.

તે લાઇવ ઇમેજિસની તપાસ ડિજિટલી અને મૅન્યુઅલી કરવામાં આવે છે.

અમારી પાસે "પ્રત્યેક દસથી ઓછા બ્રોડકાસ્ટર્સ માટે સરેરાશ એક સમીક્ષક છે."

એકાઉન્ટ્સ રિસાઇકલ કરવાનો કોઈપણ પ્રયાસ સફળ થતો નથી, કારણ કે "દરેક બ્રોડકાસ્ટની સતત સમીક્ષા અને તપાસ કરવાની સાથે વય સંબંધી ચકાસણી પ્રક્રિયા પણ ચાલુ રહે છે."

સ્ટ્રીપચૅટે પણ એક નિવેદન મોકલીને જણાવ્યું હતું કે તેઓ "સગીર વયની મૉડલોને કામ આપતા જ નથી અને પર્ફોર્મર્સે વય સંબંધી સંપૂર્ણ ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે."

સ્ટ્રીપચૅટે ઉમેર્યું હતું કે તેની ઇન-હાઉસ મૉડરેશન ટીમ "મૉડલોની ઓળખ માન્ય કરવા" માટે થર્ડ-પાર્ટી વેરિફિકેશન સર્વિસિસનો ઉપયોગ કરે છે.

સ્ટ્રીપચૅટે એમ પણ જણાવ્યું હતું કે તેનાં પ્લૅટફૉર્મ્સ પર રિસાઇકલ્ડ એકાઉન્ટનો ઉપયોગ કરી શકાતો નથી અને તેના નિયમોમાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફાર મુજબ એકાઉન્ટધારકે દરેક સ્ટ્રીમ પર હાજર હોવું જરૂરી છે.

તેમના જણાવ્યા પ્રમાણે, "તેથી કોઈ મૉડલ સ્વતંત્ર રીતે નવા એકાઉન્ટ સાથે કામ શરૂ કરે તો તેની સાથે જોડાયેલું મૂળ એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જાય છે અને સ્ટુડિયો તેનો ઉપયોગ કરી શકતો નથી."

આ બાબતે ટિપ્પણી કરવાની બીબીસીની વિનંતીનો લાઇવજાસ્મીને પ્રતિભાવ આપ્યો ન હતો.

'દર્શકોને જુવાન છોકરીઓ વધું ગમે છે'

કોલંબિયા, બીબીસી, ગુજરાતી કીની, વેબકેમ મોડેલ, બીબીસી, ગુજરાતી, સેક્સકૅમ ઉદ્યોગ, વેબકૅમ મૉડલ, સેક્સકૅમ મૉડલ, જાતીય કૃત્ય, કોલંબિયા, ગુજરાતના સમાચાર
ઇમેજ કૅપ્શન, કોલંબિયામાં બોંગાકૅમ્સનાં પ્રતિનિધિ મિલી અચિન્ટે કહે છે કે તેઓ કામ કરવાની પરિસ્થિતિઓ તપાસવા માટે સ્ટુડિયોની મુલાકાત લે છે.

કેની હવે 20 વર્ષનાં છે અને મેડેલિન ખાતેના તેમના ઘરના બેડરૂમમાંથી કામ કરે છે. તેનું સ્ટ્રીમિંગ બીજા સ્ટુડિયો દ્વારા કરવામાં આવે છે અને એ સ્ટુડિયો મોટા આંતરરાષ્ટ્રીય પ્લૅટફૉર્મ્સ સુધી પહોંચવાની સુવિધા આપે છે.

એ રૂમમાં સંખ્યાબંધ રિંગ લાઇટ્સ, એક કૅમેરા અને મોટાં સ્ક્રીન્સ જેવાં હાઈ-ટૅક ઉપકરણો હોય છે. એ ઉપરાંત એક ડઝન સ્ટફ્ડ પ્રાણીઓ, ગુલાબી યુનિકોર્ન અને ટેડી-બેયર્સ હોય છે. આ બધું ન હોય તો ઓરડો બાળકોના રૂમ જેવો લાગે.

કેની કહે છે, "તમે યુવાન દેખાતા હો તો દર્શકો તમને ખરેખર પસંદ કરે છે."

"ક્યારેક મને લાગે છે કે તે સમસ્યારૂપ છે. કેટલાક ગ્રાહકો કહે છે કે તમે જાણે કે બાળક હો તેવી રીતે વર્તન કરો છો અને એ ઠીક નથી."

કેનીના કહેવા મુજબ, તેમનાં માતા-પિતાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું પછી પરિવારને આર્થિક મદદ કરવા માટે તેઓ આ વ્યવસાયમાં પ્રવેશ્યાં હતાં.

કેનીના પિતા જાણે છે કે દીકરી શું કરી રહી છે અને કેની જણાવે છે કે પિતા તેને ટેકો આપે છે.

ભૂતકાળ પર નજર કરતાં કેનીને લાગે છે કે તેમણે 17 વર્ષની વયે શરૂઆત કરી ત્યારે તેઓ ખૂબ નાનાં હતાં. તેમ છતાં તેઓ તેમના ભૂતપૂર્વ નોકરીદાતાની ટીકા કરતાં નથી.

તેના બદલે તેઓ એવું માને છે કે નોકરીદાતાઓએ તેમને એવી નોકરી આપી હતી, જેમાં તેઓ હવે દર મહિને લગભગ 2,000 ડૉલર કમાય છે, જે કોલંબિયામાં પ્રતિ માસ 300 ડૉલરના લઘુતમ વેતન કરતાં ઘણું વધારે છે.

તેઓ કહે છે, "આ કામ માટે આભાર. હું મારી મમ્મી, પપ્પા અને મારી બહેન, મારા આખા પરિવારને મદદ કરી રહી છું."

આ દૃષ્ટિકોણનું પ્રતિબિંબ સ્ટુડિયોમાં પણ જોવા મળે છે. એ પૈકીના કેટલાક સ્ટુડિયો તેમના પર્ફોર્મર્સની સંભાળ લે છે તેવું દેખાડવા ઉત્સુક હોય છે.

અમે સૌથી મોટા સ્ટુડિયો પૈકીના એક એજે સ્ટુડિયોની મુલાકાત લીધી હતી.

ત્યાં અમારો પરિચય એક ઇન-હાઉસ મનોવિજ્ઞાની સાથે કરાવવામાં આવ્યો હતો.

એ મનોવિજ્ઞાની મૉડલોનું માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. અમને એક સ્પા પણ દેખાડવામાં આવ્યો હતો.

તેમાં "ડિસ્કાઉન્ટ" સાથે પેડિક્યૉર, મસાજ, બોટોક્સ અને લિપ ફિલર કરી આપવામાં આવે છે. તે "મહિનાના શ્રેષ્ઠ કર્મચારી"ને ઇનામ તરીકે આપવામાં આવે છે. એ કર્મચારી મોટી કમાણી કરતી અથવા સાથી મૉડલોને સહયોગ આપતી વ્યક્તિ હોઈ શકે છે.

ટૉઇલેટ માટે વિરામ લો તો પણ દંડ

કીની, વેબકેમ મોડેલ, બીબીસી, ગુજરાતી, સેક્સકૅમ ઉદ્યોગ, વેબકૅમ મૉડલ, સેક્સકૅમ મૉડલ, જાતીય કૃત્ય, કોલંબિયા, ગુજરાતના સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

દેશના રાષ્ટ્રપતિએ નિર્દેશ કર્યો હતો તેમ દરેક પર્ફોર્મર સાથે સારો વ્યવહાર કરવામાં આવતો નથી અથવા દરેક પર્ફોર્મર સારી કમાણી કરતો નથી. નવા શ્રમ કાયદામાં નિયમો આકરા બનાવવામાં આવશે કે નહીં તેની રાહ આ ઉદ્યોગ જોઈ રહ્યો છે.

મૉડલો અને સ્ટુડિયોએ બીબીસીને જણાવ્યું હતું કે દર્શકો દ્વારા ચૂકવવામાં આવતી ફીમાંથી 50 ટકા સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ્સ લઈ લે છે, સ્ટુડિયો 20થી 30 ટકા લે છે અને બાકી જે વધે તે મૉડલોને મળે છે. તેનો અર્થ એ થયો કે કોઈ એક શૉમાં 100 ડૉલરની કમાણી થાય તો મૉડલોને સામાન્ય રીતે 20થી 30 ડૉલર મળે છે. અનૈતિક રીતે ચાલતા સ્ટુડિયોઝ ઘણીવાર વધારે પૈસા લઈ લેતા હોય છે, એવું તેમણે જણાવ્યું હતું.

મૉડલોનું કહેવું હતું કે તેમણે આઠ-આઠ કલાક સુધી કામ કર્યું હોય અને પાંચ ડૉલર જેટલી ઓછી કમાણી થઈ હોય એવું ઘણીવાર બને છે. પર્ફોર્મન્સ નિહાળવા દર્શકો જ ન હોય તો આવું થઈ શકે છે.

અન્ય લોકોએ જણાવ્યું હતું કે તેમના પર ઘણીવાર 18 કલાક સુધી વિરામ વિના, કશું ખાધા વિના સ્ટ્રીમિંગ માટે દબાણ કરવામાં આવે છે અને તેઓ ટૉઇલેટ જવા વિરામ લે તો દંડ વસૂલવામાં આવે છે.

આ વાતને હ્યુમન રાઇટ્સ વૉચ નામના કેમ્પેઇન ગ્રૂપના ડિસેમ્બર 2024માં પ્રકાશિત અહેવાલમાં સમર્થન આપવામાં આવ્યું છે.

તેના લેખક એરિન કિલબ્રાઇડે આ સ્ટોરી સંદર્ભે બીબીસી માટે વધારાનું રિસર્ચ કર્યું હતું.

તેમને જાણવા મળ્યું હતું કે કેટલાક લોકોનું ફિલ્માંકન જીવજંતુ તથા વંદાથી ભરેલા ગંદા, સાંકડા, ક્યુબિકલ્સમાં કરવામાં આવી રહ્યું હતું. તેમના પર પીડાદાયક અને અપમાનજનક જાતીય કૃત્યો કરવા દબાણ કરવામાં આવી રહ્યું હતું.

મેડલિનમાં રહેતાં બે સંતાનોનાં માતા સોફી એક નાઇટક્લબમાં વેઇટ્રેસ હતાં, પરંતુ ગ્રાહકો દ્વારા કરવામાં આવતા અપમાનથી કંટાળીને તેઓ વેબકૅમ મૉડલિંગમાં પ્રવેશ્યાં હતાં.

26 વર્ષનાં સોફી જણાવે છે, તેઓ જે સ્ટુડિયોમાં કામ કરતાં હતાં ત્યાં તેમના પર પીડાદાયક અને અપમાનજનક જાતીય કૃત્યો કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું. એ કૃત્યોમાં ત્રણ અન્ય છોકરીઓ સાથે પર્ફોર્મ કરવાનો પણ સમાવેશ થતો હતો.

તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકો આવી વિનંતી કરતા હતા અને સ્ટુડિયો મૉનિટર્સ એટલે કે મૉડલ તથા દર્શકો વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરવા માટે નિયુક્ત કર્મચારીઓ તેને સંમતિ આપતા હતા.

મૉડલો સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે

કોલંબિયા, કીની, બીબીસી, ગુજરાતી કીની, વેબકેમ મોડેલ, બીબીસી, ગુજરાતી, સેક્સકૅમ ઉદ્યોગ, વેબકૅમ મૉડલ, સેક્સકૅમ મૉડલ, જાતીય કૃત્ય, કોલંબિયા, ગુજરાતના સમાચાર
ઇમેજ કૅપ્શન, કોલમ્બિયન વેબકૅમ મૉડલ, કીની સ્ટ્રીમિંગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યાં છે.

