You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પનો આક્ષેપ : ચીન અમેરિકાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા પ્રયત્ન કરે છે
યુએસમાં આગામી દિવસોમાં યોજાનારી મધ્યવર્તી ચૂંટણીમાં ચીન હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન કરે છે, એવો આક્ષેપ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએનની બેઠકમાં કર્યો છે.
બુધવારે ટ્રમ્પે કહ્યું, "તેઓ નથી ઇચ્છતા કે હું જીતું, કારણકે હું એવો પ્રથમ રાષ્ટ્રપતિ છું, જેણે વેપાર મુદ્દે ચીનને પડકાર્યું છે."
જોકે, ટ્રમ્પે પોતાના આ આક્ષેપને લઈને કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
તેઓ ચૂંટણી લડ્યા ત્યારથી જ ચીન અને યુએસ વચ્ચે ટેરિફ અંગે લડાઈ ચાલી રહી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
યુએસની મધ્યવર્તી ચૂંટણી 6 નવેમ્બરે યોજાઈ રહી છે.
ટ્રમ્પે યુએન સિક્યૉરિટી કાઉન્સિલની બેઠકમાં કહ્યું, "હું શાંતિસભર ભવિષ્ય માટે પ્રયત્નશીલ છું, ત્યારે અમારા ધ્યાને આવ્યું છે કે ચીન આગામી 2018ની ચૂંટણીમાં અમારા તંત્રના વિરુદ્ધમાં અને ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવામાં પ્રયત્નશીલ છે."
તેઓ આગળ કહે છે, "તેઓ નથી ઇચ્છતા કે હું જીતું, કારણકે મેં ચીનને વેપાર મુદ્દે પડાકર્યું છે, અમે વેપાર ક્ષેત્રે અને અન્ય ક્ષેત્રે તેમનાંથી જીતી રહ્યા છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે નથી ઇચ્છતા કે તેઓ અમારી ચૂંટણીમાં હસ્તક્ષેપ કરે."
ઉલ્લેખનીય છે કે આ બેઠક ન્યુક્લિયર, કેમિકલ અને બાયૉલૉજિકલ હથિયારો સંદર્ભે ચર્ચા કરવા માટે ટ્રમ્પના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
ગયા મહિને યુએસ રાષ્ટ્રિય સિક્યૉરિટી સલાહકાર જોહ્ન બૉલ્ટને કહ્યું હતું કે રશિયા, ઉત્તર કોરિયા, ઈરાન અને ચીન યુએસની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા માટે આયોજન કરી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો