ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારત સ્પેસમાં બીજું શું કરવા માગે છે?

ભારત

ઇમેજ સ્રોત, Getty Images

બુધવારે ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લૅન્ડ થયું. આ સાથે જ ભારતે ઇતિહાસ રચી દીધો.

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બનવામાં સફળ રહ્યો.

ગત મહિને એટલે કે 14 જુલાઈના રોજ લૉન્ચ કરાયા બાદ ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સૉફ્ટ લૅન્ડિંગ થયું હતું.

આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠનના (ઇસરો) પ્રમુખ એસ. સોમનાથે બુધવારે સાંજે આ અભિયાનની સફળતાની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓનું વર્ચુઅલ સંબોધન કર્યું હતું.

પોતાના સંબોધનમાં તેમણે ઇસરોના વૈજ્ઞાનિકોની મહેનતનાં વખાણ કરવાની સાથોસાથ તમામ દેશવાસીઓને આ અભિયાનની સફળતા માટે અભિનંદન પાઠવ્યાં હતાં.

ચંદ્રયાન-3 ચંદ્ર પર ઊતરતાંની સાથે જ જાણે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો. આમ અને ખાસ બધાં પોતપોતાની રીતે દેશની આ ઉપલબ્ધિની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

હર્ષોલ્લાસના આ માહોલ વચ્ચે વડા પ્રધાને દક્ષિણ આફ્રિકાથી વીડિયો કૉન્ફરન્સિંગ વડે સંબોધનમાં અવકાશ સંશોધન અને ખેડાણને લઈને ઇસરોની આગામી યોજનાઓ અંગે વાત કરી હતી.

ગ્રે લાઇન

શું છે ઇસરોનાં ભવિષ્યનાં આયોજન?

ચંદ્રયાન-3

ઇમેજ સ્રોત, ANI

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બાદ દેશવાસીઓને નામ કરેલા સંબોધનમાં કહ્યું હતું કે, "ભારતે વારંવાર સાબિત કરી બતાવી રહ્યું છે કે સ્કાય ઇઝ નોટ ધ લિમિટ."

વડા પ્રધાને ચંદ્રયાન-3ની સફળતા બાદ કહ્યું હતું કે, "આપણે ભવિષ્ય માટે ઘણાં મોટાં અને મહત્ત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કર્યાં છે, ટૂંક સમયમાં જ સૂર્યના વ્યાપક અધ્યયન માટે ઇસરો આદિત્ય એલ- 1 મિશન લૉન્ચ કરવા જઈ રહ્યું છે. તે બાદ શુક્ર પણ ઇસરોનાં લક્ષ્યો પૈકી એક છે."

"ગગનયાન દ્વારા દેશ પોતાના હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશન માટે પણ સંપૂર્ણ તૈયારી સાથે જોતરાયેલું છે."

તેમણે કહ્યું હતું કે, "આજનો દિવસ હંમેશાં યાદ રખાશે. આ દિવસ આપણને સૌને ઉજ્જવલ ભવિષ્ય તરફ પ્રેરિત કરશે. ચંદ્રયાન-3 મિશન સંપૂર્ણ માનવજાત માટે છે, એ એક માનવતાવાદી વિચાર પર આધારિત છે. મને વિશ્વાસ છે કે વિશ્વના તમામ દેશ આ ઉપલબ્ધિ હાંસલ કરી શકે છે."

ગ્રે લાઇન

અવકાશમાં માનવ મિશન મોકલવાની ભારતની મહત્ત્વાકાંક્ષા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાન મોદીએ ઇસરોનાં આગામી લક્ષ્યોની જાહેરાત કરતી વખતે જેનો ઉલ્લેખ કર્યો એવા અવકાશમાં માનવ મિશન મોકલવાની મહત્ત્વાકાંક્ષાને હકીકત બનાવવા તરફ ભારત પાછલા ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યું છે.

અહેવાલો અનુસાર અગાઉ ભારત ડિસેમ્બર 2021માં અવકાશમાં પોતાનું પ્રથમ માનવ મિશન મોકલવાનું હતું.

અને આમાં માત્ર વૈજ્ઞાનિકો જ નહીં બલકે સામાન્ય નાગરિકોનેય આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ભાગ બનવાની તક મળવાની હતી.

ઇસરોના તત્કાલીન અધ્યક્ષ ડૉ. કે. સિવને બીબીસીને જણાવ્યું હતું કે પસંદગીની પ્રક્રિયા વાયુસેના દ્વારા કરાશે.

2019માં 9,023 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલ માનવ અવકાશ ઉડાણ કેન્દ્રના ઉદ્ઘાટન નિમિત્તે ડૉ. સિવને આ જાહેરાત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2018ના સ્વતંત્રતા દિને ગગનયાન પરિયોજના અંગે જાહેરાત કરી હતી.

એ વખતે વડા પ્રધાન મોદીએ વર્ષ 2022 સુધી અવકાશમાં માનવ મિશન મોકલવાની વાત કહી હતી.

ઉલ્લેખનીય છે કે ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા, રશિયાના સોયૂઝ ટી-11 અવકાશયાનથી 3 એપ્રિલ, 1984ના રોજ અવકાશમાં ગયા હતા. એ દરમિયાન તેઓ આઠ દિવસ સુધી અવકાશમાં રહ્યા હતા.

હાલ ઇસરો અન્ય દેશોની મદદથી નહીં પરંતુ આપબળે સ્વદેશી તકનીક વડે અવકાશમાં ગગનયાન પ્રયોગ કરવાની તૈયારીમાં છે.

ગગનયાન પ્રયોગમાં ત્રણ અવકાશયાત્રીઓને 400 કિમીની ઊંચાઈ સુધી લઈ જવાની અને ત્રણ દિવસ સુધી અવકાશયાત્રીઓને ત્યાં જ રાખીને પરત લાવવાની પરિકલ્પના કરાઈ છે.

આ સિવાય ચંદ્રયાન-3ની સફળતા બાદ ભેગા કરાયેલા આંકડાના આધારે ચંદ્રયાન-4 આ દિશામાં પ્રયોગો કરવાનું ચાલુ રાખશે.

અહીં નોંધનીય છે કે ઇસરો પણ ચંદ્રયાનનો ઉપયોગ માત્ર ચંદ્ર પર રોવર અને લૅન્ડરને મોકલવા માટે નથી કરી રહ્યું.

તેનું લક્ષ્ય પણ અન્ય મિશનોની માફક જ ચંદ્ર પર માણસોને ઉતારવાનો જ છે. પરંતુ, તેને હાંસલ કરવું એ એટલું સરળ નહીં હોય.

રેડ લાઇન
રેડ લાઇન