સોફીએ સ્ટુડિયોને જણાવ્યું હતું કે તેઓ આવાં કૃત્યો કરવા માંગતાં નથી, પરંતુ "તેમણે કહ્યું હતું કે તારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી."

સોફી ઉમેરે છે, "અંતે મારે આ કામ કરવું પડ્યું હતું, કારણ કે મેં એવું ન કર્યું હોત તો તેમણે મારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હોત." તેનો અર્થ એ કે સોફીનું એકાઉન્ટ બંધ થઈ ગયું હોત.

સોફીએ વેબકૅમ સ્ટુડિયોમાં કામ કરવાનું ચાલું રાખ્યું છે. તેનું કારણ જણાવવા તેમણે કહ્યું હતું કે કોલંબિયામાં મળતો પગાર તેમના તથા તેમનાં સંતાનોનું ગુજરાન ચલાવવા માટે પૂરતો નથી. કાયદાની ડિગ્રીનો અભ્યાસ શરૂ કરવા માટે સોફી હવે બચત કરી રહ્યાં છે.

એરિન કિલબ્રાઇડ કહે છે કે ફક્ત કોલંબિયા જ આ સમસ્યાઓનો સામનો કરતું નથી.

તેમણે જોયું છે કે ચાર મોટા સ્ટુડિયોઝ બલ્ગેરિયા, કૅનેડા, ચેક રિપબ્લિક, હંગેરી, ભારત, રોમાનિયા, રશિયા, સાઉથ આફ્રિકા, યુક્રેન અને અમેરિકા એમ દસ મોટા દેશોના સ્ટુડિયોઝમાંથી પણ સામગ્રીનું પ્રસારણ કરે છે.

એરિન કિલબ્રાઇડ જણાવે છે કે "પ્લૅટફૉર્મ્સની નીતિઓ અને પ્રોટોકૉલમાંનાં છીંડાઓ"ની ભાળ તેમણે મેળવી છે. આ છીંડાઓ માનવાધિકારના ઉલ્લંઘનને સરળ બનાવે છે અથવા તેમાં વધારો કરે છે.

અમે પ્લૅટફૉર્મ્સને, તેઓ જે સ્ટુડિયોમાંથી સ્ટ્રીમિંગ કરે છે તેની પરિસ્થિતિ વિશે સવાલ કર્યો ત્યારે બોંગાકૅમ્સનાં મિલી અચિન્ટેએ જણાવ્યું હતું કે તેઓ આઠ મહિલાઓની એક ટીમનો હિસ્સો છે.

આ ટીમ કોલંબિયામાંના કેટલાક સ્ટુડિયોઝની મુલાકાત લઈને "મૉડલોને નાણાં ચૂકવવામાં આવી રહ્યાં છે કે કેમ, રૂમ સ્વચ્છ છે કે કેમ અને મૉડલો સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે કે કેમ તેની ખાતરી કરે છે."

સ્ટ્રીપચૅટ અને ચૅટરબેટ સ્ટુડિયોઝની મુલાકાત લેતા નથી. તેમણે જણાવ્યું હતું કે તેઓ પર્ફોર્મર્સના સીધા નોકરીદાતા નથી.

તેથી સ્ટુડિયોઝ અને મૉડલો વચ્ચેની નિર્ધારિત શરતોમાં દખલ કરતા નથી, પરંતુ કામના સલામત વાતાવરણ માટે પોતે પ્રતિબદ્ધ હોવાનું બન્નેએ અમને જણાવ્યું હતું.

સ્ટ્રીપચૅટે એમ પણ કહ્યું હતું કે "કામ કરવાની પરિસ્થિતિ આદરયુક્ત અને આરામદાયક હોય તે" સ્ટુડિયો સુનિશ્ચિત કરે એવી અમારી અપેક્ષા હોય છે.

બોંગાકૅમ્સ, સ્ટ્રીપચૅટ અને ચૅટરબેટ, આ ત્રણેયે જણાવ્યું હતું કે કોઈ મૉડલને કશુંક કરવા માટે દબાણ કરવામાં આવે છે અથવા ધમકી આપવામાં આવે છે એવું તેમને લાગે તો હસ્તક્ષેપ કરવા માટે તેમની પાસે ટીમો તૈયાર હોય છે.

મૉડલો સાથે છેતરપિંડી થાય છે

સોફી, બીબીસી, ગુજરાતી કીની, વેબકેમ મોડેલ, બીબીસી, ગુજરાતી, સેક્સકૅમ ઉદ્યોગ, વેબકૅમ મૉડલ, સેક્સકૅમ મૉડલ, જાતીય કૃત્ય, કોલંબિયા, ગુજરાતના સમાચાર

ઇમેજ સ્રોત, Jorge Calle / BBC

ઇમેજ કૅપ્શન, સોફી કહે છે કે જે સ્ટુડિયોમાં તે કામ કરતી હતી ત્યાં તેને તેમને પસંદ ન હોય તેવાં જાતીય કૃત્યો કરવા માટે દબાણ કરવામાં આવતું હતું.

બે મહિના સુધી વેબકૅમિંગ, માધ્યમિક શાળામાં અભ્યાસ અને પોતાના દીકરાની સંભાળ રાખવા માટે સવારે પાંચ વાગ્યા સુધી જાગતા રહેવા પછી ઈસાબેલ તેમનો પહેલો પગાર મેળવવા ઉત્સુક હતાં.

ઈસાબેલના જણાવ્યાં મુજબ, પ્લૅટફૉર્મ અને સ્ટુડિયોએ કમાણીમાંથી પોતપોતાનો હિસ્સો લઈ લીધા પછી તેમને માત્ર 1,74,000 કોલમ્બિયન ચલણ (માત્ર 42 ડૉલર) ચૂકવવામાં આવ્યાં હતાં, જે ઈસાબેલની અપેક્ષા કરતાં ઘણા ઓછા હતા. ઈસાબેલ માને છે કે સ્ટુડિયોએ કરાર કરતાં બહુ ઓછા પૈસા તેમને આપ્યા હતા અને તેમની મોટાભાગની કમાણી પણ ચોરી લીધી હતી.

એ બહુ ઓછા પૈસા હતા, એમ જણાવતાં ઈસાબેલે ઉમેર્યું હતું કે એ પૈકીના કેટલાક પૈસાનો ઉપયોગ તેમણે દૂધ અને ડાયપર ખરીદવા માટે કર્યો હતો. તેમણે જણાવ્યું, "તેમણે મને છેતરી હતી."

ઈસાબેલ આજે પણ શાળામાં અભ્યાસ કરે છે. તેમણે થોડા મહિના વેબકૅમ મૉડલ તરીકે કામ કર્યું હતું અને પછી એ છોડી દીધું હતું.

ઈસાબેલના કહેવા મુજબ, આટલી નાની વયે તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું, તેનાથી તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેઓ સતત રડતાં હતાં. તેથી તેમનાં માતા તેમને મનોચિકિત્સક પાસે લઈ ગયાં હતાં.

ઈસાબેલ અને સ્ટુડિયોના છ અન્ય ભૂતપૂર્વ કર્મચારીઓએ સરકારી પ્રોસિક્યુટરની ઑફિસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. તેમણે સ્ટુડિયો પર સગીરોનાં શોષણ અને આર્થિક શોષણનો આરોપ મૂક્યો છે.

ઈસાબેલ કહે છે, "હું સગીર વયની હતી ત્યારના મારા રેકૉર્ડિંગ્ઝ હજુ પણ ઑનલાઇન છે."

તેને હટાવવાના પ્રયાસમાં તેઓ નિસહાયતા અનુભવે છે. તેઓ કહે છે, "તેનાથી મને બહુ માઠી અસર થઈ છે અને હું તેના વિશે વધુ વિચારવા માંગતી નથી."

(ઍડિશનલ રિપોર્ટિંગઃ વૂડી મૉરિસ)

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન