અફઘાનિસ્તાનમાં મસ્જિદમાં વિસ્ફોટ, શિયા સંપ્રદાયને બનાવાયો નિશાન

અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં એક શિયા મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો છે.

અધિકારીઓનું કહેવું છે કે દક્ષિણ અફઘાનિસ્તાનના શહેર કંદહારની એક શિયા મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં 16 લોકોનાં મૃત્યુ થયાં છે અને 32 લોકો ઘાયલ થયા છે.

બીબીસી ફારસી સેવા અનુસાર આ વિસ્ફોટ શહેરની ઇમામ દરગાહ મસ્જિદમાં થયો છે.

શહેરની એક હૉસ્પિટલના ડૉક્ટરે સમાચાર સંસ્થા એએફપીને જણાવ્યું છે કે અત્યાર સુધી સાત લોકોનાં મૃત્યુ થયાં છે અને લગભગ 13 ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

હાલ આ વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી.

જોકે, વિસ્ફોટ ગત શુક્રવારે અફઘાનિસ્તાનના કુંદૂઝ શહેરમાં એક શિયા મસ્જિદમાં થયેલા વિસ્ફોટના બિલકુલ એક સપ્તાહ બાદ થયો છે.

એ હુલમાની જવાબદારી તથાકથિત ઇસ્લામિક સ્ટેટે લીધી હતી.

ઘટનાને નજરે જોનારી એક વ્યક્તિએ એએફપીને ઝણાવ્યું કે તેણે ત્રણ વિસ્ફોટો સાંભળ્યા.

પહેલો વિસ્ફોટ મસ્જિદના મુખ્ય દરવાજા પર, બીજો વિસ્ફોટ મસ્જિદના દક્ષિણમાં, જ્યારે ત્રીજો વજૂ કરવાના સ્થળે સંભળાયો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો