નીજેર : સંદિગ્ધ ઇસ્લામિક ચરમપંથી હુમલામાં 100 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
નીજેરમાં બે ગામો પર થયેલા સંદિગ્ધ ઇસ્લામિક ચરમપંથી હુમલામાં 100 લોકો મૃત્યુ પામ્યા છે.
માલીની સીમા નજીક બે ગામ પર થયેલા આ હુમલામાં કથિત ઇસ્લામિક જેહાદીઓએ 79 લોકોની હત્યા કરી છે.
સ્થાનિક અધિકારીએ બીબીસીને ટિલ્લાબેરી વિસ્તારમાં ચોમોબાંગોઉ નામના ગામ પર હુમલો થયાની પુષ્ટિ કરી છે.
રૉયટર્સનું કહેવું છે કે ચોમોબાંગોઉમાં 70 લોકોની હત્યા થઈ છે જ્યારે અન્ય ગામ જારોમદારેયમાં 30 લોકોની હત્યા થઈ છે.
હજી સુધી એક પણ ચરમપંથી સંગઠને આની જવાબદારી લીધી નથી.
આ વિસ્તારમાં 2017થી જ કટોકટી લાગુ છે.
તાજેતરના મહિનાઓમાં આ વિસ્તારમાં પડોશી દેશ માલીથી આવનારા સંદિગ્ધ જેહાદીઓએ અનેક હુમલા કર્યાં છે.
શનિવારે ફ્રાન્સે કહ્યું કે તેના બૈ સૈનિકો માલીમાં માર્યા ગયા છે. એના કલાકેક અગાઉ અલકાયદા સાથે સંબંધિત સમૂહે કહ્યું કે માલીમાં એક અલગ હુમલામાં ફ્રાન્સની ત્રણ ટુકડીઓ પર હુમલા પાછળ એમનો હાથ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ હુમલાઓ બાબતે હજી નીજેરની સરકારે ટિપ્પણી નથી કરી.
પશ્ચિમ આફ્રિકન દેશ નીજેરમાં અલકાયદા અને ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધિત જૂથો અનેક હુમલાઓ અગાઉ પણ કરી ચૂક્યા છે.
ગત વર્ષે થયેલા હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા હતા.
પડોશી દેશ નાઇજીરિયામાં સક્રિય ચરમપંથી સંગઠન બોકો હરામે ગત મહિને દક્ષિણ પૂર્વના દીફા વિસ્તારમાં ઓછામાં ઓછા 27 લોકોની હત્યા કરી દીધી હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














