નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત દરમિયાન 2001ને યાદ કરીને શા માટે ભાવુક થયા?

ગુજરાત અને અસ્રાખાન વચ્ચેના કરાર સમયે મોદીની તસવીર

ઇમેજ સ્રોત, Twitter@NarendraModi

ઇમેજ કૅપ્શન, ગુજરાત અને અસ્રાખાન વચ્ચેના કરાર સમયે મોદી
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

'2001 અને 2019 પળો અને યાદો' આ શીર્ષક સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા સાથેની તેમની જૂની યાદોને વાગોળી હતી.

નવેમ્બર-2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સાથે રશિયાની યાત્રાએ ગયા હતા.

હાલમાં નરેન્દ્ર મોદી ઇસ્ટર્ન ઇકૉનૉમિક ફોરમમાં ભાગ લેવા માટે બે દિવસની યાત્રા ઉપર રશિયા પહોંચ્યા છે.

અહીં બંને દેશો વચ્ચે સંરક્ષણ, અવકાશ, મરીન સહિત 20થી વધુ ક્ષેત્ર સંલગ્ન કરાર પ્રસ્તાવિત છે.

line

મોદી ત્યારે અને અત્યારે...

2001માં પુતિન રશિયાના રાષ્ટ્રપતિ હતા

ઇમેજ સ્રોત, Twitter@NarendraModi

ઇમેજ કૅપ્શન, 2001માં પુતિન રશિયાના રાષ્ટ્રપતિ હતા

વાજપેયી તેમની સાથે એક પ્રતિનિધિમંડળને રશિયા લઈ ગયા હતા, જેમાં નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થતો હતો.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તે સમયે પણ રશિયાના રાષ્ટ્રપતિ હતા.

જોકે, રશિયાના બંધારણની જોગવાઈના કારણે વર્ષ 2008થી 2012 દરમિયાન પુતિન રશિયાના વડા પ્રધાનપદે રહ્યા.

વર્ષ 2014થી નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન તરીકે પુતિન સાથે મુલાકાત કરે છે.

line

ગુજરાત અને અસ્રાખાન

અસ્ત્રાખાનના પ્રતિનિધિઓ સાથે વડા પ્રધાન મોદીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અસ્ત્રાખાનના પ્રતિનિધિઓ સાથે વડા પ્રધાન મોદી

એ સમયે ગુજરાત અને અને રશિયાના અસ્ત્રાખાન પ્રાંત વચ્ચે મૅમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ ઉપર હસ્તાક્ષર થયા હતા.

ગુજરાત તરફથી મોદી અને અસ્ત્રાખાન તરફથી ત્યાંના ગવર્નરે આ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા.

આ કરારનો હેતુ બંને પ્રાંત વચ્ચે વેપાર, સાંસ્કૃતિક આદાનપ્રદાન, તથા આર્થિક વ્યવહાર વધારવાનો હતો.

એ પછીની લગભગ દરેક વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આસ્ત્રાખાનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

line

20 વાર્ષિક બેઠક; 30 મુલાકાત

નરેન્દ્ર મોદીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંરક્ષણક્ષેત્રે ભારત અને રશિયા પરંપરાગત રીતે ભાગીદાર

આ ગાળામાં ગુજરાતની અનેક કંપનીઓએ ગૅસ, જહાજનિર્માણ, મત્સ્યોદ્યોગ અને ફાર્મા સૅક્ટરની રશિયન કંપનીઓ સાથે વેપારલક્ષી કરાર કર્યા હતા.

મોદીની વ્લાદિવોસ્તક યાત્રા દરમિયાન સંરક્ષણ, ન્યુક્લિયર, અવકાશ, કૃષિ, હીરા, ખાણકામ અને કોલસાક્ષેત્રે કરાર કરવામાં આવ્યા.

ચંદ્રયાન બાદ ભારતના મિશન ગગનયાન માટે અવકાશમાં જનારા ઍસ્ટ્રૉનટ્સ રશિયામાં તાલીમ લેશે.

ભારત અને રશિયા વચ્ચે આ 20મી વાર્ષિક શિખર બેઠક હતી. જ્યારે મોદી અને પુતિન વચ્ચે ત્રીસમી વખત બેઠક થઈ હતી.

મોદી જ્યારે ઝ્વેઝદા શિપયાર્ડ પહોંચ્યા ત્યારે રાષ્ટ્રપતિ પુતિન તેમની સાથે રહ્યા હતા.

line

વાત વ્લાદિવોસ્તકની...

ઝ્વેઝદા શિપિંગ યાર્ડની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન મોદીની યાત્રા દરમિયાન વ્લાદિવોસ્તક અને ચેન્નાઈની વચ્ચે મેરિટાઇમ રૂટ શરૂ કરવાના પ્રસ્તાવ ઉપર પણ વિચારણા થઈ.

મોદીએ જે શહેરની મુલાકાત લીધી, તે વ્લાદિવોસ્તકનો ઇતિહાસ પણ રસપ્રદ છે.

વર્ષ 1860માં રશિયા અને ચીન વચ્ચેની આઇગુન સંધિ બાદ જાપાન સાગારની ગોલ્ડન હૉર્ન ખાડીમાં રશિયાની સેના તહેનાત કરવામાં આવી હતી, તેને વ્લાદિવોસ્તક નામ આપવામાં આવ્યું હતું.

1890માં વ્લાદિસ્તોવને શહેરનો દરજ્જો મળ્યો. આ શહેર નૌકાસેનાની અને જહાજવ્યવહારની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો