You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રદ્ધા મર્ડર કેસ : આફતાબને જંગલ લઈ ગઈ પોલીસ, અત્યાર સુધી શું-શું થયું?
મેહરોલી મર્ડર મામલે આરોપી આફતાબ પૂનાવાલાની પૂછપરછમાં વધુ નવી જાણકારીઓ સામે આવી છે. દિલ્હી પોલીસ મંગળવારના રોજ તપાસ માટે આફતાબને મેહરોલીના જંગલમાં લઈ ગઈ.
આફતાબે આપેલી માહિતી મુજબ પોલીસ શ્રદ્ધાના મૃતદેહના ટુકડા શોધી રહી છે.
દિલ્હી પોલીસ પ્રમાણે આફતાબે શ્રદ્ધાની હત્યા બાદ તેના શરીરના ઘણા ટુકડા કર્યા અને જંગલમાં અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા જેથી તે પકડમાં ન આવે.
આફતાબે આ વર્ષે 18 મેના રોજ પોતાની પ્રેમિકા શ્રદ્ધાનું ગળું દાબીને હત્યા કરી દીધી હતી. શ્રદ્ધા અને આફતાબ લિવ-ઇન રિલેશનશિપમાં હતાં અને મુંબઈથી દિલ્હી આવીને રહેતાં હતાં.
પૂછપરછમાં શું સામે આવ્યું?
- દિલ્હી પોલીસે જણાવ્યું છે કે હત્યા બાદ આફતાબે શ્રદ્ધાનો ફોન ફેંકી દીધો હતો, હવે પોલીસ એ ફોન શોધી રહી છે.
- પોલીસે જણાવ્યું કે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ પણ આફતાબ જૂન માસ સુધી તેના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટનો ઉપયોગ કરતા રહ્યા જેથી લોકોને લાગે કે શ્રદ્ધા જીવતાં છે.
- જોકે, અત્યાર સુધી પોલીસને એ હથિયાર નથી મળી શક્યું જેનો ઉપયોગ આફતાબે શ્રદ્ધાના મૃતદહેના ટુકડા કરવા માટે કર્યો હતો.
- પોલીસે જણાવ્યું કે આફતાબે ઇન્ટરનેટની મદદથી લોહી સાફ કરવા માટે કેમિકલ મંગાવ્યા.
- આફતાબે 18 દિવસ સુધી મૃતદેહના ટુકડા ફ્રીઝમાં રાખ્યા અને ધીમે-ધીમે જંગલમાં ફેંકતા રહ્યા
- અમુક રિપોર્ટોમાં એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે આફતાબે હત્યા પહેલાં અમેરિકન ડ્રામા સિરીઝ ‘ડૅક્સ્ટર’ જોઈ હતી.
- પોલીસ હવે આફતાબ અને શ્રદ્ધાના મિત્રોની પૂછપરછ કરી રહી છે.
- પોલીસે જણાવ્યું છે કે આફતાબ શ્રદ્ધાની હત્યા બાદ પણ ડેટિંગ ઍપ પર સક્રિય હતા.
- અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે, આફતાબ બીજી યુવતિઓને પણ એ સમયે ઘરે લઈ આવ્યા જ્યારે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા ફ્રીઝમાં હતા.
હજુ સુધી શું શું ખબર પડી?
- શ્રદ્ધા અને આફતાબ મુંબઈમાં ડેટિંગ ઍપ મારફતે મળ્યાં હતાં.
- 2018માં શ્રદ્ધા મુંબઈમાં કૉલ સેન્ટરમાં નોકરી કરતાં હતાં.
- શ્રદ્ધા પોતાના માતા સાથે રહેતાં હતાં અને તેમના પિતા અલગ રહેતા હતા.
- 2019માં શ્રદ્ધાએ પોતાના માતાને આફતાબ વિશે જણાવ્યું અને તેમની સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ માએ તેઓ અલગ ધર્મના હોવાના કારણે ઇનકાર કરી દીધો હતો.
- શ્રદ્ધાએ નારાજ થઈને ઘર છોડી દીધું અને આફતાબ સાથે લિવ-ઇનમાં રહેવાં લાગ્યાં.
- એફઆઈઆર અનુસાર, અમુક દિવસ બાદ જ શ્રદ્ધાએ પોતાનાં માતાને જણાવ્યું કે આફતાબ તેમની સાથે મારઝૂડ કરે છે.
- અમુક સમય બાદ શ્રદ્ધાનાં માતાનું નિધન થયું. ત્યારે શ્રદ્ધાએ પિતાને ફોન કરીને આ વિશે વાત કરી અને તેમને પણ આફતાબ વિશે જણાવ્યું.
- બે મહિના સુધી શ્રદ્ધાનો સંપર્ક ન થવાના કારણે તેમનાં સહેલીએ આ વાતની જાણકારી શ્રદ્ધાના ભાઈને આપી, જે બાદ પિતાએ મુંબઈમાં તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી.
- મુંબઈ પોલીસની તપાસમાં શ્રદ્ધાની અંતિમ ફોન લૉકેશન દિલ્હીના મેહરોલીમાં મળી.
- મામલો દિલ્હી પોલીસ સુધી પહોંચ્યો અને તપાસમાં સંકાની સોય આફતાબ તરફ થઈ.
- પોલીસનું કહેવું છે કે પૂછપરછમાં આફતાબે શ્રદ્ધાની હત્યા અને મૃતદેહના ટુકડા કરીને જંગલમાં ફેંકવાની વાત કબૂલી હતી.
- પોલીસની તપાસમાં ખબર પડી છે કે આફતાબ અને શ્રદ્ધા વચ્ચે અવારનવાર લગ્નની વાતે ઝઘડો થતો હતો અને 18 મેના રોજ આફતાબે ગુસ્સે ભરાઈને શ્રદ્ધાની હત્યા કરી અને મૃતદેહના ટુકડા છુપાવવા માટે એક મોટું નવું ફ્રીઝ પણ ખરીદ્યું.
- પોલીસે આફતાબના ઘરેથી એક ફ્રીઝ કબજે કર્યું છે.
- જોકે હત્યામાં ઉપયોગ કરાયેલા હથિયારનો હજુ સુધી કોઈ સંકેત નથી મળ્યો. તેની શોધ ચાલુ છે.
- પોલીસે જણાવ્યું કે આફતાબ અને શ્રદ્ધા મેમાં જ મેહરોલી ખાતે રહેવા આવ્યાં હતાં.
Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર