વૉટ્સઍપ ગ્રૂપમાંથી હવે ચુપચાપ નીકળવું બનશે શક્ય? 'લાસ્ટ સીન' પર પણ હશે નિયંત્રણ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લિવ મેકમોહન દ્વારા
- પદ, ટેકનૉલૉજી ટીમ

- નવા ફીચર્સ અનુસાર, હવે યુઝર્સ ચુપચાપ ગ્રૂપ ચેટ્સ છોડી શકશે
- તેમનું ઓનલાઈન સ્ટેટસ કોણ જોઈ શકે તે નિયંત્રિત કરી શકશે
- વ્યુ-વન્સ મેસેજ પર સ્ક્રીનશૉટ બ્લૉક કરી શકશે

મેટાએ વૉટ્સઍપ યૂઝર્સ માટે નવાં પ્રાઇવસી ફીચર્સ જાહેર કર્યાં છે.
નવાં ફીચર્સ અનુસાર, હવે યૂઝર્સ ચુપચાપ ગ્રૂપ ચૅટ્સ છોડી શકશે, તેમનું ઑનલાઇન સ્ટેટસ કોણ જોઈ શકે તે નિયંત્રિત કરી શકશે અને વ્યુ-વન્સ મૅસેજ પર સ્ક્રીનશૉટ બ્લૉક કરી શકશે.
મેટાના ચીફ ઍક્ઝિક્યુટિવ માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે નવાં પ્રાઇવસી ફીચર્સથી વૉટ્સઍપ મૅસેજિંગને "સામ-સામેની વાતચીતની જેમ ખાનગી અને સુરક્ષિત" રાખવામાં મદદ મળશે.
આ ફીચર્સ સૌથી પહેલાં યુકેમાં લાગુ કરવામાં આવશે ત્યાર બાદ વિશ્વમાં અન્ય દેશોમાં પણ આ ફીચર્સ લાગુ કરાશે.

ગ્રૂપમાંથી ચુપચાપ નિકળી શકાશે

ઇમેજ સ્રોત, WHATSAPP
વૉટ્સઍપમાં હાલમાં ગ્રૂપ ચૅટમાંથી કોઈ સભ્ય નીકળી જાય અથવા તો કોઈ સભ્યને ઍડમિન દ્વારા દૂર કરવામાં આવે તો ગ્રૂપના તમામ સભ્યોને આપોઆપ ગ્રૂપ છોડી જનાર વ્યક્તિની જાણ થાય છે.
ગ્રૂપ ચૅટમાંથી દૂર કરતી વખતે અથવા ગ્રૂપ ચૅટમાંથી નિકળતી વખતે યૂઝર "ગ્રૂપમાંથી બહાર નીકળો" પસંદ કરે છે ત્યારે ચુપચાપ છોડવાનો વિકલ્પ તેમને રજૂ કરવામાં આવતો નથી. આ કારણે ગ્રૂપ છોડનાર વ્યક્તિ અશિસ્ત, નાટકીય લાગી શકે છે અને જેમનું ધ્યાન દોરવા ન માગતી હોવા છતાં ગ્રૂપના તમામ સભ્યોનું ધ્યાન ખેંચાઈ શકે છે.
વૉટ્સઍપમાં હાલમાં ગ્રૂપમાંથી કોઈ બહાર નીકળે અથવા દૂર કરવામાં આવે તો તેની જાણ ગ્રૂપના તમામ સભ્યોને થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્રૂપ ચૅટમાં આને બંધ કરવાની રીત તો છે પરંતુ જ્યારે કોઈ ગ્રૂપ છોડવા માગે ત્યારે તેમના માટે આવો કોઈ વિકલ્પ નથી કે તેઓ ચુપચાપ ગ્રૂપમાંથી ઍક્ઝિટ કરી શકે. જેને કારણે અનેક વખત મૂંઝવણ ભરેલી પરિસ્થિતિ ઊભી થાય છે.
પરંતુ હવે, તમામ ગ્રૂપ ચેટ ગ્રૂપ ઍડમિન સિવાય અન્ય તમામ યૂઝર્સને સૂચિત કર્યા વિના જ છોડી શકાશે.
વૉટ્સઍપના પ્રૉડક્ટ હેડ અમી વોરાએ જણાવ્યું હતું કે આ "ફીચર્સ એવાં બનાવવામાં આવ્યાં છે કે (વૉટ્સઍપના) પ્લૅટફૉર્મ પર લોકોને તેમના સંદેશો પર વધુ નિયંત્રણ અને ગોપનીયતા રાખવા માટે સક્ષમ બનાવે છે".
તેમણે કહ્યું, "અમે માનીએ છીએ કે વૉટ્સઍપ એ ગોપનીય રીતે વાતચીત કરવા માટે સૌથી સુરક્ષિત સ્થળ છે."
"આ સ્તરે અન્ય કોઈ વૈશ્વિક મૅસેજિંગ સેવા તેમના યૂઝર્સના સંદેશાઓ, મીડિયા, વૉઇસ મૅસેજ, વીડિઓ કૉલ અને ચૅટ બૅક-અપ્સ માટે આ સ્તરની સુરક્ષા પ્રદાન કરતી નથી."
વૉટ્સઍપનાં નવાં ફીચર્સમાં યૂઝર્સને તેઓ પ્લૅટફૉર્મ પર ક્યારે સક્રિય છે તે જોવા માટે અમુક ચોક્કસ સંપર્કોને અથવા કોઈને પણ નહીં મંજૂરી આપવાનો વિકલ્પ આપવામાં આવેલો જોવા મળશે. સેટિંગ્સમાં "લાસ્ટ સીન" અંગે અન્ય વિકલ્પો આપવામાં આવશે.
ધ એલન ટ્યુરિંગ ઇન્સ્ટિટ્યૂટના સંશોધન સહયોગી જેનિસ વૉંગે બીબીસી ન્યૂઝને કહ્યું: "યૂઝર્સને વધુ નિયંત્રણ આપવું યોગ્ય છે - યૂઝર્સને વધુ નિયંત્રણ ગમે છે અને તે જરૂરી છે."
પરંતુ જ્યાં સુધી યૂઝર્સને ઍપમાં સુવિધાઓનો ઉપયોગ કરવા અથવા તેના વિશે સંપૂર્ણ વાકેફ કરવામાં ન આવે ત્યાં સુધી તેની અસર મર્યાદિત હોઈ શકે છે.
જેનિસ વૉંગે કહ્યું, "જો તે ડિફૉલ્ટ ન હોય અથવા જો યૂઝર્સને તેમના વિકલ્પો પર પુનર્વિચાર કરવા માટે સંકેત આપવામાં આવતો ન હોય તો તે જરૂરી નથી કે તે ખૂબ જ ઉપયોગી નિવડે. યૂઝર્સ જાણતા જ ન હોય કે આવુ કંઈક છે જે તેઓ કરી શકે છે તે તેનો લાભ નહીં મળે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














