તસવીરોમાં ક્વીન ઍલિઝાબેથ તથા યુએસ રાષ્ટ્રપતિઓની મુલાકાતો

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુકે પ્રવાસ દરમિયાન રાણી ઍલિઝાબેથ સાથેની મુલાકાત ઇતિહાસમાં જોડાઈ જોડાઈ ગઈ છે. આ ઇતિહાસ રાણી ઍલિઝાબેથ અને યુએસ રાષ્ટ્રપતિ વચ્ચેની મુલાકાતનો ઇતિહાસ છે.

66 વર્ષના શાસન દરમિયાન, રાણી ઍલિઝાબેથ દ્વિતીય અમેરિકાના 12 જેટલા રાષ્ટ્રપતિઓને મળી ચૂક્યાં છે.

અહીં બીબીસી પૂર્વ રાષ્ટ્રપતિઓ સાથેની બ્રિટિશ શાસકની મુલાકાતની કેટલીક તસવીરો લઈને આવ્યું છે.

રાણી અને રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1957ની વ્હાઇટ હાઉસની મિજબાનીમાં રાણી સાથે રાષ્ટ્રપતિ ડ્વાઇટ ડી આઇઝનહૉવર. આઇઝનહૉવરે 'બ્રિટિશ ઓર્ડર ઑફ મેરિટ' પહેર્યું છે, જે કિંગ જ્યોર્જ છઠ્ઠા દ્વારા બીજા વિશ્વયુદ્ધ પછી તેમને આપવામાં આવ્યું હતું.
line
રાણી અને રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1961માં બર્મિંગહામ પૅલેસમાં યોજાયેલા ભોજન સમારંભ દરમિયાનની તસવીર. રાષ્ટ્રપતિ જોહ્ન એફ કેનેડી (જમણે) અને તેમનાં પત્ની અને અમેરિકાના ફર્સ્ટ લેડી જેક્લિન કેનેડી, રાણી સાથે પ્રિન્સ ફિલિપ સાથે.
line
રાણી અને રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાણી અને વડા પ્રધાન એડ્વર્ડ હૅથની રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન (જમણેથી બીજા) અને તેમનાં પત્ની (જમણે) સાથે 1970માં હૅથના નિવાસસ્થાને થયેલી મુલાકાતની તસવીર
line
રાણી અને રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1976માં સ્વતંત્રતાની દ્વિ-શતાબ્દીની ઊજવણી દરમિયાન વ્હાઇટ હાઉસ ખાતે રાણી સાથે ડાન્સ કરતા રાષ્ટ્રપતિ ગેરાલ્ડ ફોર્ડ.
line
રાણી અને રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, PA

ઇમેજ કૅપ્શન, 1977માં બર્મિંગહામ પૅલેસ ખાતે આયોજિત સ્ટેટ ડિનરમાં રાણી અને રાષ્ટ્રપતિ જિમ્મી કાર્ટર.
line
રાણી અને રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1982માં વિન્ડસર કૅસલના ગ્રાઉન્ડમાં રાષ્ટ્રપતિ રોનાલ્ડ રૅગન સાથે ઘોડેસવારી કરતા રાણી ઍલિઝાબેથ. આ ઘોડા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ દ્વારા રાણીને ભેટમાં આપવામાં આવ્યા હતા.
line
રાણી અને રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1991માં વૉશિંગ્ટન ડીસી ખાતે રાણી ઍલિઝાબેથ અને રાષ્ટ્રપતિ બુશ (સીનિયર).
line
રાણી અને રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, PA

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને તેમના પત્ની હિલેરી ક્લિન્ટનની રાણી ઍલિઝાબેથ સાથેની વર્ષ 2000માં બકિંગહામ પૅલેસમાં થયેલી મુલાકાત.
line
રાણી અને રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2007માં રાણી ઍલિઝાબેથની છ દિવસીય યુએસ મુલાકાત દરમિયાન તેમનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિ બુશ.
line
રાણી અને રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2011માં બકિંગહામ પૅલેસ ખાતે રાષ્ટ્રપતિ બરાક ઑબામા અને મિશૅલ ઑબામા સાથે રાણી ઍલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ. રાષ્ટ્રપતિ ઑબામાના યુકેમાં બે દિવસીય પ્રવાસ દરમિયાન આ મુલાકાત થઈ હતી.
line
ટ્રમ્પ અને રાણી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, રાણી ઍલિઝાબેથ સાથે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો