અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં શું વાવાઝોડું સર્જાશે, શું આગાહી કરાઈ?
ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હાલ બફારા સહિતના ઉકળાટ અનુભવાઈ રહ્યો છે.
આગામી અમુક દિવસોમાં ગરમી વધુ વધવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.
આજના વીડિયોમાં આપણે જોઈશું કે અસહ્ય ગરમી બાદ ચોમાસું આપણા ત્યાં પહોંચે એ પહેલાં શું અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાનું છે.
વાવાઝોડું સર્જાવાની વાત અંગે ગુજરાતમાં ઘણી ચર્ચા જામી છે. સોશિયલ મીડિયા સહિતનાં માધ્યમોમાં એવા પ્રશ્નો કરાઈ રહ્યા છે કે શું અરબી સમુદ્રમાં વાવાઝોડું ખરેખર સર્જાશે? અને સર્જાય તો શું એ ગુજરાત પર ત્રાટકશે?
આ તમામ સવાલોના જવાબ વિગતવાર જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન









