You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇસ્તાંબુલ : મેયરની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ અર્દોઆનને ફરી હારનો ઝટકો
ઇસ્તાંબુલના મેયર પદ માટે ફરી યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે.
મુખ્ય વિપક્ષના ઉમેદવાર એક્રેમ ઇમામોગ્લૂએ 54% મત સાથે જીત પ્રાપ્ત કરી છે.
ઇમામોગ્લૂએ માર્ચમાં પણ મેયરની ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા હતા, પરંતુ અનિયમિતતાના આરોપ બાદ ચૂંટણી અમાન્ય ગણાવવામાં આવી હતી.
ફરી મેયરની ચૂંટણીમાં આ જીત ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ રૈચેપ તૈયપ અર્દોઆને થોડા સમય પહેલા જ ચૂંટણી અભિયાન દરમિયાન કહ્યું હતું કે 'જે કોઈ વ્યક્તિ ઇસ્તાંબુલ જીતશે, તે જ તુર્કી પણ જીતશે.'
રાષ્ટ્રપતિ અર્દોઆને વિજેતા ઇમામોગ્લૂને જીતની શુભકામના પાઠવી છે.
સીએચપીના ઉમેદવાર ઇમામોગ્લૂએ પોતાની જીત પર ખુશી વ્યક્ત કરતા તેનો શ્રેય એ લોકોને આપ્યો છે કે જેઓ લોકતંત્રમાં વિશ્વાસ ધરાવે છે.
તેમણે કહ્યું કે આ શહેર અને દેશ માટે નવી શરૂઆત છે. ઇસ્તાંબુલ તુર્કીની આર્થિક અને સાંસ્કૃતિક રાજધાની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં દોઢ કરોડ લોકો રહે છે. તેઓ તુર્કીના જીડીપીમાં 31% યોગદાન આપે છે.
અર્દોઆને પણ વર્ષ 1994માં તુર્કીના મેયર તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
અર્દોઆન માટે ઝટકો
અર્દોઆને વર્ષ 2001માં એકેપીનું ગઠન કર્યું હતું અને રાષ્ટ્રપતિ બન્યા પહેલા 2003થી 2014 સુધી દેશના વડા પ્રધાન રહ્યા હતા.
આ ચૂંટણી પરિણામ રાષ્ટ્રપતિ અર્દોઆનના ભવિષ્યને ખૂબ પ્રભાવિત કરી શકે છે.
પત્રકાર અને લેખક મુરક યેત્કિન કહે છે, "અર્દોઆન આ હારથી ખરેખર ખૂબ ચિંતિત હશે. તેઓ જીત પ્રાપ્ત કરવા માટે દરેક દાવ રમી રહ્યા છે."
"તેઓ જે પણ અંતરથી હાર્યા, તે છેલ્લા 25 વર્ષના તેમના રાજકીય વિકાસને રોકી શકે છે."
ઇમામોગ્લૂએ આ ચૂંટણીમાં શહેરી ગરીબીને મુદ્દો બનાવ્યો હતો.
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે આ ઇસ્તાંબુલ માટે માત્ર મેયરની ચૂંટણી ન હતી, તે લોકતંત્રમાં સુધારાની શરૂઆતનો દિવસ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો