વેશ્યાગૃહનો સિક્યૉરિટી ગાર્ડ, જેણે '200થી વધુ લોકોની હત્યા' કરી

અલ કપોન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, એનેલિયા લૉરેન્ટે
    • પદ, બીબીસી મુંડો

શું કપોન એક રાક્ષસ હતો? હા, તે રાક્ષસ હતો. ના, તે રાક્ષસ નહોતો. કંઈક આવી વિરોધાભાસી વાત કહી રહી છે કપોનની પ્રપૌત્રી દેઇરદ્રે મેરી.

માત્ર 27 વર્ષની ઉંમરમાં જ અલફોન્સે ગ્રેબિયલ કપોન અમેરિકાના સૌથી ખતરનાક ગુંડા તરીકે કુખ્યાત થઈ ગયો હતો.

1920ના દાયકામાં અને 1930ની શરૂઆતના ગાળામાં અમેરિકામાં શરાબ, સેક્સ અને બ્લેકમેઇલના ધંધા બહુ ફૂલ્યાફાલ્યા હતા.

ગરીબ વસાહતી તરીકે શિકાગોમાં આવેલો કપોન આવા જ ધંધામાં જોડાઈ ગયો હતો.

line

અંગત જિંદગીનો કપોન જુદો હતો

કપોન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1931માં અલ કપોનને ટૅક્સી ચોરીમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા

એવું કહેવાય છે કે કપોને 200થી વધુ લોકોની હત્યા કરી હતી. આવો કપોન ઘરમાં સાવ જુદા પ્રકારના માણસ હતો.

કોલંબિયાના લેખક, વકીલ અને પત્રકાર ડેનિયલ સમાપર પિઝાનો કહે છે, "બહુ ઓછા લોકોને ખબર હતી કે આ ગુંડો આદમી પારિવારિક માણસ હતો અને સારો પતિ પણ હતો."

તેઓ માને છે કે પરિવાર વચ્ચે રહેતો અને સમાજના દુશ્મન તરીકે જોવામાં આવતો કપોન બંનેમાં ખુલ્લો વિરોધાભાસ હતો.

સમાપર પિઝાનોનું નવું પુસ્તક 'કેમાસી ફામાસ' કપોનના જીવન પર જ આધારિત છે.

આ વર્ષે લિટરેચર ફેસ્ટિવલમાં કપોનની પ્રપૌત્રી દેઇરદ્રે મેરીનું પણ એક પુસ્તક રજૂ થયું છે.

'અંકલ અલ કપોનઃ અનટોલ્ડ સ્ટોરી ફ્રૉમ ઇનસાઇડ હિઝ ફેમિલી' નામના પુસ્તક વિશે દેઇરદ્રે બીબીસી સાથે વાતચીત કરી હતી.

તેમની વાતચીતમાં ઇતિહાસના સૌથી કુખ્યાત માફિયાના અંગત જીવનના ઘણાં રહસ્યો ખુલ્યાં હતાં.

ઇટાલી ઇમિગ્રન્ટ્સના પુત્ર અલ કપોનનો જન્મ 1899માં ન્યૂ યોર્કના બ્રુકલિનમાં થયો હતો.

લાઇન
લાઇન

શાળા છોડીને અપરાધની દુનિયામાં પ્રવેશ

દેઇરદ્રે મેરી કપોન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેઇરદ્રે મેરી કપોન

પોતાના પુસ્તકમાં પિઝાનો લખે છે કે કપોન બચપણથી જ સ્કૂલ છોડીને અપરાધની દુનિયામાં પ્રવેશી ગયો હતો.

જોકે, કપોનનો પરિવાર જુદી જ વાત કરી રહ્યો છે. દેઇરદ્રે મેરી કપોન કહે છે કે કપોને કૉલેજ સુધી અભ્યાસ કર્યો હતો.

તેને સારું શિક્ષણ મળ્યું હતું તેથી તેણે બિઝનેસ કરવાનું વિચાર્યું હતું.

જોકે, તેમાં સફળતા મળી નહોતી. તેમણે સેંકડો લોકોને નોકરીએ રાખી લીધા હતા. કોઈ મૂરખ માણસ પણ આવું ના કરે.

તેઓ કહે છે, "શરૂઆતમાં તે એક નાની ટોળકીમાં જોડાયો હતો. તેની સાથે ઘણા લોકો કામ કરતા હતા અને તે બધાને બહુ પૈસા આપતો હતો."

"તે જમાનામાં તેની ટોળીના માણસો અઠવાડિયે 200 ડૉલર સુધી કમાઈ લેતા હતા. 1920ના દાયકામાં તે બહુ મોટી રકમ હતી."

દેઇરદ્રે યાદ કરતી કહે છે, "5 જાન્યુઆરી 1947ના રોજ તેમનું મોત થયું ત્યારે હું સાત વર્ષની હતી."

"કપોને જ મને તરવાનું અને સાઇકલ ચલાવતાં શીખવ્યું હતું. હું તેમની પાસેથી ઇટાલિયન પણ શીખી હતી. તેમને પરિવાર સાથે બહુ જ લગાવ હતો."

line

આયર્લૅન્ડની મેઈ સાથે થયાં લગ્ન

પત્ની મેઈ સાથે અલ કપોન
ઇમેજ કૅપ્શન, પત્ની મેઈ સાથે અલ કપોન

દેઇરદ્રે વધુમાં જણાવે છે, "અલ કપોનનું નામ ત્યારે સમગ્ર અમેરિકામાં જાણીતું હતું. એફબીઆઇના દુશ્મનોની યાદીમાં પણ તેમનું નામ હતું."

"જોકે, લોકો તેમના પરિવાર વિશે કે તેમની સાથે 30 વર્ષ સુધી રહેલી પત્ની જોસફિન (મેઈ) કફલિન વિશે લોકો બહુ ઓછું જાણે છે."

"1918માં તેમનાં લગ્ન થયાં હતાં. ત્યારબાદ તેઓ શિકાગો જતાં રહ્યાં હતાં. ત્યાં એક વેશ્યાલયમાં તેમને સિક્યૉરિટી ગાર્ડની નોકરીની ઑફર મળી હતી."

"19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતના ગાળામાં ગરીબીથી કંટાળીને આયર્લૅન્ડ અને ઇટાલીના બહુ લોકો અમેરિકા પહોંચ્યા હતા. કપોન અને તેમની પત્ની આવા પરિવારના જ હતા. તેમની પત્ની મેઈ આઇરિશ હતી."

પિઝાનો કહે છે, "આમ બંને એકબીજાથી તદ્દન જુદાં પડતાં હતાં. કેમ કે બંને જુદાં જુદાં હિતોનું પ્રતિનિધિત્વ કરનારી જગ્યાએથી આવેલાં હતાં. જોકે, ગરીબીને કારણે બંને એક જ મુદ્દા માટે લડનારા બન્યાં હતાં."

તેઓ કહે છે, "કપોન અને સુંદર આઇરિશ મહિલા વચ્ચે પ્રેમ થાય તે વાત તેમની સાથે અમેરિકા વસવા આવેલા લોકો માટે ચોંકાવનારી હતી."

"જોકે, બાદમાં તેની પ્રસંશા પણ થઈ હતી, કેમ કે તેમનું લગ્ન સફળ રહ્યું હતું."

લાઇન
લાઇન

મિયામીમાં મકાનની ખરીદીથી શરૂ થઈ મુશ્કેલી

મિયામી સ્થિત અલ કપોનનું ઘર

ઇમેજ સ્રોત, Getty Images

દેઇરદ્રે મેરી કપોન કહે છે, "મેઈ કપોનની પત્ની તરીકે બહુ ખુશ હતી, કેમ કે તેમણે નોકર રાખ્યો હતો. તેને પોતાના પુત્ર સાથે સમય વીતાવવાનો સમય મળી જતો હતો."

તેઓ કહે છે, "પરંતુ તે પછી મિયામી (ફ્લોરિડા)માં મકાન ખરીદ્યું ત્યારે મુશ્કેલીઓ આવી."

"અલ કપોન હજી શિકાગોમાં જ રહેતા હતા. તે પછી સ્થિતિ વકરી, કેમ કે કરચોરીના આરોપમાં તેમણે 8 વર્ષ જેલમાં કાઢવાં પડ્યાં."

જોકે, કપોન પરિવાર વિશેની ડીડર કપોનની વાતોથી તદ્દન જુદી વાત કરી રહ્યા છે મારિયો ગોમ્સ.

તેઓ પણ પોતાને કપોનની પ્રપૌત્રી ગણાવે છે. તેની પાસે કપોનની ઘણી તસવીરો અને દસ્તાવેજો પણ છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે કપોનના પરિવારના લોકો તેમની પત્ની સાથે સારો વ્યવહાર કરતા નહોતા, કેમ કે તે ઇટાલીયન હતાં. લગ્ન પહેલાં જ તેઓ ગર્ભવતી થયાં હતાં.

જોકે, તેઓ કહે છે કે કપોન પરિવારના બધા સભ્યોને ખુશ રાખતા હતા અને પરિવારમાં શાંતિ જાળવી રાખી હતી. "પરિવારમાં સૌ તેમનો આદર કરતાં હતાં. તેમના માટે તેઓ ભગવાન જેવા હતા."

line

ચહેરા પર હતાં ઘાનાં નિશાન

દેઇરદ્રે મેરી કપોન
ઇમેજ કૅપ્શન, દેઇરદ્રે મેરી કપોનને અલ કપોને તરતાં શીખવ્યું હતું

કપોન વિશે ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મો બની છે. એક હુમલા વખતે તેના ચહેરા પર ઘા પડ્યો હતો.

17 વર્ષની ઉંમરે બારમાં કામ કરતી વખતે તેણે એક યુવતીને કહેલું, "ડૉલ, યુ હેવ એ બ્યૂટિફુલ એસ."

તે યુવતીનો ભાઈ ફ્રેન્ક ગલૂસિયો સ્થાનિક ગુંડો હતો. તેની સાથે મારામારી થઈ તેમાં તેના ચહેરા પર ઘાનાં બે નિશાન પડી ગયાં હતાં.

કપોને લગ્ન કર્યાં ત્યારે મેઈ સગીર હતી. તેથી તેમનાં માતાપિતાની અનુમતી લેવી જરૂરી હતી. જોકે, ઘણાં પુસ્તકોમાં લખાયું છે કે લગ્ન પહેલાં જ તેમણે પુત્રને જન્મ આપ્યો હતો.

જોકે, દેઇરદ્રે મેરી કહે છે કે આવી કોઈ વાત નથી. તે કહે છે, "સોન્ની મેઈનો દીકરો નહોતો."

જોકે, સોન્ની પરિવારમાં કેવી રીતે આવ્યો તેની કોઈ વાત તે જણાવતી નથી.

આ બાબતમાં તે એક ડૉક્યુમેન્ટ્રી બનાવી રહી છે. બાદમાં તેણે પોતાનું ઉપનામ બ્રાઉન રાખી દીધું હતું.

આ વાત ગોમ્સ સ્વીકારતાં નથી. તેઓ કહે છે, "મને ખબર છે કે પૌત્રીઓ ડેડોન મેરી કપોનને પસંદ કરતી નથી, કેમ કે તેમણે કપોન વિશે ઘણી બધી વાતો શોધી કાઢી છે. કપોન જીવતા હતા ત્યારે તે બહુ નાની હતી. તેને આટલું બધું યાદ હોય તે શક્ય નથી "

line

કપોન પત્નીને વફાદાર હતો?

અલ કપોન

ઇમેજ સ્રોત, Getty Images

પુસ્તકમાં જણાવ્યા અનુસાર કપોન અને તેમની પત્નીને એક બીજા પર બહુ જ ભરોસો હતો. જોકે લેખકના જણાવ્યા અનુસાર એ વાતના કોઈ પુરાવા નથી કે મેઈને કપોનના અપરાધો વિશે જાણકારી હતી કે નહિ.

દેઇરદ્રે મેરી કપોન લખે છે કે મેઈને એ જાણ નહોતી કે ઘર બહાર જઈને કપોન કેવા અપરાધો કરે છે.

તે કહે છે, "તે જમાનામાં પુરુષો બહારની વાત પોતાના ઘર સુધી લાવતા નહોતા."

જોકે, તેના કારણે યુગલના જીવનમાં બેવફાઈની શક્યતા વધી જતી હોય છે.

દેઇરદ્રે કહે છે, "કપોનના જીવનમાં બીજી મહિલાઓ પણ હતી તેમાં કોઈ શંકા નથી. તમે શક્તિશાળી કે સમૃદ્ધ હો ત્યારે તમારી પાસે દરેક પ્રકારની મહિલાઓ આવવાની. પરંતુ કપોન પોતાની પત્ની અને પરિવારને ખૂબ પ્રેમ કરતા હતા."

બીજી બાજુ ગોમ્સ એ વાત સાથે સહમત છે કે કપોન અને તેનો ભાઈ હંમેશાં મહિલાઓથી ઘેરાયેલા રહેતા હતા.

તેને બ્લૉન્ડ (સોનેરી વાળવાળી) સ્ત્રીઓ પસંદ પડતી હતી. તેથી ગુસ્સામાં આવીને એક વાર મેઈએ પણ પોતાના વાળને સોનેરી રંગે રંગી નાખ્યા હતા.

તેઓ કહે છે કે તે વખતે અમેરિકામાં દારૂબંધી લાગુ ના કરાઈ હોત તો કપોન અપરાધી બન્યો ના હોત.

તેઓ કહે છે કે મીડિયાએ નાની વાતને વધારે પડતી ચગાવી છે.

દેઇરદ્રેને પૂછવામાં આવ્યું કે તમે કપોનને પસંદ કરો છો ખરા, ત્યારે તેણે કહ્યું, "હા, બહુ જ. કેમ કે તેમણે સમગ્ર પરિવારને કોઈ હિચકિચાટ વિના ગરીબીમાંથી બહાર કાઢ્યો હતો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો