એ દંપતી જે પોતાનું ખેતર 1,000 વર્ષ સુધી ટકાવી રાખવા મથે છે

કબિલા એ 300 એકરનું ખેતર છે અને તે કૉર્નવેલના બોડમિન મૂરમાં આવેલું છે

ઇમેજ સ્રોત, Amanda Ruggeri/BBC

ઇમેજ કૅપ્શન, કબિલા એ 300 એકરનું ખેતર છે અને તે કૉર્નવેલના બોડમિન મૂરમાં આવેલું છે
    • લેેખક, અમાન્દા રુગ્ગેરી
    • પદ, બીબીસી ટ્રાવેલ

મેં ક્યારેય ગ્લોરિયા જેવું ડુક્કર નથી જોયું. કાળું અને વાળ ધરાવતું, તેના કાન એટલા મોટા જાણે કે જમવાની થાળી. ગ્લોરિયાએ મને તેની સૂંઢથી દબાવીને કદાચ પછાડી જ દીધી હતી.

એક મોટા કાળા પ્રાણી તરીકે ગ્લોરિયા એક દુર્લભ પ્રાણી છે. પરંતુ પહેલાં તે સમગ્ર દક્ષિણ ઇંગ્લૅન્ડમાં જોવા મળતું પ્રાણી હતું. હવે આ પ્રકારના ડુક્કર માત્ર 300 જેટલાં જ રહ્યાં છે.

ગ્લોરિયાના માલિક મર્લિન હેન્બરી- ટેનિસન કહે છે, "આ શરમની વાત છે. આપણી એક સ્વસ્થ ઇકૉસિસ્ટમ માટે ગ્લોરિયા જેવા પ્રાણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે."

તેઓ ખેતરમાં પડેલા ખાબોચિયાં તરફ ઇશારો કરતાં કહે છે, "તે માટી ફેરવે છે અને ભીના ખાડા કરી નાખે છે. જો ગ્લોરિયા ન હોત તો કદાચ તે તેવું ન હોત. આવી જગ્યાઓથી નાનાં-નાનાં રહેઠાણો બને છે જેમાં જીવ-જંતુઓ પોતાનું ઘર બનાવી શકે છે. બીજને પણ રસ્તો મળે છે અને ઝાડ ત્યાં ઉગવાનું શરૂ કરે છે."

સફેદ રંગના સામાન્ય ડુક્કરમાં વજન હોતું નથી અને તેઓ વિસ્તારના મૂળ રહેવાસી પણ નથી. જ્યારે કાળા ડુક્કરનું વજન આશરે 300 કિલો જેટલું હોય છે.

પછી તેમણે દૂર દેખાતી એક ટેકરી તરફ ઇશારો કર્યો. ત્યાંનુ ઘાસ અને બધું જ એટલું સુંદર દેખાતું હતું કે લાગ્યું જાણે તે ઇંગ્લિશ બ્યૂટી જ છે.

વીડિયો કૅપ્શન, ગુજરાત લઠ્ઠા કાંડ : લોકો ગુસ્સામાં પોલીસ અને સરકાર વિશે શું બોલ્યા?

મર્લિન હેન્બરી કહે છે, "તે લીલું રણ છે. ત્યાં બીજું કંઈ જ નથી. આપણે તેને વ્યવસ્થિત કરવાની જરૂર છે અને તેના માટે ગ્લોરિયા જેવા પ્રાણી મદદરૂપ બની શકે છે."

આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનો તેમનો દૃષ્ટિકોણ પ્રભાવ પાડવા માટે કરેલી અત્યુક્તિ હોઈ શકે છે. પરંતુ તેમની પાસે મુદ્દો એ છે કે સદીઓથી બ્રિટનમાં ચાલતી ખેતીએ જમીનને સપાટ બનાવી દીધી છે, જે હંમેશાં માટે સારી નથી.

મર્લિન હવે તેમનાં પત્ની લિઝી સાથે આ સ્થિતિ સુધારવા મિશન શરું કર્યું છે અને તેના માટે તેમણે શરૂઆત પોતાના ઘરથી જ કરી છે, જેનું નામ છે કબિલા.

કબિલા એ 300 એકરનું ખેતર છે અને તે કૉર્નવેલના બોડમિન મૂરમાં આવેલું છે. કબિલાને મર્લિનના પિતાએ 1960માં ખરીદ્યું હતું અને ત્યારથી તે મર્લિનના પરિવારનો હિસ્સો છે. જ્યારે મર્લિન અને લિઝીએ 2018માં તેની દેખરેખની શરૂઆત કરી હતી, ત્યારથી તેઓ તેને ટકાઉ બનાવવા માગતા હતા. તેમના માટે કબિલા એક ખેતર કરતાં વધારે છે. તે તેમના માટે ઇકૉસિસ્ટમનું એક જટિલ નેટવર્ક છે જે મેદાન, નદી અને એક પ્રાચીન જંગલ છે અને યુરોપનું છેલ્લુ મધ્યમસર જંગલ છે.

અત્યાર સુધી તેમણે રુંવાદાર કિંમતી પ્રાણી લોકો સમક્ષ ફરી રજૂ કર્યા છે, 1 લાખથી વધારે ઓકના ઝાડ ઉગાડ્યાં છે, જંગલી ફૂલો ઉગાડ્યાં, આ જગ્યા મધમાખીઓ માટે સંરક્ષણનું સ્થળ બની, સાથે જ કબિલાએ 20 કરતાં વધારે યુનિવર્સિટીઓ સાથે કામ કર્યું છે અને કબિલાના ઇકૉસિસ્ટમ પર પ્રભાવની અસરને તેમજ મનુષ્યો માટે તેના ફાયદાઓ જાણવાનો પ્રયાસ કર્યો છે. તેઓ કહે છે કે આ માત્ર શરૂઆત છે. તેમનો ઉદ્દેશ છે કે તેમનું ખેતર કબિલા 1 હજાર વર્ષ ટકી રહે.

મર્લિન કહે છે, "ખેતરનો વિકાસ કરવાનો મતલબ છે ઘાસ ધરાવતી જમીનને ખેડતા રહેવું. તે તમારો વેપાર છે. તેનાથી ફાયદો થાય છે. તમે ઘાસ વાવો છો, તેનાથી પ્રાણીઓને ખવડાવો છે, પછી તેમાંથી તમે દૂધ વેચો છો અથવા તો તે પ્રાણીઓનું માંસ વેચો છે. જંગલમાં થોડી અસુવિધાઓ છે. જો તમે એમ કરી શકો કે તમે તેને કાપી નાખો અને વધારે ઘાસવાળી જમીન મેળવી શકો અને થોડાં વધારે પ્રાણીઓ પણ."

"પણ મને લાગ્યું કે હું મારો બધો જ સમય જંગલોમાં વિતાવતો અને મને ઘાસવાળી જમીનમાં મને રસ પડતો ન હતો. પરંતુ પછી મને લાગ્યું કે કદાચ આ થોડું ખોટું છે અને આપણે થોડું અલગ રીતે ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ."

line

ટકાઉ ખેતરનો પ્રયોગ

ગ્લોરિયા જેવા ડુક્કર તંદુરસ્ત ઇકોસિસ્ટમનો મહત્વપૂર્ણ ભાગ છે," એમ તેના માલિક મર્લિન હેનબરી-ટેનિસને કહ્યું

ઇમેજ સ્રોત, Amanda Ruggeri/BBC

ઇમેજ કૅપ્શન, ગ્લોરિયા જેવા ડુક્કર તંદુરસ્ત ઇકોસિસ્ટમનો મહત્વપૂર્ણ ભાગ છે," એમ તેના માલિક મર્લિન હેનબરી-ટેનિસને કહ્યું

દુનિયાના આ ભાગમાં ખેતી એ કોઈ અસામાન્ય વાત નથી. ઇંગ્લૅન્ડનો માત્ર 10 ટકા વિસ્તાર ખેતીલાયક છે, છતાં દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં 20 ટકા ખેતીલાયક જમીન આવેલી છે. બોડમિન મૂર વિસ્તારની જમીન પર ખેતી કરવી અઘરી છે છતાં અહીં કેટલીક એવી ખેતરની જમીન છે જે 3500 વર્ષ જૂની છે. પરંતુ અહીં ખેડૂત હોવું અઘરું છે અને તે વધારે અઘરું બની શકે છે, ખાસ કરીને અહીં જ્યાં યુકેની સરેરાશ કરતાં ખેતર ખૂબ જ નાનાં છે અને મોટાભાગે યુકેના લોકોએ ઈયુની સબસિડી પર નિર્ભર રહેવું પડ્યું છે. જળવાયુ પરિવર્તન વધારે પડકારો લઈને આવ્યું છે.

કબિલા એમાંથી બાકાત નથી. એક જાણીતા બ્રિટિશ લેખક રોબિન હેન્બરી-ટેનિશન, જેઓ મર્લિનના પિતા હતા તેમણે ખેતર 1960માં ખરીદ્યું હતું. ત્યારે તેમની પાસે ગાય, ઘેટાં અને મરઘીઓ હતી. તેમાં જવ, ઘઉં, બાર્લી, કોબીજ અને સલગમ ઉગાડવાંમાં આવતા હતા. અહીં આઠ લોકો ફુલ ટાઇમ કામ કરતા હતા. પછી ખેતરમાં બીફ અને ઘેટાં પર વધારે ધ્યાન અપાવવાનું શરૂ થયું અને ખેતરમાં કામ કરવાનું અને લણણી કરવાનું કામ ઓછું થઈ ગયું હતું. કબિલામાં આઠ કર્મચારીઓ કામ કરતા હતા, તેના બદલે ત્યાં કોઈ જ બચ્યું ન હતું.

તેની વિપરિત મર્લિન અને લિઝી એ દર્શાવવા માગે છે કે એક ટકાઉ ખેતર આજે કેવું લાગી શકે છે.

તેઓ પર્યાવરણીય પુનઃસ્થાપન અને ખેતરની ઉત્પાદકતાને એકસાથે જુએ છે.

ઉદાહરણ તરીકે તેમના ગાયના પ્લાનને જ જુઓ. તેઓ તેમને ખેતરમાં રાખવાના બદલે, નો ફેન્સ જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરીને જંગલમાંથી મૂળ પશુઓને ખસેડવા માગે છે.

સિવોપેસ્ટ્યુરિંગ નામે ઓળખાતી આ પ્રક્રિયા ઢોર માટે સ્વાસ્થ્યવર્ધક છે.

મર્લિન કહે છે, "અમે તો પણ મટનનું ઉત્પાદન કરીશું. વધારે અને ઉત્તમ મટન. તે મટન માત્ર ઘાસના મેદાનમાંથી નહીં આવે. અહીં ગાયને બાંધવાની જરૂર નથી. મરઘીને નાના પાંજરામાં ન પૂરવી જોઈએ. ડુક્કર પણ નાના લોખંડના પાંજરામાં પુરાઈને રહેવા માટે નથી. આપણે આ પ્રાણીઓને મુક્ત છોડવા જોઈએ, અને તેમને ફરી એ કરવા દેવું જોઈએ જે તેઓ પોતાના વિકાસ માટે સામાન્યપણે કરતા હોય છે. તેમને પ્રકૃતિ સાથે રહેવા દેવા જોઈએ જેથી તેઓ પ્રાકૃતિક દુનિયાને ફાયદો પહોંચાડી શકે."

line

મુલાકાતીઓ માટે રહેવાની સગવડ

ગાયોને ખેતરોમાં રાખવાને બદલે, તેઓ નો-ફેન્સ જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરીને વૂડલેન્ડમાંથી દેશી પશુઓને દૂર કરવા માગે છે.

ઇમેજ સ્રોત, Amanda Ruggeri/BBC

ઇમેજ કૅપ્શન, ગાયોને ખેતરોમાં રાખવાને બદલે, તેઓ નો-ફેન્સ જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરીને વૂડલેન્ડમાંથી દેશી પશુઓને દૂર કરવા માગે છે.

પર્યાવરણ સંબંધિત પહેલ માટે મર્લિન અને લિઝીએ પોતાનું ખેતર લોકો માટે ખોલ્યું છે, જ્યાં લોકો રાત્રિરોકાણ કરી શકે છે, આઉટડોર યોગ, વાઇલ્ડ સ્વિમિંગ અને નેચર વૉક જેવી ઍક્ટિવિટીમાં ભાગ લઈ શકે છે.

એક વર્ષ પહેલાં અહીં ખાલી કાદવ-કીચડ હતું. હવે આ જગ્યા એક મૉડર્ન જગ્યા બની ગઈ છે જેમાં સુંદર છત છે, લટકતાં કુંડા છે અને મોક્ટેલ જેવી વસ્તુઓ બનાવવા માટે રસોડું છે. મુલાકાતીઓ અહીં કૉટેજમાં રહી શકે છે અથવા તો 'ક્યોટ'મા.

આવી રીતે મુલાકાતીઓને કબિલામાં બોલાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? તો તેના જવાબમાં લિઝી કહે છે કે કબિલાએ તેના અને મર્લિનના સ્વાસ્થ્યને સુધારવામાં ખૂબ જ મદદ કરી છે. જ્યારે મેં તેમની સાથે વાત કરી ત્યારે તેઓ 33 અઠવાડિયાનાં ગર્ભ સાથે પ્રેગનેન્ટ હતાં. અમે બહાર ટેબલ પર બેઠાં હતાં ત્યારે તેમની મોટી દીકરી તેમના ઘરમાં રમી રહી હતી. ત્યાંથી ગાઢ જંગલ અને વાદળોથી ઢંકાયેલું આકાશ જોવા મળી રહ્યું હતું. આ એક સુંદર કૉર્નિશ દેશમાં રહેવા જેવું લાગી રહ્યું હતું.

પરંતુ જીવન હંમેશાં આવું ન હતું. આશરે એક દાયકાથી લિઝી અને મર્લિન લંડનમાં રહેતા હતા જ્યાં મર્લિન મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા અને લિઝી સિનિયર માર્કેટિંગનું પદ સંભાળતાં હતાં. તેઓ શહેરના ભાગદોડ ભર્યા જીવનથી થોડી રાહત મેળવવા માટે મર્લિનના પારિવારિક ખેતરમાં આવતા હતા.

લિઝી કહે છે, "અમે જ્યારે ટ્રેનમાં બેસતા, ત્યારે લાગતું શરીરમાંથી બધી ચિંતાઓ દૂર થઈ ગઈ. મારે કૉર્નવેલ ખરેખર સુવા માટે જ આવવું પડતું હતું."

પછી વર્ષ 2018માં લિઝીનો ગર્ભપાત થયો હતો. આ તેમનો પહેલો ગર્ભપાત હતો અને ત્યારબાદ વધુ એક ગર્ભપાત થતાં તેઓ કબિલા આવ્યાં હતાં, જેનાથી લિઝી માનસિકરૂપે સ્વસ્થ થઈ શકે. તેઓ મર્લિન સાથે દરરોજ વૃક્ષોની વચ્ચે ચાલવા જતા.

લિઝી કહે છે, "જ્યારે તમે તમારું જીવન ધીમું કરી દો છો અને પ્રકૃતિમાં નાની નાની વસ્તુઓ જોવા લાગો છો તો ત્યારે કંઈક ખૂબ જ સારું ઘટે છે. તમે વસ્તુઓને અલગ રીતે જોવા લાગો છો. દરેક વસ્તુને તમે સુંદરતા સાથે જુઓ છો. વૃક્ષને મોટા થતું જોવું, ફૂલ ખીલતું જોવું. આ બધું જોઈને મને ઘણી રાહત અનુભવાઈ હતી."

line

વૃક્ષોએ સાજા કર્યા

કોઠારને ઉંચી છત, લટકતા છોડ અને ખુલ્લા રસોડા સાથે વધારાની, આધુનિક જગ્યામાં ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, Amanda Ruggeri/BBC

ઇમેજ કૅપ્શન, કોઠારને ઉંચી છત, લટકતા છોડ અને ખુલ્લા રસોડા સાથે વધારાની, આધુનિક જગ્યામાં ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યો છે.

વૃક્ષોએ મર્લિનની પણ મદદ કરી હતી. મર્લિને યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ત્રણ વખત ગયા હતા અને ત્યારબાદ તેઓ PTSD (પોસ્ટ- ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર) નો શિકાર બન્યા હતા.

તેઓ કહે છે, "મને યાદ છે કે મારી ટ્રેનિંગ ચાલી રહી હતી અને મને કહેવામાં આવ્યું હતું કે PTSDના લક્ષણો આવતા 10 વર્ષ જેટલો સમયગાળો લાગી શકે છે. એક યુવાન, મૂર્ખ વ્યક્તિ તરીકે મને આજે પણ યાદ છે કે હું એમ વિચારતો 'શું બકવાસ છે'. અફઘાનિસ્તાનમાં મારી પહેલી ટૂર 2007માં થઈ હતી અને હું 2017માં ભાંગી પડ્યો હતો. એટલે કે તે ઘટનાને 10 વર્ષ થયા હતા. તેમાંથી બહાર આવવા માટે જંગલોમાં કરેલી વૉક ઘણી લાભદાયી રહી."

પોતાનાં અનુભવો બાદ મર્લિન અને લિઝી જાણતાં હતાં કે તેઓ કબિલાને હવે ખાનગી રાખી શકતા નથી. તેઓ સ્વાસ્થ્યને લગતાં તેના ફાયદા લોકોને પણ આપવા માગે છે. તેમણે તે પેઇંગ ગેસ્ટ માટે ખુલ્લું મુક્યું છે.

મર્લિને અમેરિકાની સેના સાથે ભાગીદારી પણ છે, જે પૂર્વ સૈનિકોને PTSD અને કેટલાક માનસિક ઘાને ઠીક કરવા માટે વાપરશે.

line
લાઇન

સંક્ષિપ્તમાં: એ દંપતી જે પોતાનાં ખેતરને 1 હજાર વર્ષ સુધી ટકાવી રાખવાનાં પ્રયાસ કરી રહ્યું છે

લાઇન
  • ઇંગ્લૅન્ડનો માત્ર 10 ટકા વિસ્તાર ખેતીલાયક છે. યુરોપની વાત કરીએ તો ત્યાં પણ 98 ટકા જેટલા વરસાદી જંગલો કાપી નખાયા છે
  • કબિલા એ 300 એકરનું ખેતર છે અને તે કૉર્નવેલના બોડમિન મૂરમાં આવેલું છે
  • પર્યાવરણ સંબંધિત પહેલ માટે મર્લિન અને લિઝીએ પોતાનું ખેતર લોકો માટે ખોલ્યું છે, જ્યાં લોકો રાત્રિરોકાણ કરી શકે છે. આઉટડોર યોગ, વાઇલ્ડ સ્વિમીંગ અને નેચર વૉક જેવી ઍક્ટિવિટીમાં ભાગ લઈ શકે છે
  • મર્લિને યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ત્રણ વખત ગયા હતા અને ત્યારબાદ તેઓ PTSD (પોસ્ટ- ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર)નો શિકાર બન્યા હતા
  • વૃક્ષોએ મર્લિનની પણ મદદ કરી હતી. સંશોધકોને જાણવા મળ્યું છે કે કબિલાના જંગલો 3,664 વર્ષ જૂનાં છે
  • વૃક્ષો એકબીજા સાથે જમીનની નીચેથી નેટવર્ક અને ફુગીથી જોડાયેલા હોય છે. તેનાથી તેઓ દરેક પ્રકારના પોષકતત્ત્વો અને કેમિકલ ઍલાર્મ સિગ્નલ મોકલતા હોય છે
  • કેટલાક ખતરાથી વૃક્ષો એકબીજાને સાવચેત કરતા હોય છે. જંગલ જેટલું જૂનું હોય છે, તેનું નેટવર્ક એટલું જ મજબૂત હોય છે.
  • અત્યાર સુધી તેમણે 1 લાખથી વધારે ઓકના ઝાડ ઉગાડ્યાં છે. તેમના પ્રયાસોથી આ જગ્યા મધમાખીઓ માટે સંરક્ષણનું સ્થળ બની
  • કબિલા ખેતરે 20 કરતાં વધારે યુનિવર્સિટીઓ સાથે કામ કર્યું છે.
લાઇન

યુરોપમાં 90 ટકા રેઇનફોરેસ્ટનો નાશ

સંશોધકોએ સ્થાપિત કર્યું છે કે કેબિલાનું વૂડલેન્ડ 3,664 વર્ષ જૂનું છે

ઇમેજ સ્રોત, Amanda Ruggeri/BBC

ઇમેજ કૅપ્શન, સંશોધકોએ સ્થાપિત કર્યું છે કે કેબિલાનું વૂડલેન્ડ 3,664 વર્ષ જૂનું છે

લિઝીએ પણ પોતાના જીવનમાં ઘણા પ્રકારની અસ્વસ્થતાનો અનુભવ કર્યો છે, તેમાં તેમની દીકરીનાં જન્મ બાદ થતી એક માની તકલીફનો પણ સમાવેશ થાય છે અને સાથે ગર્ભપાતની તકલીફોની માનસિક અસરોનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે તેઓ વિચારી રહ્યાં છે કે જે મહિલાઓ ગર્ભપાત અને જન્મ આપ્યા બાદ થતી મુશ્કેલીઓનો સામનો કરે છે તેમને રાહત આપવા કેવી રીતે કબિલાનો ઉપયોગ કરવો.

હવે હું મર્લિનની પાછળ જંગલોમાં ગઈ. ત્યાં મને વધારે સમય ન લાગ્યો એ સમજવામાં કે હેન્બરી-ટેનિશન્સનું આ કબિલા જંગલ માત્ર ભાવનાત્મક કારણોથી ખાસ નથી, પણ ઇકૉલૉજિકલ રીતે પણ એક રત્ન સમાન છે.

કોઈ વ્યક્તિ માટે આ એક રેઇનફૉરેસ્ટ છે જેમાં દુર્લભ ફુગી પણ જોવા મળે છે, તો સાથે એવા પ્રાણી જેઓ રોપણીમાં મદદ કરી શકે છે. આ પ્રકારના જંગલો પર ખતરો ખૂબ છે. દુનિયાના ભાગોમાં ફેલાયેલા રેઇનફૉરેસ્ટમાંથી 50 ટકા તો કાપી દેવામાં આવ્યા છે. માત્ર યુરોપની વાત કરીએ તો ત્યાં પણ 98 ટકા જેટલા રેઇનફૉરેસ્ટ કાપી નખાયા છે.

આ જંગલ પ્રાચીન પણ છે. સંશોધકોને જાણવા મળ્યું છે કે કબિલાના જંગલો 3,664 વર્ષ જૂનાં છે. તેનો એવો મતલબ નથી કે એક એક વૃક્ષ વર્ષો જૂનું છે. પરંતુ એવો છે કે આ જંગલ આટલા વર્ષોથી છે જે આપમેળે વધે છે. તેમાં કંઈક એવું છે જે દુર્લભ અને ખાસ બંને છે.

માતૃવૃક્ષની આસપાસના વૃક્ષો તેના સંબંધીઓ છે, તેઓ તેમાંથી ઉત્પન્ન થાય છે અને તેના પોષક તત્વો મેળવે છે.

ઇમેજ સ્રોત, Amanda Ruggeri/BBC

ઇમેજ કૅપ્શન, માતૃવૃક્ષની આસપાસના વૃક્ષો તેના સંબંધીઓ છે, તેઓ તેમાંથી ઉત્પન્ન થાય છે અને તેના પોષક તત્વો મેળવે છે.

યુકેમાં પ્રાચીન જંગલ અન્યોની સરખામણીએ લુપ્ત થવાના આરે આવેલી મોટાભાગની પ્રજાતિઓનું ઘર છે.

સૌથી અસામાન્ય વાત છે કે વૃક્ષો વાતચીત કેવી રીતે કરે છે. તો વૃક્ષો એકબીજા સાથે જમીનની નીચેથી નેટવર્ક અને ફુગીથી જોડાયેલા હોય છે. તેનાથી તેઓ દરેક પ્રકારના પોષકતત્ત્વો અને કેમિકલ ઍલાર્મ સિગ્નલ મોકલતા હોય છે, કેટલાક ખતરાથી વૃક્ષો એકબીજાને સાવચેત કરતા હોય છે.

જંગલ જેટલું જૂનું હોય છે, વૃક્ષોનું નેટવર્ક એટલું જ મજબૂત હોય છે. ઉદાહરણ તરીકે, કબિલાના જંગલોમાં ઓકના ઝાડ એક જ સમયે પોતાના બીજ ફેંકતા હોય છે.

મર્લિન વૈજ્ઞાનિક સુઝાન સિમાર્ડના કામને ટાંકીને કહે છે, "વૃક્ષો માત્ર પાણી, સ્રોત, ખાંડ જ શૅર નથી કરતા, પણ તેઓ સંદેશ અને જ્ઞાન પણ એકબીજા સાથે વહેંચે છે. વૃક્ષો એકબીજા સાથે વાતો કરી શકે છે. તેઓ પેઢીઓનું જ્ઞાન એકબીજાને પહોંચાડે છે. એટલે જ્યારે આપણે કોઈ વૃક્ષ કાપીએ ત્યારે તેને એક વસ્તુ તરીકે ન જોઈને એક પર્સનાલિટી તરીકે જોવું જોઈએ. મને લાગે છે કે તેમની પણ પર્સનાલિટી હોય છે."

અમે એક ઝાડના છાંયડા નીચે ઊભા રહ્યા. તેને જોઈને મર્લિન કહે છે, "તે મારી ફૅવરિટ છે. તે મારી દીકરી સમાન છે. તે ઝાડ સ્વરૂપી એક માતા પણ છે."

line

વૃક્ષ માતા છે

ફંગલ માયસેલિયમ, વૃક્ષોને જોડતા નેટવર્કના "વાયર" તંતુમય સાદડીની જેમ જમીનની નીચે રહે છે.

ઇમેજ સ્રોત, Amanda Ruggeri/BBC

ઇમેજ કૅપ્શન, ફંગલ માયસેલિયમ, વૃક્ષોને જોડતા નેટવર્કના "વાયર" તંતુમય સાદડીની જેમ જમીનની નીચે રહે છે.

વૃક્ષને માતા મર્લિને એમ જ નહોતું કહ્યું. વૃક્ષોની આસપાસ તેમના ઘણા સંબંધીઓ હોય છે. તે ભલે તેમના જેવા ન દેખાતા હોય પણ તેઓ પોતાના પોષકતત્ત્વો અને કમ્યુનિકેશન સિગ્નલથી તેમની સાથે સંબંધ જાળવે છે.

જે વૃક્ષમાતા છે તે પણ એક અલગ પ્રજાતિનું પાલન પોષણ કરી રહી હતી.

મર્લિન કહે છે, "ઓકના ઝાડનું ઉદાહરણ તરીકે લો. ઓકનું એક ઝાડ 600 જેટલી પ્રજાતિઓને સપૉર્ટ આપી શકે છે. ઓકના ઝાડથી શહેર બની જાય છે એટલી તેમની પ્રજાતિઓ હોય છે."

હેન્બરી-ટેનિસનનો મુખ્ય ઉદ્દેશ છે જંગલનો વિસ્તાર ત્રણ ગણો વધારવો. તેઓ તેને 100માંથી 300 એકર કરવા માગે છે. તેમણે 1 લાખ નાના ઓકનાં ઝાડનો ઉછેર શરૂ કર્યો છે. હાલ તે છોડ નર્સરીમાં છે અને તે ત્યાં એ સમય સુધી રહેશે જ્યાં સુધી તે જંગલમાં રોપાવા માટે મજબૂત ન બની જાય.

અમે ચાલી રહ્યા હતા, ત્યારે મર્લિન વારંવાર કોઈ વસ્તુ બતાવવા માટે રોકાઈ જતા હતા. કેટલાક છોડ એવા હતા જે માત્ર એવી જ જગ્યાએ ઉગે છે જ્યાં હવા શુદ્ધ હોય. તેમાંથી જ એક હતું ઑલ્ડ મૅન્સ બીયર્ડ.

અહીં મેં યુરેશિયન રુંવાદાર પ્રાણી પણ જોયાં જે 16મી સદીમાં જ વિલુપ્ત થઈ ગયા હતા. જુલાઈ 2020માં 400 વર્ષમાં પહેલી વખત એક આ પ્રાણીએ જન્મ લીધો હતો.

અંતે સાદા શબ્દોમાં કહીએ તો લોકો અહીં આવે છે કદાચ તેનું કારણ હશે કે તેઓ 4000 વર્ષ જૂની પ્રકૃતિ સાથે જીવવા માગે છે અને તેની સાથે સંપર્ક સાધવા માગે છે. અને જો હેન્બરી-ટેનિસન તેમનો ઉદ્દેશ પૂર્ણ કરે છે, તો કદાચ લોકો આ પ્રકૃતિને હજુ 1000 વર્ષ સુધી જીવી શકશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન