'શેતાની નજર' શું હોય છે અને એ ખરેખર નુકસાન પહોંચાડી શકે?

શેતાની નજર

ઇમેજ સ્રોત, Alamy

    • લેેખક, કોએન હરજેતાઈ
    • પદ, બીબીસી ફીચર

પ્રાચીન ઇજિપ્તમાં સુરક્ષા, શાહી શક્તિ અને સારા સ્વાસ્થ્યનું પ્રતીક એવી ઘોડાની આંખથી લઈને અમેરિકન મૉડલ જીજી હદીદ સુધી, આંખોએ હજારો વર્ષોથી માનવીય કલ્પનાઓ ઉપર કબજો જમાવ્યો છે.

જ્યારે દુનિયાની રહસ્યમય શેતાની શક્તિઓથી બચવાની વાત આવે ત્યારે કદાચ સૌથી વધુ વિશ્વાસ 'શેતાની નજર' પર કરવામાં આવે છે. નજરબંધી કરવા અને તેને તોડવા માટે અસરકારક ગણાતી યુક્તિઓ દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાય છે.

વાદળી આંખનું ચિત્ર ફક્ત ઇસ્તંબૂલનાં બજારોમાં જ નહીં, પણ ઍરોપ્લેનથી લઈને કૉમિક પુસ્તકોનાં પાનાં સુધી દરેક જગ્યાએ પથરાયેલું છે.

છેલ્લા એક દાયકામાં ફેશનની દુનિયામાં એવી તસવીરો અવારનવાર સામે આવતી રહે છે. અમેરિકન મૉડલ કિમ કાર્દાશિયને અનેક પ્રસંગોએ સ્પોર્ટ્સ બ્રેસલેટ્સ અને હેડપીસ પહેરીને ફોટોગ્રાફ આપ્યા છે જેમાં આ પ્રતીકો (શેતાનની આંખ) છે. જ્યારે જીજી હદીદે 2017માં 'આઈ લવ' નામની જૂતાંની બ્રાન્ડ રજૂ કરીને આ ટ્રેન્ડને વધુ વેગ આપ્યો હતો.

જાણિતા લોકોના ટ્રેન્ડ બાદ શેતાની નજરથી બચવા માટે બ્રેસલેટ, નૅકલેસ અને કીરિંગ્સ બનાવવાની રીતો ઑનલાઇન શૅર કરવામાં આવી છે. હકીકત તો એ છે કે હજારો વર્ષોથી આંખના આ પ્રતીકની માનવકલ્પના પર મજબૂત પકડ છે.

લાઇન

સંક્ષિપ્તમાં: શા માટે લોકો 'શેતાની નજર'ની તાંત્રિક શક્તિમાં વિશ્વાસ કરે છે?

લાઇન
  • વાદળી આંખનું ચિત્ર ફક્ત ઇસ્તંબૂલનાં બજારોમાં જ નહીં, પણ ઍરોપ્લેનથી લઈને કૉમિક પુસ્તકોનાં પાના સુધી દરેક જગ્યાએ પથરાયેલું છે
  • હજારો વર્ષોથી આંખના આ પ્રતીકની માનવકલ્પના પર મજબૂત પકડ છે
  • આંખને જાપ્તા અને જાસૂસીના ડરનું પ્રતીક પણ માનવામાં આવે છે
  • શેતાની નજરના આધારને સમજવા માટે પહેલાં તાવીજ અને શેતાની નજર વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે
  • તાવીજ હજારો વર્ષોથી વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે અને શેતાની નજરની પરિકલ્પના એટલી જૂની છે કે તેના મૂળને શોધવું મુશ્કેલ છે
  • આંખનું પ્રતીક દરેક સંસ્કૃતિમાં એટલું ઊંડે વણાયેલું છે કે બાઇબલ અને કુરાન સહિત અનેક ધાર્મિક ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ મળે છે
  • ગ્રીક ગોરગુનોની 'હૃદયભેદક નજર'થી માંડીને આઇરિશ લોકકથાઓ કે જેમાં પુરુષો એક ઈશારા માત્રથી ઘોડાઓ પર કાબૂ મેળવી લેતા એ શું છે?
  • ઇસ્તંબૂલસ્થિત કલા ઇતિહાસના પ્રોફેસર ડૉ નેશે યિલ્દાર બીબીસી કલ્ચરને'શેતાની નજર સામે રક્ષણ માટેના તાવીજ'ની શું વાત કરે છે?
લાઇન

શેતાની નજરનો આધાર શું છે?

જીપ્સમ અલાબસ્ટરમાંથી કોતરવામાં આવેલ આંખના શિલ્પો 'તલ બરાક': મધ્ય પૂર્વીય દેશ સીરિયામાં ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા અને 3500 ઈસા પૂર્વના હોવાનું માનવામાં આવે છે.

ઇમેજ સ્રોત, METROPOLITAN MUSEUM OF ART

ઇમેજ કૅપ્શન, જીપ્સમ અલાબસ્ટરમાંથી કોતરવામાં આવેું આંખનાં શિલ્પ 'તલ બરાક ' સીરિયામાં ખોદકામ દરમિયાન મળી આવ્યાં હતાં અને ઇ.સ. પૂર્વે 3500 વર્ષ પહેલાનાં હોવાનું માનવામાં આવે છે

શેતાની નજરના આધારને સમજવા માટે પહેલા તાવીજ અને શેતાની નજર વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.

વાદળી આંખવાળા તાવીજને મોટા ભાગે 'શેતાનની આંખ' તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તેનો હેતુ શેતાની નજરથી બચવાનો છે. એવું માનવામાં આવે છે કે દુશ્મનની ખરાબ નજરથી 'નજર લાગી જાય છે'.

આ તાવીજ હજારો વર્ષોથી વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે અને શેતાની નજરની પરિકલ્પના એટલી જૂની છે કે તેના મૂળને શોધવું મુશ્કેલ છે.

ટૂંકમાં શેતાની નજર અને તેની સંભવિત અસરોમાં વિશ્વાસ કરવો એ બહુ જટિલ અવધારણા નથી. તે એવી માન્યતામાંથી જન્મે છે કે જ્યારે કોઈ વ્યક્તિ મોટી સફળતા અથવા મોટું નામ કમાય ત્યારે તેની આસપાસના લોકોની ઈર્ષ્યા પણ તે વ્યક્તિ તરફ ખેંચાય છે.

'હમ્સા' એ હથેળીના કદનું તાવીજ છે જેની મધ્યમાં આંખ છે. તેને ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વના યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસ્લિમોએ પોતપોતાની સંસ્કૃતિમાં અપનાવ્યું હતું.

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, 'હમ્સા' એ હથેળીના કદનું તાવીજ છે જેની મધ્યમાં આંખ છે. તેને ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વના યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસ્લિમોએ પોતપોતાની સંસ્કૃતિમાં અપનાવ્યું હતું

એવું માનવામાં આવે છે કે આ ઈર્ષ્યા વ્યક્તિના સૌભાગ્ય માટે હાનિકારક છે. એમેસાના હૅલિઓડોરસની પ્રાચીન ગ્રીક રોમૅન્ટિક નવલકથા ઍથિઓપિકામાં આ પરિકલ્પનાનું વર્ણન કંઈક આ રીતે કરવામાં આવ્યું છે કે 'જ્યારે કોઈ માણસ ઈર્ષ્યાની નજરથી કંઈક સારું જુએ છે ત્યારે તે તેની આસપાસના વાતાવરણને હાનિકારક ગંધથી ભરી દે છે અને વાતાવરણમાં પોતાનો ઝેરી શ્વાસ ભરી દે છે.'

શેતાની નજરની આ માન્યતા વિવિધ સંસ્કૃતિઓની સાથે અનેક પેઢીઓ સુધી ફેલાયેલી છે. શેતાની નજર વિશેની પૌરાણિક કથાઓમાંની એક સૌથી વ્યાપક કૃતિ ફ્રેડરિક થૉમસ ઍલવર્થીની 'ધ એવિલ આઈ' છે.

આ અંધશ્રદ્ધાની એક પ્રાચીન કથા છે. ઍલવર્થી અનેક સંસ્કૃતિઓમાં પ્રતીકનાં ઉદાહરણોને શોધે છે. ગ્રીક ગોરગુનોની 'હૃદયભેદક નજર'થી માંડીને એક ઈશારા માત્રથી ઘોડાઓ પર કાબૂ મેળવી લેતા પુરુષોની આઇરિશ લોકકથાઓ સુધી દરેક સંસ્કૃતિમાં ઉદાહરણ રૂપે 'શેતાની નજર' વિશેની કાલ્પનિક કહાણી મોજૂદ છે.

આંખનું પ્રતીક દરેક સંસ્કૃતિમાં એટલું ઊંડે વણાયેલું છે કે બાઇબલ અને કુરાન સહિત અનેક ધાર્મિક ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ મળે છે.

line

આંખના બદલે આંખ

પ્રાચીન ઇજિપ્તમાં, મૃત્યુ પછી તેમની રક્ષા માટે ઘોડાની આંખને ફિરોના (પ્રાચીન ઇજિપ્તના સમ્રાટનું બિરુદ) સાથે દફનાવવામાં આવતી હતી.

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, પ્રાચીન ઇજિપ્તમાં, મૃત્યુ પછી તેમની રક્ષા માટે ઘોડાની આંખને ફિરોના (પ્રાચીન ઇજિપ્તના સમ્રાટનું બિરુદ) સાથે દફનાવવામાં આવતી હતી.

શેતાની નજરમાં વિશ્વાસ કરવો એ અંધશ્રદ્ધા કરતાં વિશેષ છે. ઘણા પ્રસિદ્ધ વિચારકો તેના સત્યની પુષ્ટિ કરે છે.

સૌથી પ્રસિદ્ધ ઉદાહરણોમાંનું એક ઉદાહરણ એટલે ગ્રીક ફિલસૂફ પ્લુટાર્ક, એમણે તેમના પુસ્તક 'સિમ્પોઝિક્સ'માં એક વૈજ્ઞાનિક વ્યાખ્યાની દરખાસ્ત કરી હતી કે માનવ આંખમાં ઊર્જાનાં એવાં અદૃશ્ય કિરણો ઉત્સર્જિત કરવાની શક્તિ રહેલી છે જે કેટલાક કિસ્સાઓમાં બાળકો કે નાનાં પ્રાણીઓને મારી શકે એટલા બળવત્તર પણ હોય છે.

પ્લુટાર્ક આ ઉદાહરણ આપતા કહે છે કે કાળા સમુદ્રની દક્ષિણમાં કેટલીક ગૅન્ગ શેતાની નજરનો ઉપયોગ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે વાદળી આંખોવાળા લોકોમાં 'હિપ્નોટાઇઝ' કરવાની ક્ષમતા હોય છે.

મૉડેલ ગીગી હદીદ દ્વારા લૉન્ચ કરવામાં આવેલી જૂતાની બ્રાન્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૉડલ ગીગી હદીદ દ્વારા લૉન્ચ કરવામાં આવેલી જૂતાંની બ્રાન્ડ

એ તો સામાન્ય સિદ્ધાંત છે કે કેટલાક લોકોની આંખો વધુ શક્તિશાળી હોય છે જે નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ જરૂરી નથી કે શેતાની નજરનો સંબંધ કોઈનું ખરાબ ઇચ્છવા સાથે જ હોય.

કેટલીક સંસ્કૃતિઓમાં તેને એક બોજ ગણવામાં આવ્યો છે, એટલે કે દુર્ભાગ્ય નોતરવાની ક્ષમતા - એ પોતે દુર્ભાગ્યનું જ એક સ્વરૂપ છે.

ઉદાહરણ તરીકે, ઍલવર્થીએ પોલૅન્ડની એક પ્રાચીન લોકકથાને ટાંકી છે, જેમાં એક એવી વ્યક્તિ વિશે વાત કરાઈ છે, જેની આંખો એટલી ખરાબ નજરવાળી હતી કે તેણે તેના પ્રિયજનોને દુર્ભાગ્યથી બચાવવા માટે પોતાની આંખો જ ફોડી નાખી હતી.

એવી પણ વ્યાપક માન્યતા છે કે એક શેતાની નજર કોઈ પણ બરબાદ કરી નાખતા દુર્ભાગ્યને હવાલે કરી શકે છે.

જોકે એમાં એ વાતની નવાઈ નથી કે આ પ્રાચીન સંસ્કૃતિના લોકોએ આનો એક ઉપાય પણ શોધી કાઢ્યો, જેના કારણે શેતાની નજરને દૂર કરવા માટે તાવીજની શરૂઆત થઈ. લોકો આજે પણ તેનો ઉપયોગ કરે છે.

line

તાવીજનો ઉપયોગ ક્યારથી શરૂ થયો?

'લુક ઑફ ગોડ' પ્રતીક ફ્રીમેસન્સના પ્રતીકોમાં વારંવાર ઉપયોગ માટે પ્રખ્યાત છે. આ પ્રતીક યુએસ ડૉલરની નોટની અવળી બાજુ પર પણ મોજૂદ છે.

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, 'લુક ઑફ ગૉડ' પ્રતીક ફ્રીમેસન્સના પ્રતીકોમાં વારંવાર ઉપયોગ માટે પ્રખ્યાત છે

ઇસ્તંબૂલસ્થિત કલા ઇતિહાસના પ્રોફેસર ડૉ. નેશે યિલ્દારને બીબીસી કલ્ચરને જણાવ્યું કે 'શેતાની નજર સામે રક્ષણ માટે તાવીજનું સૌથી જૂનું સ્વરૂપ 3,300 ઈ.સ. પૂર્વેનું છે.'

આ તાવીજ આજના સીરિયાના અને તે કાળના મૅસોપોટેમિયાનાં સૌથી જૂનાં શહેરોમાં પૈકી એક એવા તલ બરાકમાં ખોદકામ દરમિયાન મળી આવ્યાં હતાં. અહીંથી કપાયેલી આંખોથી બનેલી મૂર્તિઓ પણ નિકળી હતી.

તલ બરાકનાં પ્રાચીન અલબાસ્ટર શિલ્પો આજે આપણે જોઈએ છીએ તે વાદળી-કાચના તાવીજથી અલગ છે. તેના પ્રારંભિક સ્વરૂપો ઇ.સ. પૂર્વે 1500ના નથી જોવા મળતાં. તો ઉત્ક્રાંતિની આ પ્રક્રિયા કેવી રીતે આગળ વધી?

'વાદળી રંગના સંબંધ'ની વાત કરીએ તો તે સૌપ્રથમ ચોક્કસપણે ઇજિપ્તની ચળકતી માટીમાંથી આવે છે, જેમાં ઑક્સાઇડની વધુ માત્રા હોય છે. તેને તપાવતાં કૉપર અને કોબાલ્ટ તેને વાદળી રંગ આપે છે.

પ્રાચીન સભ્યતામાં, માળા અથવા હારના મોતી પર આંખનું પ્રતીક બનાવવામાં આવતું હતું.

ઇમેજ સ્રોત, METROPOLITAN MUSEUM OF ART

ઇમેજ કૅપ્શન, પ્રાચીન સભ્યતામાં, માળા અથવા હારનાં મોતી પર આંખનું પ્રતીક બનાવવામાં આવતું

આંખને જાપ્તા અને જાસૂસીના ડરનું પ્રતીક પણ માનવામાં આવે છે. યિલદરાને ઇજિપ્તમાં ખોદકામ દરમિયાન મળી આવેલાં કેટલાંક હોરસ માદળિયાંની વાદળી-આંખોને ટાંકીને કહ્યું છે કે તેને પ્રારંભિક શેતાની નજરના આધુનિક તાવીજના વધુ પ્રભાવશાળી પૂર્વજ તરીકે જોવામાં આવે છે.

યિલદરાનના જણાવ્યા મુજબ, પ્રારંભિક તુર્ક કબીલા તેમના આકાશના દેવ 'તંજેરી' (ટેંગરી) સાથેના જોડાણને કારણે આ વાદળી રંગ પ્રત્યે ઊંડી આસ્થા ધરાવતા હતા અને સંભવતઃ તે કારણે કોબાલ્ટ અને તાંબાનો ઉપયોગ કરતા હતા.

આ પ્રદેશમાં વાદળી આંખ જેવાં મોતીની માળાનો વ્યાપકપણે ઉપયોગ થતો હતો, જેનો ઉપયોગ ફોનિશિયન, અસીરિયન, ગ્રીક, રોમનો અને કદાચ સૌથી વધુ ઓટ્ટોમન યુગના લોકો કરતા હતા.

line

તેના અર્થથી અજાણ?

શેતાની નજર

ઇમેજ સ્રોત, Alamy

વાદળી આંખ વિશે જે સૌથી આકર્ષક છે એની પૌરાણિકતા માત્ર જ નથી, પરંતુ હજારો વર્ષોના ઉપયોગ દરમિયાન તેમાં આવેલા થોડો બદલાવની હકીકત પણ છે.

આપણે આજે પણ આપણાં વિમાનોની આસપાસ ચારે તરફ વાદળી આંખો એવી રીતે લગાવીએ છીએ જેવી રીતે ઇજિપ્તવાસીઓ અને ઍટ્રસ્કેનને સુરક્ષિત માર્ગની ખાતરી કરવા માટે તેમનાં વહાણો પર લગાવી હતી.

તુર્કીમાં (ભારતમાં પણ) શેતાની નજરથી બચાવવા નવજાત શિશુને કાળી ટીલીનું નિશાન કરવામાં આવે છે, કારણ એવું માનવામાં આવે છે કે નાનાં બાળકો જલદી નજરાઈ જાય છે.

પરંતુ કોઈ એમાં નવાઈ પામવા સિવાય બીજું કશું કરી શકતું નથી કે શું આધુનિક દુનિયાનાં સાધનોની સાથે તેનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે, તેના અર્થ અને ઈતિહાસ નવા રંગોમાં ઢળી રહ્યો છે.

આંખનો ઇતિહાસ ઘણો જૂનો છે અને તેની સાથે અનેક લોકોની સંસ્કૃતિ જોડાયેલી છે. એટલા માટે ઘણા આધુનિક વપરાશકર્તાઓ કે જેઓ વાદળી આંખના પ્રતીકનો ઉપયોગ કરે છે તેઓ વાસ્તવમાં આ વારસાને કારણે તેની સાથે જોડાયેલા છે.

શેતાની નજર

ઇમેજ સ્રોત, KINO

ઉદાહરણ તરીકે, કિમ કાર્દાશિયન અને જીજી હદીદ બંને એવી સંસ્કૃતિઓ સાથે સંબંધ ધરાવે છે જેમાં શેતાની નજરની પરિકલ્પના મોજૂદ છે.

યિલદરાન નથી માનતા કે આ કોઈ સમસ્યા છે. "શેતાની નજર તે ચિંતાથી ઉપર છે, કારણ કે તે એક વિશાળ ભૂગોળનો ભાગ છે અને આપણને શેતાની નજરથી મેળવેલાં તાવીજનાં વિવિધ સ્વરૂપો જોવા મળતાં રહેશે.

જોકે સાંસ્કૃતિક, ભૌગોલિક અથવા ધાર્મિક પ્રતીકમાં સીમાઓ પાર કરવાની ક્ષમતા હોય છે અને તે માત્ર એક સ્વરૂપ અથવા ફેશન સ્ટેટમેન્ટ ન બની રહેતાં આગળ વધીને નવા અર્થો સર્જતાં રહે છે.

શેતાની નજર એ પ્રાચીન સભ્યતાના એ શરૂઆતના અવશેષો પૈકીની એક છે, જે માણસની કેટલીક સૌથી સ્થાયી અને ગહન માન્યતાઓ તરફ નિર્દેશ કરે છે.

જો એ ખરેખર એવી કોઈ વસ્તુ છે જેમાં તમે વિશ્વાસ કરો છો તો પછી એવા પ્રકારના જ્ઞાન વિના તાવીજ પહેરવાથી તેની રક્ષણાત્મક ક્ષમતા નિરસ્ત થઈ જાય છે અને વધુમાં તે વધુ દુર્ભાગી નસીબનું કારણ બની શકે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન