એસએસસીનાં પ્રથમ મહિલા અધ્યક્ષ ઇંદરજિત કૌરની કહાણી
બીબીસી ગુજરાતી એવાં મહિલાઓની કહાણી લઈને આવ્યું છે, જેમણે લોકશાહીના પાયા મજબૂત કર્યા છે.
એવી મહિલાઓ કે જેમણે અધિકાર માટે હાકલ કરી હતી. આ સમાજસુધારક મહિલાઓ હતી અને અનેક મહત્ત્વપૂર્ણ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા તરીકે તેઓ ઓળખાય છે.
ઇંદરજિત કૌર પંજાબી યુનિવર્સિટીનાં પહેલાં વાઇસ ચાન્સેલર અને સ્ટાફ સિલેક્શન કમિશનનાં પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં હતાં.
તેમણે મહિલાઓના અધિકારો માટે અનેક નવપ્રસ્થાનો કર્યાં અને અનેક મુકામો હાંસલ પણ કર્યા.
તેમના પિતા કર્નલ શેરસિંહ સંધુ એક પ્રગતિશીલ વ્યક્તિ હતા અને તેમના સહયોગથી ઇંદરજિત 10મા ધોરણ બાદ આગળના અભ્યાસ માચે લાહોર જતાં રહ્યાં હતાં.
ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે તેમણે માતા સાહેબ કૌર દળની સ્થાપના કરવામાં મદદ કરી હતી.
તેમણે એક કર્મશીલની ભૂમિકા નિભાવી અને શરણાર્થીઓ સુધી દરેક પ્રકારની મદદ પહોંચાડવામાં અને પુનર્વસનમાં સહયોગ આપ્યો.
તેમની સમગ્ર કહાણી માટે જુઓ બીબીસી ગુજરાતીનો વિશેષ વીડિયો અહેવાલ.
બીબીસી ગુજરાતી આવાં 10 મહિલાઓની કહાણીઓ લઈ આવ્યું છે.
આ વિશેષ શ્રેણીની આ પહેલાંની કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો:


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો



