You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપના કારણે 2000થી વધુનાં મોત
- પ્રથમ ઝાટકાની કેટલીક મિનિટો બાદ ફરી એક શક્તિશાળી ઝાટકા અનુભવાયો હતો. ત્યાર બાદ અનેક કેટલાય ઑફ્ટરશૉક આવ્યા
- તુર્કી સહિત આસપાસના વિસ્તાર એક પછી એક કેટલાક આફ્ટરશૉક આવ્યા છે
- તુર્કી સહિત લેબનાન, સીરિયા, સાઇપ્રસ, ઇઝરાયલ અને પેલેસ્ટાઇનમાં ભૂકંપના ઝાટકા આવ્યા હતા
- ભૂકંપ પછી રાષ્ટ્રપતિ અર્દોઆને દેશમાં કટોકટી લાદવામાં આવી છે. રાહત અને બચાવકાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે
- અધિકારીઓ અનુસાર તુર્કી અને સીરિયામાં અત્યાર સુધી 170થી વધારે લોકોનાં મોત થયાં છે. તુર્કીમાં અત્યાર સુધી 76 અને સીરિયામાં સો લોકોનાં મોત થયાં છે
- ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તુર્કી અને સીરિયમાં આવેલા ભૂકંપમાં મરનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે
સમાચાર એજન્સીઓ અનુસાર તુર્કીમાં ફરી એક વાર ભૂકંપના તીવ્ર ઝાટકા અનુભવાયા.
આ પહેલાં તુર્કીમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધી 2000 કરતાં વધુ લોકોનાં મૃત્ય થઈ ચૂક્યાં છે. ઉપરાંત 5,300 કરતાં વધુ ઈજાગ્રસ્ત છે. સીરિયામાં ભારે તબાહી થઈ હતી.
તુર્કીમાં સોમવારે સવારે સતત ભૂકંપના બે શક્તિશાળી ઝાટકા આવ્યા બાદ ત્યારબાદ તુર્કી સરકારે કટોકટી લાદવાની જાહેરાત કરી છે.
બીબીસી તુર્કી સેવાના સંવાદદાતાઓએ જણાવ્યું હતું કે, ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં ઇમારતોને ભારે નુકસાન થયું છે.
અમેરિકી ભૂગર્ભીય સરવે 'યૂએસજીએસ' અનુસાર, ભૂકંપનો પ્રથમ આંચકો સીરિયાની સરહદ નજીક ગાજિએનટેપમાં કહમાનમારશ પાસે અનુભવાયો હતો.
યૂએસજીએસ અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી છે.
સમાચાર એજન્સી એએફપી અનુસાર, ભૂકંપનો પ્રથમ આંચકો સ્થાનિક સમયાનુસાર સવારે 4.17 કલાકે આવ્યો હતો. તેની થોડી જ ક્ષણો બાદ ભૂકંપનો બીજો આંચકો મધ્ય તુર્કીમાં અનુભવાયો હતો.
ભૂકંપના આંચકા તુર્કીની રાજધાની અંકારા અને અન્ય શહેરો સહિત લેબનાન, સીરિયા, સાઇપ્રસમાં પણ અનુભવાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઝડપથી વધી રહ્યો છે મૃત્યુઆંક
તુર્કીના ગૃહમંત્રી સુલેમાન શોયલૂએ કહ્યું છે કે, "ભૂકંપનો મોટી અસર દેશના 10 શહેરો પર પડી છે. જેમાં કહમાનમારશ, હૅટે, ગાઝિએનટેપ, ઓસ્માનિયે, અદિયામાન, સનલિઉર્ફા, મલેટિયા, ઉદાના, દિયારબાકિએર અને કિલિસ છે."
ભૂકંપ બાદ મળેલી માહિતી અનુસાર, તુર્કી અને તેના પડોશી સીરિયામાં આના કારણે 2000 કરતાં વધુ લોકોનાં મોત થયાં છે.અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુનો આ આંકડો ઝડપથી વધી રહ્યો છે.
તુર્કીના ઉપરાષ્ટ્રપતિ ફુઆત ઓક્ટાએ એ કહ્યું છે કે, દેશમાં ભૂકંપના કારણે મૃત્યુઆંક 284 થઈ ચૂક્યો છે, જ્યારે ઘાયલોની સંખ્યા 2,323 થઈ ગઈ છે.
સીરિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, અહીં અત્યાર સુધી 237 લોકોના મરવાની અને 600થી વધુ લોકોના ઘાયલ થવાના સમાચાર છે.
સીરિયનના મલેટિયા શહેરના ગવર્નરનું કહેવું છે કે, ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 23 લોકોનાં મોત થયાં છે.તેમનું કહેવું છે કે શહેરમાં 42 લોકો ઘાયલ થયા છે અને લગભગ 140 ઈમારતોને નુકસાન થયું છે.
ઉસ્માનિયે શહેરના ગવર્નરે પાંચ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.તેની સાથે સાનલીઉર્ફામાં 17 અને દિયારબાકીરમાં છ લોકોનાં મોતના સમાચાર છે.
શક્તિશાળી ભૂકંપ
અમેરિકન ભૂગર્ભીય સર્વે યુએસજીએસ અનુસાર, હાલ મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી છે.
યુએસજીએસ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર તુર્કીના 26 કિમી દૂર પૂર્વમાં નૂરદામાં છે. આ વિસ્તાર ગાઝિએનટેપ પાસે આવેલો છે.
ગાઝિએનટેપની વસતી અંદાજે 20 લાખ છે, જેમાં પાંચ લાખ સીરિયન શરણાર્થી છે. માનવામાં આવે છે કે ભૂંકપથી મોટા પાયે જાનમાલને નુકસાન થયું હોઈ શકે છે.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, જર્મન રિસર્ચ સેન્ટર ઑફ જિયોસાઇન્સિઝ (જીએફજી)ના હવાલાથી ભૂકંપની તીવ્રતા 7.7ની ગણાવી છે. જીએફજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું.
સમાચાર એજન્સી એએફપી 7.9ની તીવ્રતા દર્શાવી છે.
ગાઝિએનટેપ પાસે આવેલા ભૂકંપના ઝટકા આખા વિસ્તારમાં અનુભવાયા હતા. તુર્કીના સરકારી પ્રસારક ટીઆરટી અનુસાર ભૂકંપના આંચકા બાદ લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા અને રસ્તા પર જમા થઈ ગયા હતા.
તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆનું નિવેદન
તુર્કીના રાષ્ટ્રપતિ રિચેપ તૈય્યપ અર્દોઆને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં શરૂ કરેલા બચાવકાર્યની માહિતી ટ્વિટર પર આપી હતી.
તેમણે લખ્યું કે, "હું કહમાનમારશ સહિત દેશના બીજા વિસ્તારોમાં ભૂકંપ પ્રભાવિત નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. અમારા બધાં બચાવદળો એએફએડીના સમન્વયમાં સક્રિય રૂપથી કામ કરી રહ્યા છે.
અમારી તપાસ અને બચાવટીમોને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવી છે. આની સાથે જ ગૃહમંત્રાલય સહિત તમામ અન્ય એજન્સીઓ તરફથી બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે."
પહેલાં પણ આવતા રહ્યા છે ભૂકંપના ઝાટકા
- ભૂંકપના સંદર્ભમાં વિસ્તાર દુનિયાના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાં આવે છે. અહીંયા આવતા 20 વર્ષમાં શક્તિશાળી ભૂકંપ આવ્યા છે.
- 2020 જાન્યુઆરીમાં અહીંના એલાઝિગમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં લગભગ 40થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.
- આ વર્ષે ઑક્ટોબરમાં એજિયન સાગરમાં 7.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 114 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને હજારથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
- 1999માં દૂજામાં 7.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં 17 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયું હતું તેમાં માત્ર ઇસ્તાંબુલમાં એક હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો