ચંદ્રપ્રભા સૈકિયાની : આસામમાં પડદાપ્રથા હઠાવવા પાછળનો મુખ્ય ચહેરો
બીબીસી ગુજરાતી એવાં મહિલાઓની કહાણી લઈને આવ્યું છે, જેમણે લોકશાહીના પાયા મજબૂત કર્યા છે.
એવી મહિલાઓ કે જેમણે અધિકાર માટે હાકલ કરી હતી. આ સમાજસુધારક મહિલાઓ હતી અને અનેક મહત્ત્વપૂર્ણ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા તરીકે તેઓ ઓળખાય છે.
ચંદ્રપ્રભા સૈકિયાનીએ આસામમાં ચાલી રહેલી પડદાપ્રથાને ખતમ કરવામાં મદદ કરી હતી, તેમણે મહિલાઓના શિક્ષણ પર ભાર મૂક્યો અને 13 વર્ષની વયે પ્રાથમિક શાળા ખોલી હતી.
ચંદ્રપ્રભા 1930માં અસહયોગ આંદોલનમાં જોડાયાં હતાં અને જેલવાસ પણ ભોગવ્યો હતો.
1947 સુધી તેઓ કૉંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતાં રહ્યાં હતાં.
વર્ષ 197માં તેમને તેમની કામગીરી બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં.
બીબીસી ગુજરાતી આવી મહિલાઓની કહાણીઓ લઈ આવ્યું છે. જેની પ્રથમ કહાણી છે તામિલનાડુના ડૉ. મુથુલક્ષ્મી રેડ્ડીની છે, જેને વાંચવા અહીં ક્લિક કરો.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


