You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયામાં સૈનિકો સ્પર્મ ફ્રીઝ કેમ કરાવી રહ્યા છે અને પુતિન આ અંગે શું કરી રહ્યા છે?
- રશિયા-યુક્રેન યુદ્ધમાં લગભગ 40 હજાર સામાન્ય લોકો મૃત્યુ પણ પામ્યા છે
- અમેરિકા અત્યાર સુધી યુક્રેન-રશિયાના યુદ્ધમાં 67 અબજ ડૉલરથી વધુની રકમની મંજૂરી આપી ચૂક્યું છે
- યુક્રેન યુદ્ધમાં ભાગ લેવા જઈ રહેલા રશિયન સૈનિકોને સ્પર્મ ક્રાયોબૅન્કમાં ફ્રીમાં ફ્રીઝ કરવાની સુવિધા મળશે
- રશિયાએ થોડા મહિના પહેલા લગભગ 3 લાખ આરક્ષિત સૈનિકોને મોરચા પર તૈનાત કરવાનો નિર્ણય લીધો હતો
યુક્રેનમાં 24 ફેબ્રુઆરી 2022એ શરૂ થયેલા યુદ્ધને આગામી એક મહિનામાં એક વર્ષ પૂર્ણ થઈ જશે.
અમેરિકી સેનાના અંદાજ મુજબ, યુક્રેન યુદ્ધ શરૂ થયા પછીથી અત્યાર સુધી ઓછામાં ઓછા એક લાખ રશિયન અને એક લાખ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે અથવા ઇજાગ્રસ્ત થયા છે. આ સાથે જ આ યુદ્ધમાં લગભગ 40 હજાર સામાન્ય લોકો મૃત્યુ પણ પામ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ આ યુદ્ધના કારણે બેઘર થયેલા લોકોની સંખ્યા 78 લાખની આસપાસ ગણાવી છે.
જોકે, આ આંકડામાં માત્ર યુક્રેનમાં જ બેઘર થયેલા લોકોની સંખ્યાનો સમાવેશ થતો નથી. હજુ પણ આવા લાંબા અને ભીષણ યુદ્ધનો અંત જોવા મળી રહ્યો નથી.
અમેરિકાએ હાલમાં જ તેની અત્યાધુનિક પેટ્રિયટ મિસાઇલો યુક્રેનમાં મોકલી છે. આ સાથે જ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ યુદ્ધ બાદ તેમના પ્રથમ અમેરિકા પ્રવાસમાં અમેરિકાના સંસદને સંબોધિત કર્યું છે.ઝેલેન્સ્કીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ઈસ્ટ વિંગમાં વાતચીત દરમિયાન વધુ હથિયારોની માગ કરી હતી, જે અંગે બાઇડને કહ્યું હતું કે, તેઓ આ દિશામાં કામ કરી રહ્યા છે.અમેરિકા અત્યાર સુધી યુક્રેન-રશિયાના યુદ્ધમાં 67 અબજ ડૉલરથી વધુની રકમની મંજૂરી આપી ચૂક્યું છે. આ વર્ષે આ સહાય રકમ લગભગ 45 અબજ ડૉલર થવાની ધારણા છે.
રશિયા પણ તેના તરફથી આ યુદ્ધ જીતવાની દિશામાં કોઈ કસર છોડવા માગતું નથી. શરૂઆતના આંચકાઓ બાદ રશિયાએ થોડા મહિના પહેલાં લગભગ 3 લાખ અનામત સૈનિકોને મોરચા પર તૈનાત કરવાનો નિર્ણય લીધો હતો.
પુતિન સરકારના આ નિર્ણયનું શું છે કારણ?
આ નિર્ણય બાદ ઘણા લોકો રશિયામાંથી ભાગી ગયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. આ સાથે જ રશિયન પુરુષો તેમના સ્પર્મ ફ્રીઝ કરવા માટે ક્લિનિકમાં જતા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.
બીબીસી સંવાદદાતા પૉલ કિર્બીના તાજેતરના અહેવાલ મુજબ, પુતિન સરકારે આ અહેવાલો અને વકીલની અરજી સ્વીકારી લીધી છે અને સ્પર્મ ફ્રીઝિંગની સુવિધાને મફત કરવા માટે મેડિકલ ઇન્સ્યૉરન્સમાં ફેરફાર કર્યો છે. રશિયન વકીલ સંઘના પ્રમુખ આઇગોર ટ્રૂનોવે સરકારી સમાચાર એજન્સી 'તાસ' ને જણાવ્યું હતું કે, “આરોગ્ય વિભાગે તેમની ફ્રી ક્રાયોબૅન્ક અને ફરજિયાત મેડિકલ ઇન્સ્યૉરન્સના ફેરફારની તેમની અપીલ સ્વીકારી લીધી છે.”
યુક્રેન યુદ્ધમાં ભાગ લેવા જઈ રહેલા રશિયન સૈનિકોને તેમના સ્પર્મ ક્રાયોબૅન્કમાં ફ્રીમાં ફ્રીઝ કરવાની સુવિધા મળશે. ટ્રૂનોવે ટ્વિટર પર જાહેરાત કરી હતી કે, તેમના યુનિયને આવાં ઘણાં કપલ તરફથી અરજી દાખલ કરી કરી હતી. જેમાં પતિને વિશેષ સૈન્ય અભિયાનમાં ભાગ લેવાનો આદેશ મળ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયા-યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ માટે આ શબ્દસમૂહનો ઉપયોગ કરે છે.
રશિયન આરોગ્ય મંત્રાલયે હજુ સુધી ટ્રૂનોવના નિવેદન પર ટિપ્પણી કરી નથી, પરંતુ ટ્રૂનોવે બીબીસીને જણાવ્યું હતું કે, યુનિયન સ્વાસ્થ્ય વિભાગ સાથે વાત કરીને તપાસ કરશે કે આ સંબંધમાં શું વ્યવસ્થા કરવામાં આવી છે?
સૈનિકોની ચિંતા શું છે?
તેઓએ તાસને જણાવ્યું હતું કે, મંત્રાલયે ‘વર્ષ 2022-24માં વિશેષ લશ્કરી અભિયાનમાં સામેલ નાગરિકોના સ્પર્મ મફતમાં ફ્રીઝ કરવા માટે સંઘીય બજેટમાંથી નાણાકીય સહાય આપવાની શક્યતાઓ પર વિચાર કર્યો છે.’
‘ફોન્તન્કા’ વેબસાઇટ અનુસાર, રશિયાએ સૈન્યની ગતિવિધિની જાહેરાત કર્યા પછી બીજા સૌથી મોટા શહેર સેન્ટ પીટર્સબર્ગમાં આઈવીએફ ક્લિનિકમાં આવતા પુરુષોની સંખ્યામાં વધારો થયો હોવાના અહેવાલો છે.
આ પુરુષો તેમના સ્પર્મને ફ્રીઝ કરીને તેની સાથે જોડાયેલા દસ્તાવેજો બનાવી રહ્યા હતા, કારણ કે તેમની પત્નીઓ તેનો ઉપયોગ કરી શકે.
આ શહેરની મેરિન્સ્કી હૉસ્પિટલ સાથે સંકળાયેલા આન્દ્રે ઇવાનોવે કહ્યું છે કે, “સેનામાં જોડાવા જઈ રહેલા પુરુષોની સાથે-સાથે દેશ છોડીને જતા પુરુષો આ માટે આગળ આવ્યા છે.”
ફોન્તન્કા અનુસાર, રશિયન પુરષો અને મહિલાઓ દ્વારા આ ક્લિનિકનો ઉપયોગ ખૂબ જ દુર્લભ છે અને આ પહેલાં તેઓએ તેમનાં સ્પર્મ વગેરેને ફ્રીઝ કરવા વિશે વિચાર્યું ન હતું.
જોકે, આમ કરવાથી આ પુરુષો સેનામાં ફરજ બજાવતી વખતે મૃત્યુ પામે અથવા પ્રજનન અસક્ષમ થઈ જાય તો પણ બાળકો પેદા કરવાનો વિકલ્પ રહેશે, પરંતુ આઈવીએફ ક્લિનિકની મુલાકાત લેતા પુરુષોની સંખ્યામાં જે વધારો જોવા મળ્યો હતો, તે તાજેતરનાં અઠવાડિયાંમાં ઓછો થતો જોવા મળી રહ્યો છે.
જોકે, આ બધા વચ્ચે પણ આ યુદ્ધનો અંત જોવા મળી રહ્યો નથી.
યુદ્ધમાં આગળ શું થશે?
બીબીસી સંવાદદાતા હ્યૂગો બચેગાએ તેમના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, “યુક્રેનમાં બંને પક્ષો વચ્ચે યુદ્ધપરિણામ તરફ આગળ વધી રહ્યું નથી, કારણ કે રશિયા અને યુક્રેનને કોઈ પણ પ્રકારની સફળતા મળી રહી નથી.”
યુક્રેનની મિલિટરી ઈન્ટેલિજન્સ એજન્સીના પ્રમુખ કિરિલો બુદાનોવે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “આ યુદ્ધ આગળ વધી રહ્યું નથી'. અમે તેને દરેક દિશામાં એક બાજુથી હરાવી શકતા નથી. તેઓ પણ એવું કરી શકશે નહીં. અમે નવાં હથિયારો અને દારૂગોળો અને અત્યાધુનિક હથિયારોની રાહ જોઈ રહ્યા છીએ.”