You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘શ્રીદેવીનું મૃત્યુ બાથટબમાં ડૂબી જવાથી થયું’
શ્રીદેવીનું મૃત્યુ અકસ્માતે ડૂબી જવાથી થયું હોવાનો અહેવાલ દુબઈના ફોરેન્સિક વિભાગે આપ્યો છે.
આ અગાઉ કહેવાયું હતું કે તેમનું મૃત્યુ શનિવારે દુબઈમાં પરિવારના એક લગ્ન દરમિયાન કાર્ડિએક અરેસ્ટને કારણે થયું હતું.
સૂત્રોએ સ્થાનિક મીડિયાને જણાવ્યા અનુસાર શ્રીદેવી હોટલના તેમના રૂમમાં બાથટબમાં અચેત અવસ્થામાં મળ્યાં હતાં.
ગલ્ફ ન્યૂઝ અખબારના જણાવ્યા અનુસાર આ ફોરેન્સિક રિપોર્ટ દુબઈ પોલીસે શ્રીદેવીના પરિવાર અને ભારતીય દૂતાવાસને આપી દેવામાં આવ્યો છે.
તમને આ વાંચવું પણ ગમશે:
અખબારમાં જણાવ્યા અનુસાર આ રિપોર્ટને કારણે શ્રીદેવીના મૃતદેહને ભારત પરત લાવવામાં વિલંબ થઈ શકે છે.
હજી સુધી પૂર્ણ પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ તૈયાર થયો નથી.
આ ઉપરાંત દુબઈ પોલીસે કરેલા ટ્વીટને ધ્યાનમાં લેવામાં આવે તો આ ઘટનાની તપાસમાં સમય લાગી શકે છે.
દુબઈ પોલીસે કરેલાં બે ટ્વીટ્સમાં જણાવ્યું હતું, “પોસ્ટ-મોર્ટમ રિપોર્ટના વિશ્લેષણ બાદ દુબઈ પોલીસે આજે જણાવ્યું હતું કે, ભારતીય અભિનેત્રી શ્રીદેવીનું મૃત્યુ તેમની હોટલના અપાર્ટમેન્ટના બાથટબમાં ડૂબી ગયા બાદ બેસુધ થઈ જવાને કારણે થયું હતું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજા ટ્વીટમાં દુબઈ પોલીસે જણાવ્યું હતું, “દુબઈ પોલીસે આ કેસ દુબઈ પબ્લીક પ્રોસિક્યુશનને સોંપવામાં આવ્યો છે. જે આ પ્રકારના કિસ્સામાં જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ હાથ ધરે છે.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો