You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પ અને કિમ જોંગ-ઉનની મુલાકાત શા માટે ઐતિહાસિક?
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથે વાટાઘાટ કરવા તૈયાર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
વાઇટ હાઉસ ખાતે વાત કરતા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ચુંગ ઇઉઇ-યોંગે જણાવ્યું હતું કે ટ્રમ્પ આગામી મેમાં કિમને મળશે.
ચુંગે જણાવ્યું કે, કિમે વધુ અણુ અને મિસાઇલ પરિક્ષણોથી દૂર રહેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આ સપ્તાહમાં દક્ષિણ કોરિયાના પ્રતિનિધિમંડળે કિમ સાથે કરેલી વાટાઘાટો બાદ આ જાહેરાત કરવામાં આવી છે.
તમને આ વાંચવું પણ ગમશે:
ચુંગે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું, “મેં રાષ્ટ્રપતિ ટ્રમ્પને જણાવ્યું કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથેની અમારી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તે ડિન્યૂક્લિઅરાઇઝેશન માટે પ્રતિબદ્ધ છે.”
“કિમે શપથ લીધા છે કે ઉત્તર કોરિયા હવે વધુ કોઈ અણુ અથવા મિસાઇલ પરિક્ષણો કરવાથી દૂર રહેશે.”
તેમણે ઉમેર્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ બાબતની સરાહના કરી છે અને તેમણે જણાવ્યું છે કે તે કાયમી રીતે ડિન્યૂક્લિઅરાઇઝેશન માટે મે સુધીમાં કિમ જોંગ-ઉનને મળશે”
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આ મુદ્દે એક ટ્વીટ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે અમેરિકાના ઇતિહાસમાં હજી સુધી ક્યારેય કોઈ રાષ્ટ્રપતિએ તેમના કાર્યકાળ દરમિયાન ઉત્તર કોરિયાના કોઈ નેતા સાથે મંત્રણા કરી નથી.
આથી આ મુલાકાત રાજદ્વારી સંબંધોની દૃષ્ટિએ ઘણા ફેરફારો લાવશે તેમ મનાય છે.
જોકે, વાટાઘાટોની તૈયારી છતાં પણ ઉત્તર કોરિયા પરના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો ચાલુ રહશે.
ચુંગે જણાવ્યું હતું કે જ્યાં સુધી કોઈ સ્પષ્ટ અને ચોક્કસ સમજૂતી ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધો યથાવત રહેશે.
તાજેતરમાં જ યોજાયેલી વિન્ટર ઓલિમ્પિક્સ રમતોમાં ભાગ લીધા બાદ બે કોરિયન રાષ્ટ્રો વચ્ચેના સંબંધોમાં મહત્ત્વપૂર્ણ સુધારો થયો છે.
શા માટે ઐતિહાસિક?
ઉત્તર કોરિયા તથા અમેરિકાના સર્વોચ્ચ નેતાઓ વચ્ચેની બેઠક અભૂતપૂર્વ હશે. કેટલાક લોકોને આ મુલાકાત 'ચમત્કાર' કે 'ઐતિહાસિક' લાગે છે.
અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિઓ અને ઉત્તર કોરિયાના નેતાઓ વચ્ચે મુલાકાતો થઈ છે. પરંતુ, તે સમયે તેઓ પદ પર ન હતા.
SAIS જ્હોન્સ હોપકિન્સ ખાતે યુએસ-કોરિયા ઇન્સ્ટિટ્યુટ ખાતે વિશ્લેષક માઇકલ મેડનના કહેવા પ્રમાણે:
"આ મુલાકાત રાષ્ટ્રપતિ નિક્સન તથા ચીનના ચેરમેન માઓ વચ્ચેની મુલાકાત જેટલી જ મહત્ત્વપૂર્ણ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો