અન્ના ચાંડી : ભારતમાં હાઈકોર્ટનાં જજ બનનારા પ્રથમ મહિલા
બીબીસી ગુજરાતી એવાં મહિલાઓની કહાણી લઈને આવ્યું છે, જેમણે લોકશાહીના પાયા મજબૂત કર્યા હતા.
એવી મહિલાઓ કે જેમણે અધિકાર માટે હાકલ કરી હતી. આ સમાજસુધારક મહિલાઓ હતી અને અનેક મહત્ત્વપૂર્ણ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા તરીકે તેઓ ઓળખાય છે.
અન્ના ચાંડીનો જન્મ 1905માં ત્રાવણકોરમાં થયો હતો. ત્રાવણકોરને બાદમાં કેરળ રાજ્યમાં ભેળવી દેવાયું હતું.
અન્ના ચાંડી કેરળ રાજ્યમાં કાયદાની ડિગ્રી હાંસલ કરનારાં પહેલાં મલયાલી મહિલા ગણાય છે.
વર્ષ 1959માં તેઓ કેરળ હાઈકોર્ટના પ્રથમ મહિલા જજ બન્યાં હતાં.
નારીવાદિ વિચારધારા ધરાવતાં અન્ના ચાંડીએ મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો અને પરંપરાગત રીતે મહિલાઓને જે જવાબદારીઓ સોંપવામાં આવી હતી, એમાં બદલાવ કર્યો.
કેરળમાં પરણિત મહિલાઓને સરકારી નોકરી આપવાનો વિરોધ થઈ રહ્યો હતો, ત્યારે અન્ના ચાંડીએ મહિલાના પક્ષમાં ભાષણ આપ્યું હતું.
તેઓ પોતાના સામયિક 'શ્રીમતી' દ્વારા રાજ્યમાં મહિલા અનામતની માગ ઉઠાવતાં રહ્યાં હતાં.
જેને પગલે કેરળમાં સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે માર્ગ મોકળો થયો.
બીબીસી ગુજરાતી આવાં 10 મહિલાઓની કહાણીઓ લઈ આવ્યું છે.
આ વિશેષ શ્રેણીની આ પહેલાંની કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો:
- રુકૈયા બેગમ : જેમના એક લેખથી હોબાળો થઈ ગયો
- ડૉ મુથુલક્ષ્મી રેડ્ડી : એ મહિલા જેઓ દેવદાસીની પ્રથા સામે જંગે ચડ્યાં
- ચંદ્રપ્રભા સૈકિયાની : જેમના અવાજ પર મહિલાઓએ તોડી પાડી 'પડદાની દીવાલ'
- એ રખમાબાઈ રાઉત જેમણે મહિલાઓને 'લગ્નની ઉંમરની સહમતીનો કાયદો' અપાવ્યો
- એસએસસીનાં પ્રથમ મહિલા અધ્યક્ષ ઇંદરજિત કૌરની કહાણી
- સુગરા હુમાયુ મિર્ઝા : પડદામાં કેદ જિંદગી છોડીને સ્ત્રીઓનો અવાજ બનવાની કહાણી


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો





