રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ અને તેલંગણામાં કૉંગ્રેસના વિજયની લોકસભા ચૂંટણી પર કેવી થશે અસર?

ભાજપ-કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

પાંચ રાજ્યોની ચૂંટણીમાંથી ચાર રાજ્યોનાં ચૂંટણીપરિણામથી ભાજપને મળતા વિરાટ વિજયથી પાર્ટી આગામી વર્ષની લોકસભા ચૂંટણી પેહલાં મજબૂત સ્થિતિમાંં છે.

આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી માટે આ રાજ્યોનાં પરિણામોને એક પ્રકારે સેમિફાઇનલ ગણવામાં આવી રહ્યાં છે.

રવિવારે આવેલાં ચૂંટણીપરિણામમાં ચારમાંથી હિંદી બેલ્ટનાં રાજ્યોમાં ભાજપને વિજય મળ્યો છે. કૉંગ્રેસ પાર્ટીએ પોતાની સરકારવાળાં રાજ્યો ગુમાવી દીધાં છે. પરિણામસ્વરૂપ હાલ ભાજપ 12 રાજ્યોમાં અને કૉંગ્રેસ ત્રણ રાજ્યોમાં સત્તા પર છે.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને મળેલા વિજયથી પાર્ટીમાં ઉત્સાહ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તો કહ્યું કે, "કેટલાક લોકો કહે છે કે આજની હેટ્રિકે 2024ની હેટ્રિકની ગૅરંટી આપી દીધી છે."

કેમ સેમિફાઇનલ છે ચૂંટણી?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

આ પાંચ રાજ્યોમાં સેમિફાઇનલ એ કારણે પણ કહેવાઈ રહ્યું છે કારણ કે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી છે અને આ રાજ્યોમાં લોકસભાની ઘણી બેઠકો છે.

તેલંગણાની 119 બેઠકો પર કૉંગ્રેસ અને બીઆરએસ વચ્ચે ટક્કર હતી.

મધ્યપ્રદેશમાં લોકસભાની 29, રાજસ્થાનમાં 25, છત્તીસગઢમાં 11 અને તેલંગણામાં 17 બેઠકો છે તેમજ મિઝોરમમાં માત્ર એક જ બેઠક છે. આમ કુલ્લે આ પાંચેય રાજ્યોમાં લોકસભાની 83 બેઠક છે.

એટલે બંને પાર્ટીઓનું માનવું હતું કે આ રાજ્યોમાં જીતવાથી લોકસભા ચૂંટણીમાં તેમની જીતની સંભાવના વધી શકે છે.

જોકે, આ રાજ્યોની વિધાનસભા અને લોકસભા ચૂંટણીની પૅટર્ન જોઈએ તો એ પણ હંમેશાંથી અલગ અલગ રહી છે. વર્ષ 2003થી લોકસભા અને મોટા ભાગે પાંચ વિધાનસભાની ચૂંટણી આગળ-પાછળ થતી આવી છે.

તેમાં છ મહિના કરતાં પણ ઓછો સમય રહે છે. કંઈક એવી જ સ્થિતિ આ વખતેય છે.

એટલે ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષોએ પાંચ રાજ્યોના ચૂંટણી અભિયાનને ધ્યાનમાં રાખતા ડિઝાઇન કર્યું હતું. ગત વર્ષે વિધાનસભા ચૂૂંટણીમાં ગુજરાત અને ત્રિપુરામાં જીત મેળવનાર ભાજપ કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં હારી ગયો હતો

એટલે ભાજપે લોકસભા ચૂંટણીમાં પોતાના પક્ષમાં લહેર ઊભી કરવા માટે આ પાંચ રાજ્યોની ચૂંટણી જીતવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. આજ રીતે કૉંગ્રેસને આશા હતી કે આ ચૂંટણી જીતીને તે ઇન્ડિયા ગઠબંધનના અન્ય દળોને બેઠકના વિતરણ દરમ્યાન પોતાના માટે વધુ બેઠકો સુરક્ષિત કરી શકશે.

પરિણામથી શું સંકેત મળે છે?

પ્રમુખ હિંદી બેલ્ટનાં રાજ્યોમાં જીતથી ભાજપ ઉત્સાહિત છે. જોકે, ગત ચૂંટણીને જોતાં, એ નિશ્ચિત નથી કે વિધાનસભા ચૂંટણીનાં પરિણામ લોકસભા ચૂંટણી પર સીધી રીતે અસર કરશે.

2003 બાદથી લોકસભા ચૂંટણી પહેલાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી,

ત્યારે લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી વચ્ચે છ મહિનાથી ઓછો સમય છે. અત્યારે પણ કેટલાક અંશે એવી જ પરિસ્થિતિ છે.

મધ્યપ્રદેશમાં શું રહી સ્થિતિ?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 1998માં કૉંગ્રેસે રાજ્યમાં જીત હાંસલ કરેલી પરંતુ લોકસભાની ચૂંટણીમાં ભાજપે મોટા ભાગની સીટો મેળવી હતી.

મધ્ય પ્રદેશમાં 2003-04માં ભાજપે વિધાનસભા અને લોકસભા ચૂંટણી બંનેમાં જીત મેળવી હતી.

વર્ષ 2008માં ભાજપે વિધાનસભા ચૂંટણી જીતી હતી અને વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં પણ તેને 16 બેઠકો મળી હતી.

વર્ષ 2013માં ભાજપે વિધાનસભા ચૂંટણી જીતી, તેમજ 2014માં પણ ભાજપે ભારે અંતરથી લોકસભાની બેઠકોમાં જીત મેળવી. એ સમયે 29માંથી 27 બેઠકો ભાજપે મેળવી હતી જ્યારે કૉંગ્રેસે બે બેઠક જીતી હતી.

2018ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે ભારે સ્પર્ધા રહી. જોકે, કમલનાથ સરકાર બનાવવામાં સફળ રહ્યા પરંતુ લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ માત્ર એક બેઠક પર જ સમેટાઈ ગઈ.

2019માં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે વોટ શૅરમાં અંતર લગભગ 25 ટકા રહ્યું હતું.

ગત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે 114 બેઠકો અને ભાજપે 109 બેઠકો મેળવી હતી. કૉંગ્રેસની સરકાર માત્ર 20 મહિના જ ચાલી શકી અને જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક ધારાસભ્યો સાથે ભાજપમાં ભળી ગયા.

અને આ વખતે પણ ભાજપે મધ્ય પ્રદેશમાં પોતાની સત્તા બચાવી લીધી છે.

રાજસ્થાનનાં અલગ રહ્યાં પરિણામ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

જો રાજસ્થાનની વાત કરાય તો વર્ષ 1998માં રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ બારે જીત નોંધાવી અને અશોક ગેહલોત પ્રથમ વખત મુખ્ય મંત્રી બન્યા.

પરંતુ એક વર્ષથી ઓછા સમયની અંદર જ લોકસભા ચૂંટણીમાં મોટા ભાગની બેઠકો ભાજપે જીતેલી.

2003થી માંડીને 2014 સુધી આ પરિણામ બિલકુલ બદલાઈ ગયાં. જે પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં જીતતી એ લોકસભા ચૂંટણીમાં પણ ભારે અંતરથી ચૂંટણી જીતવા માંડી.

જોકે, હાલ 2018માં આ પૅટર્ન બદલાઈ કારણ કે એ વર્ષે કૉંગ્રેસે વિધાનસભા ચૂંટણી જીતી પરંતુ 2019માં ભાજપે 25માંથી 24 બેઠકો મેળવી હતી જ્યારે એક બેઠક આરએલપીએ જીતી હતી.

રાજસ્થાનમાં કૉંગ્રેસે ગત વિધાનસભાની ચૂંટણીમાં જીત તો જરૂર મેળવી પરંતુ બંને પાર્ટીઓ વચ્ચે વોટ શૅરનું અંતર માત્ર 0.5 ટકા જ રહેલો. કૉંગ્રેસે વર્ષ 2018માં 200માંથી 100 જ્યારે ભાજપે 73 બેઠકો મેળવી હતી.

2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત મળી છે. આ ચૂંટણીપરિણામથી સ્પષ્ટ છે કે કૉંગ્રેસ પાર્ટી ન તો મેદાનમાં પોતાની વોટ બૅન્ક બચાવી શકી છે અને ન વોટ શૅર વધ્યો છે.

છત્તીસગઢ અને તેલંગણામાં શું છે સ્થિતિ?

બીઆરએસ

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2000માં છત્તીસગઢનું ગઠન થયેલું. વર્ષ 2003 બાદથી વિધાનસભા અને લોકસભામાં હંમેશાં ભાજપનો દબદબો રહ્યો છે.

રાજ્યના ગઠન બાદથી કૉંગ્રેસે અહીંની 11માંથી માત્ર એક કે બે જ બેઠકો મેળવી છે.

છત્તીસગઢમાં કૉંગ્રેસે ગત ચૂંટણીમાં 90માંથી 68 બેઠકો મેળવી હતી.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં છત્તીસગઢમાં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે મતનું અંતર દસ ટકા કરતાં પણ ઓછું રહ્યું હતું. જોકે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શૅર વર્ષ 2013થી સતત ઘટતો જઈ રહ્યો છે.

વર્ષ 2013માં ભાજપનો વોટ શૅર જ્યાં 41 ટકા હતો ત્યાં વર્ષ 2018માં તે ઘટીને 32 ટકા જ રહી ગયો.

જોકે આ વખતે છત્તીસગઢમાં કૉંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી લીધી છે.

વર્ષ 2013માં ગઠન બાદથી તેલંગણામાં અત્યાર સુધી બે વિધાનસભા અને બે લોકસભાની ચૂંટણી યોજાઈ છે.

વિધાનસભા ચૂંટણીમાં જ્યાં બીઆરએસે ભારે જીત નોંધાવી હતી. તેમજ લોકસભા ચૂંટણીમાં મિશ્ર પરિણામ રહ્યાં.

બીઆરએસ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ નથી. હવે કૉંગ્રેસને મળેલી સફળતાથી પાર્ટી માત્ર એ વાતને લઈને સંતુષ્ટ થઈ શકે કે ભાજપની સામે દક્ષિણમાં પોતાની પકડ મજબૂત કરી છે. જોકે એ જીત બીઆરએસની સામે મળી છે.

તેમજ મિઝોરમમાં ભાજપની સહયોગી પાર્ટી મિઝો નૅશનલ ફ્રન્ટ (એમએનએફ) અને કૉંગ્રેસ વચ્ચે સીધી હરીફાઈ છે. તેમજ ઝોરામ પીપલ્સ મૂવમૅન્ટર મુખ્ય વિપક્ષી દળ છે.

વર્ષ 1998થી વર્ષ 2008 સુધી મિઝોરમમમાં એમએનએફની સરકાર રહી અને 1999થી માંડીને વર્ષ 2004 સુધી એનએનએફ સમર્થિત ઉમેદવારો જ લોકસભાની ચૂંટણી જીતતા રહ્યા છે.

વર્ષ 2008થી 2018 સુધી કૉંગ્રેસની સરકાર મિઝોરમમાં રહી તો દરેક વખતે લોકસભામાં મિઝોરમની બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર ચૂંટણી જીતતા આવ્યા છે. વર્ષ 2018માં એમએનએફ સત્તા પર પરત ફરી તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેના જ ઉમેદવાર જીત્યા.

શું ભાજપ લોકસભા ચૂંટણી જીતી જશે?

પત્રકાર માલન કહે છે કે ભાજપને મળેલી આ જીત લોકસભા ચૂંટણીમાં પણ અસર દેખાડશે.

બીબીસી તમિલ સાથે વાત કરતા તેઓ કહે છે કે, “મોદી ફૅક્ટર હજુ પણ કામ કરે છે. ચૂંટણીપરિણામથી સ્પષ્ટ થાય છે. કૉંગ્રેસ પાર્ટીની હાર તેને ઇન્ડિયા ગઠબંધનમાં નબળી કરશે. અન્ય પાર્ટીઓ રાહુલ ગાંધીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે સ્વીકાર નહીં કરે. આ માહોલ નરેન્દ્ર મોદી માટે અનુકૂલ હોઈ શકે છે.''

તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદી પર અંગત હુમલા કરવાથી કૉંગ્રેસને મદદ નહીં મળે.

“વડા પ્રધાન મોદીનો લોકો પર પ્રભાવ છે પરંતુ રાહુલ ગાંધી જ છે જે તેમના પર વ્યક્તિગત હુમલા કરે છે. હાલમાં જ રાહુલ ગાંધીએ મોદીને મોતના સોદાગર કહ્યા અને નો સાઇન કહીને તેમના પર હુમલો કર્યો. એવા હુમલા લોકો સ્વીકાર નથી કરતા.''

“કૉંગ્રેસ પાર્ટી નરમ હિંદુત્વની નીતિ પર ચાલે છે. લોકોને ફરજી રોલ પસંદ નથી. છત્તીસગઢમાં તેમણે આશ્વાસન આપ્યું કે સરકાર ગાયનું છાણ ખરીદશે. પરંતુ તેઓ ધર્મ નિરપેક્ષતાનું પાલન કરવાનો દાવો કરે છે. તેમને સમજાયું નહીં કે જમીન પર શું સ્થિતિ છે.

ભારે ચૂંટણીપ્રચાર અને વાયદા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલાં તેનું પ્રચાર ખૂબ જોરશોરથી થયું, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને કૉંગ્રેસના રાહુલ ગાંધી જેવા નેતાઓએ આગળ પડતી ભૂમિકા ભજવી.

ચૂંટણીપ્રચાર દરમિયાન વડા પ્રધાન મોદી પોતાની યોજનાઓની પ્રશંસા કરતા દેખાયા તેમજ વિપક્ષનાં રાજ્યોમાં તેમના મુખ્ય મંત્રીઓ સામે શાબ્દિક પ્રહાર પણ કરવાનું ન ચૂક્યા.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાંચેય રાજ્યોમાં સ્ટાર પ્રચારક રહ્યા જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા પણ મધ્યપ્રદેશથી માંડીને છત્તીસગઢ અને રાજસ્થાનની ચૂંટણીરેલીઓમાં દેખાયાં હતાં.

તેલંગણામાં બીઆરએસ પ્રમુખ કે. ચંદ્રશેખર રાવથી માંડીને વડા પ્રધાન મોદી, રાહુલ ગાંધી અને અસદુદ્દીન ઓવૈસી ચૂંટણીપ્રચાર કરતા દેખાયા.

આ ચૂંટણીપ્રચાર દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાતિગત વસતિગણતરીનો મુદ્દો ખૂબ જોરશોરથી ઉપાડ્યો. 23 સપ્ટેમ્બરના રોજ જયપુરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીને કહ્યું કે તેઓ જાતિગત વસતિગણતરીના આંકડા જાહેર કરે.

તેમજ વડા પ્રધાન મોદીએ 6 નવેમ્બરે એક મોટો નિર્ણય લઈને મફત અનાજની યોજનાને આગામી પાંચ વર્ષ સુધી આગળ વધારવાનો નિર્ણય કર્યો.

છત્તીસગઢના દુર્ગમાં એક ચૂંટણીરેલી દરમિયાન તેમણે આની પુષ્ટિ કરી હતી.

રેડ લાઇન
રેડ લાઇન