વીંછીના એક લિટર ઝેરની કિંમત 80 કરોડ રૂપિયા, શું છે તેનો ઉપયોગ?

ઇમેજ સ્રોત, Getty Images

- સામાન્ય રીતે ઝેર પ્રાણઘાતક મનાય છે પરંતુ શું આપ જાણો છો કે વીંછીનું ઝેર કરોડો રૂપિયાની કિંમતે વેચાય છે?
- શું છે આ અધધ કિંમતનાં કારણો, શું છે તેના ઉપયોગ?
- સામાન્ય રીતે ડ્રગ્સ મનાતા વીંછીના ઝેરને યુરોપમાં વેચીને ઘણા વીંછીપાલકો કમાણી કરી રહ્યા છે

જો સૌથી ઝેરી જીવોની યાદી તૈયાર કરવામાં આવે તો વીંછીનો તેમાં સમાવેશે થવાનું નક્કી જ છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે વીંછીના ઝેરની કિંમત કરોડોમાં છે.
તુર્કીમાં વીંછીનો ઉછેર કરતી એક લૅબમાં દરરોજ બે ગ્રામ જેટલું વિષ કાઢવામાં આવે છે. વીંછીને બૉક્સમાંથી બહાર કાઢ્યા બાદ લૅબના કર્મચારીઓ વીંછી મળના કણ વેરે તેની રાહ જુએ છે. તે બાદ તેને ફ્રીઝ કરીને તેનું પાઉડર બનાવીને તેને વેચવામાં આવે છે. મેડિન ઓરેનલર પણ આ હેતુ માટે જ વીંછી માટે એક ફાર્મ ચલાવે છે.
બીબીસી સાથેની વાતચીતમાં આ ફાર્મ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, "અમારી પાસે હાલ 20 હજાર વીંછી છે. અમે તેમને બરોબર ભોજન આપીએ છીએ, તેમની કાળજી રાખીએ છીએ અને તેમનું બ્રીડિંગ કરાવીએ છીએ, અમે તેમનું મળ ભેગું કરીએ છીએ, તેનું પાઉડર બનાવીને તેને યુરોપમાં વેચીએ છીએ."

એક વીંછીમાં બે મિલિગ્રામ જેટલું ઝેર હોય છે. તેઓ કહે છે કે, "અમને 300-400 વીંછીમાંથી એક ગ્રામ ઝેર મળે છે."
જો આ વસ્તુ વેચાતી હોય તો અન્ય પ્રશ્ન એ છે કે તેની કિંમત કેટલી?
તેમણે જણાવ્યું કે એક લિટર વીંછીના ઝેરની કિંમત 80 કરોડ રૂપિયા છે.

મેડિકલ સારવારમાં વીંછીનું ઝેર
અભ્યાસ પરથી ખબર પડી છે કે વીંછીના ઝેરમાંથી મળી આવતું તત્ત્વ માર્કાટૉક્સિન એ હૃદયની બાયપાસની સર્જરી વખતે કામ લાગે છે તેમજ નવા રક્ત કોષ બનાવવામાં મદદરૂપ થાય છે.
આ પ્રકારની વીંછીઓ જે પાંચથી આઠ સેન્ટિમિટર સુધીના કદ સુધી વધી શકતી હોય તે માનવના જીવ માટે જોખમી નથી હોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુનિવર્સિટી ઑફ લીડ્સમાં જીવવિજ્ઞાનના પ્રોફેસર અને અભ્યાસના મુખ્ય લેખક ડેવિડ બીચ કહે છે કે, "આ વીંછીઓનું ઝેર ખૂબ શક્તિશાળી હોય છે."
તેમણે કહ્યું કે, "તે ડ્રગ્સ ગણાતું હોવા છતાં, તેને ઇંજેક્ટ કરવું, સૂઘવું એ યોગ્ય નથી. પરંતુ તે આંતર્શિરા માધ્યમે સ્પ્રે કરવાની પદ્ધતિ અપનાવાય છે."
આ અભ્યાસ વેલકમ ટ્રસ્ટ, બ્રિટિશ મેડિકલ રિસર્ચ કાઉન્સિલ અને બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનની નાણાકીય સહાય દ્વારા થયો છે.
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના મેડિકલ ડિરેક્ટર પ્રોફેસર પીટર વાઇસબર્ગ કહે છે કે માનવ માટે જોખમી આવાં તત્ત્વનો મેડિકલ સાયન્સમાં ઉપયોગ કરી માણસની સુખાકારી સુનિશ્ચિત કરવાનો માર્ગ એક સારું ઉદાહરણ છે.
વીંછીના ઝેર અંગે ઘણાં વર્ષોથી અભ્યાસ થઈ રહ્યો છે. આના પરિણામ સ્વરૂપે મેડિકલ સાયન્સમાં ઘણાં નવાં સંશોધનોને પ્રેરણા મળી છે.

ઇમેજ સ્રોત, Getty Images
હવે તો તે એક ખરીદ-વેચાણની વસ્તુ બની ગઈ છે. જેના માટે લોકો કરોડો રૂપિયા ચૂકવવા તૈયાર છે. આ વિષ રોગપ્રતિકારક શક્તિને નિયંત્રણમાં રાખવા, કૉસ્મેટિક્સ અને દુખાવાના ઇલાજ માટે પણ ઉપયોગી છે.
વર્ષ 2020માં નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર વીંછીનું ઝેર ઝેરની અસરોના નિવારણ માટે અને તેને લગતી થેરપી માટે ખૂબ ઉપયોગ છે.
(આ લેખ બીબીસી ગુજરાતી પર સૌપ્રથમ 22 ઑગસ્ટ 2024ના દિવસે પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













