You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટન : બૉરિસ સરકારની સંસદને સસ્પેન્ડ કરવા ક્વીન ઍલિઝાબૅથને ભલામણ
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને સંસદને સસ્પેન્ડ કરવા ક્વીન ઍલિઝાબૅથને ભલામણ કરી છે.
તેમણે કહ્યું છે કે સપ્ટેમ્બરમાં જ્યારે સાસંદો કામ પર પરત ફરે અને બ્રેક્સિટ ડેડલાઇન આવે, ત્યાર સુધી સંસદને સસ્પેન્ડ કરવામાં આવે છે.
બોરિસ જોન્સને કહ્યું છે કે સંસદ સસ્પેન્ડ થયા બાદ 14 ઑક્ટોબરના રોજ ક્વીન ભાષણ આપશે.
પરંતુ આ તરફ સંસદ સસ્પેન્ડ થવાથી સાંસદોને 'નો-ડીલ બ્રેક્સિટ'ને પસાર કરાવવાનો સમય મળશે.
ટોરીના સાંસદ ડોમિનિક ગ્રીવે આ નિર્ણયને ગંભીર ગણાવ્યો છે.
તેમણે ચેતવણી આપી છે કે આ નિર્ણયથી બૉરિસ જોન્સને વિશ્વાસમતનો સામનો કરવો પડી શકે છે.
તેમણે એવું પણ ઉમેર્યું કે આ પગલાથી બૉરિસ જોન્સનની સરકાર ભાંગી પડશે.
જોકે, આ તરફ વડા પ્રધાન બૉરિસ જોન્સને ઉમેર્યું છે, "દેશને આગળ લઈ જવાની અમારી યોજનાઓ પર કામ કરવા માટે અમે બ્રેક્સિટ સુધી રાહ જોઈ શકીએ તેમ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું માનવું છે કે તેમના પગલાથી યૂકેએ ઈયૂ (યુરોપિયન સંઘ) છોડવા મામલે ચર્ચા કરવા સાંસદો પાસે ઘણો સમય રહેશે.
"અમારે નવા કાયદાની જરૂર છે. અમે નવા બીલ લાવીશું અને એટલે જ આ મામલે ક્વીન ભાષણ આપશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો