You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રેમિકાએ પ્રેમીને મારીને મૃતદેહના ટુકડામાંથી બનાવી બિરયાની
યુએઈમાં રહેતી મોરોક્કન મહિલા પર પોતાના પ્રેમીને મારીને રાંધવા અને પાકિસ્તાની કામદારો માટે વાનગી બનાવીને પીરસવા બદલ ગુનો દાખલ કરી ફરિયાદ નોંધાઈ છે.
આ મહિલાએ ત્રણ મહિના પહેલાં પોતાના બૉયફ્રેન્ડની હત્યા કરી હતી. પરંતુ ઘટનામાં સંડોવણી ત્યારે બહાર આવી જયારે એના બ્લૅન્ડરમાં મનુષ્યનો દાંત મળ્યો.
તેણીએ પોલીસ સમક્ષ ગુનો કબુલ્યો છે, 'ધ નેશનલ રિપોર્ટ' નામના એક સ્થાનિક અખબારે આ કૃત્યને 'ગાંડપણ' ગણાવ્યું છે.
30 વર્ષની આ મહિલા હવે તપાસમાં બાકી રહેલી ટ્રાયલ પર મોકલવામાં આવશે. મૃતક યુવક અને મહિલા વચ્ચે છેલ્લાં સાત વર્ષથી સંબંધો હતા.
અખબાર આગળ ઉમેરે છે કે જયારે પ્રેમીએ મોરોક્કો રહેતી અન્ય કોઈ મહિલા સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે તેણીએ પ્રેમીની હત્યા કરી નાખી.
પરંતુ પોલીસે હજુ હત્યા કઈ રીતે કરાઈ એ જાહેર કર્યું નથી.
પોલીસનું કહેવું છે કે મહિલાએ પ્રેમીનું માંસ અને ભાતની વાનગી બનાવી જીકમાં કામ કરી રહેલા શ્રમીકોને પીરસી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૃતકનો ભાઈ તેની શોધમાં જ્યારે ઓમાનની સરહદ નજીક આવેલા આરોપી મહિલાના ઘરે પહોંચ્યો ત્યારે આ સમગ્ર બનાવ સામે આવ્યો.
મૃતકના ભાઈને બ્લૅન્ડરની અંદર માનવ દાંત મળ્યો હોવાનીની પુષ્ટિ અખબારી અહેવાલો કરે છે.
મૃતકના ભાઈએ આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી, જે બાદ દાંત પર પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું.
પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે મહિલાએ મૃતકના ભાઈને એવું કહ્યું હતું કે તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.
અખાતી અખબારોના જણાવ્યા અનુસાર મહિલાની પૂછપરછ કરાઈ એ વખતે તે બેહોશ થઈ ગઈ હતી.
જોકે, આખરે હત્યા કરવાનું તેણીએ સ્વીકારી જ લીધું.
મહિલાએ પોલીસને એવું પણ જણાવ્યું કે હત્યા બાર ઍપાર્ટમેન્ટની સફાઈ માટે તેણીએ એક મિત્રની મદદ માગી હતી.
મહિલાને માનસિક આરોગ્યની તપાસ માટે હાલમાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો