બ્રૅક્ઝિટ મુદ્દે બ્રિટન સાથે સમાધાન શક્ય : ટસ્ક

ટસ્ક

ઇમેજ સ્રોત, EPA

યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કે કહ્યું છે કે બ્રૅક્ઝિટ મુદ્દે બ્રિટન સાથે સમાધાનની હજુ પણ શક્યતા છે.

આ પહેલાં બ્રિટનનાં વડા પ્રધાન થેરેસા મેએ યુરોપિયન યુનિયનના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ચેતવણી આપતાં કહ્યું હતું કે તેઓ વાતચીતથી હટવા માટે તૈયાર છે.

ત્યારબાદ ડોનાલ્ડ ટસ્કે એક નિવેદનમાં કહ્યું કે તેઓ વડા પ્રધાન થેરેસાના પ્રશંસક છે પણ સાથે તેમણે યુરોપિયન સંઘના વલણનું સમર્થન પણ કર્યું હતું.

થેરેસા મે

બ્રૅક્ઝિટના સેક્રેટરી ડૉમિનિક રાબે કહ્યું કે યુરોપિયન સંઘ તરફથી કોઈ પણ વિશ્વસનીય વિકલ્પ આપવામાં આવ્યો નથી.

બ્રિટન 29 માર્ચ 2019ના રોજ યુરોપિયન સંઘથી અલગ થવાનું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

બ્રિટન અને યુરોપિયન સંઘ નવેમ્બર માસ સુધીમાં કોઈ સમાધાન સુધી પહોંચવાનો પ્રયત્નો કરી રહ્યા છે.

આ અંગે અન્ય યુરોપિયન દેશોના વડા પણ ટિપ્પણી કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો