સરફરાઝની મહેનત રંગ લાવી પણ શું તેમના પિતાનું સપનું પૂરું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિમલ કુમાર
- પદ, ખેલ પત્રકાર, બીબીસી હિન્દી માટે
“ભાઈ સાહેબ, તમે યાદ રાખજો કે થોડાંક વર્ષો પછી તમે મને ફોન કરીને અભિનંદન આપશો કે તમે જે ભવિષ્યવાણી કરી હતી તે એકદમ સચોટ હતી.”
નૌશાદ ખાને આ શબ્દો 2011માં રમાયેલા વન-ડે વર્લ્ડ કપ દરમિયાન વાનખેડે સ્ટેડિયમની બહાર મને કહ્યા હતા.
13 વર્ષના સરફરાઝની પ્રતિભા અને ક્ષમતા પર તેમના પિતા નૌશાદ ખાનને જરા પણ સંદેહ નહોતો. તેમને પૂરો ભરોસો હતો કે તેમનો દીકરો એક દિવસ ઇન્ડિયા માટે જરૂર રમશે.
આ એક અંગત તપસ્ચા અને ઇચ્છા પણ હતી કારણ કે નૌશદ પોતે દેશ માટે નહોતા રમી શક્યા.
કહેવાય છે કે ધીરજનાં ફળ મીઠાં હોય છે અને નૌશાદથી વધારે આ કહેવતને કોણ સમજી શકે?
લાંબા સમયની રાહ પછી અંતે તેમના દીકરાને ટેસ્ટ ટીમમાં સ્થાન મળી ગયું.
નૌશાદ માટે આ બમણી ખુશીનો અવસર છે, કારણ કે તેમનો બીજો દીકરો મુશીર ખાન પણ અંડર-19 વર્લ્ડ કપમાં ધમાકેદાર પર્ફૉર્મન્સ કરી રહ્યો છે.
જોકે સરફરાઝને 2 ફેબ્રુઆરીથી શરૂ થયેલી બીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મૅચ રમવાનો મોકો તો નથી મળ્યો પણ નૌશાદ ખાને એક દાયકા પહેલા કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થવાની સ્થિતિનું નિર્માણ જરૂર થઈ ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરફરાઝની દાવેદારી મજબૂત હતી
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સરફરાઝના રમવાની સંભાવનાના સવાલનો જવાબ આપતા ટીમ ઇન્ડિયાના પૂર્વ મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ કહ્યું, “સરફરાજ છેલ્લાં કેટલાંક વર્ષોથી પસંદગી સમિતિ સમક્ષ સતત પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે.”
ચેતન શર્માએ ઉમેર્યું કે સરફરાઝે દરેક સ્થિતિમાં રન કર્યાં છે પણ ભારતીય ટીમના મિડલ ઑર્ડરમાં સરળતાથી જગ્યા ખાલી નથી થતી અને ન તો સમય પર મોકો મળે છે. મને લાગે છે કે ટીમ મૅનેજમૅન્ટ સરફરાઝને ડ્રેસિંગ રૂમના વાતાવરણ સાથે અનુકુળ થવાનો મોકો આપશે અને ભવિષ્યમાં તેમને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળશે.
સરફરાઝ ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં અને તેની પહેલાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રૃંખલામાં પણ ટીમમાં સામેલ થવાની નજીક પહોંચી ગયા હતા. જોકે, પસંદગીકારોએ ટી-20 સ્પેશિયાલિસ્ટ સૂર્યકુમાર યાદવને મોકો આપ્યો.
દક્ષિણ આફ્રિકાની ટુર પર ગયેલા ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે પાછા ફર્યા ત્યારે પણ સરફરાઝનાં નામની ચર્ચા શરૂ થઈ હતી પણ મોકો અભિમન્યુ ઇશ્વરનને મળ્યો.
તમામ નિરાશાઓ છતાં સરફરાઝે ટેસ્ટ ક્રિકેટ રમવાની આશા છોડી ન હતી.
તેમણે ભરોસો હતો કે એક દિવસ તેઓ પસંદગીકારોના વિચારોને બદલવામાં સફળ રહેશે અને રહ્યા પણ. જોકે, હજૂ એક અંતિમ કસોટી બાકી છે.
શું ટેસ્ટ રમવાનો મોકો મળશે?

ઇમેજ સ્રોત, Getty Images
શું કોચ રાહુલ દ્રવિડ અને કૅપ્ટન રોહિત શર્મા આ આક્રમક બૅટ્સમૅનને ઇંગ્લેન્ડ જેવી ટીમ વિરુદ્ધ રમવાનો મોકો આપવાનું સાહસ કરશે?
ટીમ ઇન્ડિયાનાં એક પૂર્વ ખેલાડી ઇરફાન પઠાણે પણ હાલમાં સોશિયલ મીડિયા પર સરફરાઝનું નામ લીધા વગર આ વાતની ચર્ચા કરી હતી કે મુંબઈનાં આ ખેલાડીને ટીમમાં જગ્યા કેમ નથી મળતી.
જોકે, પઠાણે પણ માન્યું કે હાલમાં ટીમ મૅનેજમૅન્ટે શુભમન ગિલ અને શ્રેયસ અય્યરનાં અનુભવને પ્રાધાન્ય આપ્યું છે.
પઠાણનું માનવું છે કે વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રવીંદ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓની ગેરહાજરીમાં એક યુવાન ખેલાડીને આટલી મુશ્કેલ કસોટી માટે મોકલવો યોગ્ય નથી.
26 વર્ષીય સરફરાઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે થોડા વધારે સમય માટે રાહ કદાચ નહીં જોઈ શકે.
માત્ર 16 વર્ષની ઉંમરમાં સંજુ સૅમ્સન અને શ્રેયસ અય્યર સાથે અંડર 19 વર્લ્ડ કપમાં રમનાર આ ખેલાડી અન્ય બન્ને ખેલાડીથી સારું રમ્યો હતો. એટલું જ નહીં 2016માં રમાયેલા અંડર 19 વર્લ્ડ કપમાં સરફરાઝ ઋષભ પંત અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ સાથે મેદાનમાં હતા અને તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
કરિયરમાં ઉતાર-ચઢાવ

ઇમેજ સ્રોત, Getty Images
અપાર પ્રતિભા હોવા છતાં સરફરાઝે પોતાની કારકિર્દીમાં અનેક સફળતાની સાથે એક નિષ્ફળતા પણ મેળવી.
ક્યારેક તેઓ અનુશાસનહીનતાને કારણે વિવાદોમાં આવ્યા તો ક્યારેક પોતાની ફિટનેસના કારણે ચર્ચામાં આવ્યા.
જોકે, આ સમય દરમિયાન તેઓ રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લોર સાથે રૂ. 50 લાખનો કરાર મેળવવામાં સફળ રહ્યા. તેમણે એક મૅચમાં પોતાના પ્રદર્શનથી વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને નતમસ્તક કરવા માટે મજબૂર કર્યા.
આજથી ચાર વર્ષ પહેલાં સરફરાઝ મુંબઈ તરફથી રણજી ટ્રૉફીમાં રમતી વખતે ટ્રિપલ સૅન્ચુરી ફટકારીને સુનીલ ગાવસ્કર અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓની એલિટ ક્લબમાં સામેલ થયા.
આ ક્લબમાં માત્ર સાત ખેલાડીઓ સામેલ છે.
એક વાત ઉલ્લેખનીય છે કે જ્યારે નૌશાદ ખાને જ્યારે તેમના દીકરાના ભવિષ્યને લઈને જે ભરોસો દેખાડ્યો હતો, ત્યારે આ વાતની પુષ્ટિ મેં મુંબઈનાં એક સ્થાનિક પત્રકાર સાથે કરી હતી.
તે વરિષ્ઠ પત્રકારે મને જણાવ્યું હતું કે 2009માં હૈરિસ શિલ્ડ જેવી પ્રસિદ્ધ સ્કુલ ટુર્નામેન્ટમાં સરફરાઝે સચિન તેંડુલકરનો 346 રનનો રેકર્ડ તોડીને 439 રન બનાવ્યા હતા.
મુંબઈમાં ત્યારથી જ કેટલાય લોકોએ સરફરાઝને ભવિષ્યના તેંડુલકર જેવું ઉપનામ આપવાનું શરૂ કરી દીધું હતું.
જોકે, મુંબઈના આ પત્રકારે જણાવ્યું કે ભવિષ્યના તેંડુલકર તો કદાચ કોઈ બીજું ન થઈ શકે પણ આ છોકરામાં એટલી તાકાત તો છે કે જે કામ તેમના પિતા ન કરી શક્યા તે સરફરાઝ કરી શકશે એટલે કે ટીમ ઇન્ડિયા માટે રમવું.
જોકે શુક્રવારે શરૂ થયેલી ટેસ્ટ મૅચમાં સરફરાઝનો સમાવેશ પ્લેઇંગ ઇલેવનમાં નથી થયો. એટલે એમણે ટીમ ઇન્ડિયામાં પ્રવેશ પામ્યા પછી પણ પિતાની ભવિષ્યવાણીને સાચી સાબિત કરવા હજી આગામી મૅચમાં કે તેના પછીની મૅચમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ બનીને મેદાન પર ઊતરવા માટે રાહ જોવી પડશે.












