રિયાલિટી ચેકઃ શું ચાઇનીઝ હવે પાકિસ્તાનની અધિકૃત ભાષા છે?

પાકિસ્તાન અને ચીનની મિત્રતા દર્શાવતું પોસ્ટર

ઇમેજ સ્રોત, FAROOQ NAEEM/GETTY IMAGES

    • લેેખક, પ્રતીક જાખર
    • પદ, બીબીસી મૉનિટરીંગ

દાવોઃ પાકિસ્તાને ચાઇનીઝ ભાષાને પોતાની અધિકૃત ભાષા જાહેર કરી છે.

રિયાલિટી ચેકનો રિપોર્ટઃ આ દાવો ખોટો છે.

પાકિસ્તાનની સંસદે એક એવો પ્રસ્તાવ પાસ કર્યો હતો કે જેનાથી પાકિસ્તાનમાં ચાઇનીઝ ભાષાનો કોર્સ લોકો શીખી શકે.

પરંતુ તેમાં એ વાત તરફ એવો કોઈ ઇશારો નથી કરાયો કે ચાઇનીઝ ભાષા પાકિસ્તાનની અધિકૃત ભાષા છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

પાકિસ્તાનની સ્થાનિક ઉર્દૂ ન્યૂઝ ચેનલ અબ તકે સૌથી પહેલા રિપોર્ટીંગ કર્યું હતું કે ચાઇનીઝ ભાષાને પાકિસ્તાનની અધિકૃત ભાષા તરીકે જાહેર કરાઈ છે. તેમણે આ સમાચાર 'બ્રેકીંગ ન્યૂઝ' તરીકે ચલાવ્યા હતા.

ટીવી ચેનલે 19 ફેબ્રુઆરીએ સંસદમાં પાસ કરેલા પ્રસ્તાવને વાંચીને પણ સંભળાવ્યું હતું.

સેનેટે એક પ્રસ્તાવ પાસ કર્યો છે. પરંતુ એ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે અધિકૃત ચાઇનીઝ ભાષાનો કોર્સ એ દરેક વ્યક્તિ માટે લૉંચ કરવામાં આવશે કે જેઓ ચાઇના-પાકિસ્તાન ઇકૉનોમિક કૉરિડોર (CPEC) સાથે જોડાયેલાં છે. તેનો ઉદ્દેશ વાતચીતમાં આવતા અવરોધોને દૂર કરવાનો છે.

CPEC ચીન અને પાકિસ્તાન વચ્ચે ચાલતો ખૂબ મોટો પ્રોજેક્ટ છે કે જેમાં ચીને આશરે 62 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.

line

ખોટા સમાચાર

ચાઇનીઝ શબ્દો લખતી એક છોકરી

ઇમેજ સ્રોત, Getty Images

રિપોર્ટીંગની આ ભૂલને ભારતના ઘણાં મીડિયા આઉટલેટ્સ પકડી ન શક્યા અને તેમણે પણ ખોટા સમાચાર ચલાવવાનું શરૂ કરી દીધું હતું.

ભારતીય મીડિયામાં આ ઘટનાને પાકિસ્તાન સાથે ચીનના બનતા ગાઢ સંબંધના ઉદાહરણ તરીકે દર્શાવવામાં આવી હતી.

ઘણાં પ્રખ્યાત અને ઉચ્ચ હોદ્દેદારો પણ આ ખોટા સમાચાર મામલે છેતરાઈ ગયા હતા.

અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા હુસૈન હક્કાનીએ 'અબ તક'ના ખોટા દાવાવાળા ટ્વીટને રીટ્વીટ કર્યું છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

સોશિયલ મીડિયા પર આ સમાચાર એટલા શૅર થયા કે પાકિસ્તાનની સેનેટે આ મામલે સ્પષ્ટીકરણ જાહેર કરવું પડ્યું.

જોકે, ભારતમાં મીડિયા આઉટલેટ્સે પોતાની ભૂલ સ્વીકારી હતી અને આ ખોટા સમાચારને પાછા ખેંચી લીધા હતા.

આ ખોટા સમાચાર પર ચીનમાં પણ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. શાંઘાઈ એકેડમી ઑફ સોશિયલ સાઇન્સના હુ ઝિયોંગે આ સમાચારને ચીન અને પાકિસ્તાનના સંબંધો વચ્ચે તણાવ ઉત્પન્ન કરતા સમાચાર બતાવ્યા હતા.

line

અધિકૃત ભાષા

વીડિયો કૅપ્શન, બદેશી ભાષા બોલનારા માત્ર ત્રણ લોકો જ વિશ્વમાં બચ્યા છે.

ઉર્દૂ પાકિસ્તાનની રાષ્ટ્રીય ભાષા છે અને તેનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે.

પાકિસ્તાનમાં અંગ્રેજીને પણ સરકારી કામકાજની ભાષાનો દરજ્જો મળેલો છે.

મોટાભાગના સરકારી મંત્રીઓ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે.

પાકિસ્તાનમાં ઘણી દેશી ભાષાઓ છે જેમાં પંજાબી બોલતા લોકોનો સમૂહ કુલ જનસંખ્યાનો 48 ટકા ભાગ છે.

તમને આ પણ વાંચવું ગમશે

પરંતુ દેશના કાયદામાં પંજાબને કોઈ મહત્ત્વનું સ્થાન મળ્યું નથી.

ઉર્દૂ પાકિસ્તાનના 8 ટકા લોકો જ બોલે છે અને એ પણ મોટાભાગના લોકો શહેરી વિસ્તારના છે.

કેટલાક વિશ્લેષકોએ દેશી ભાષાની અવગણના કરવા મામલે સરકારની આલોચના કરી છે. તેમાંથી કેટલીક ભાષાઓ લુપ્ત થવાના આરે છે.

22 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસના અવસર પર પાકિસ્તાનની ઘણી રાજકીય પાર્ટીઓ અને સાહિત્યિક સંસ્થાઓએ સરકાર પાસે દરેક પ્રમુખ ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપવાની માગ કરી હતી.

line

પાકિસ્તાન પર ચીનની અસર

CPEC

ઇમેજ સ્રોત, Getty Images

ન્યૂઝ વેબસાઇટ આઉટલૂકે પ્રાથમિક રિપોર્ટને પરત ખેંચતા લખ્યું કે પાકિસ્તાન અને ચીનના વધતા સંબંધોને ધ્યાનમાં રાખીને મોટાભાગના લોકોને આ ખોટા સમાચાર સાચા લાગ્યા હતા.

ચાઇના અને પાકિસ્તાન ઇકૉનોમિક કૉરિડોર રાષ્ટ્રપતિ શી જિનપિંગની વન બેલ્ટ, વન રોડ નીતિનો ભાગ છે.

તેના અંતર્ગત ચીની કંપનીઓ સમગ્ર દેશમાં રસ્તાઓ, વીજળીના પ્લાન્ટ, ઔદ્યોગિક ક્ષેત્ર સ્થાપિત કરી રહી છે.

હજારો ચીની લોકો આ કંપનીઓ સાથે કામ કરવા માટે પાકિસ્તાન આવી રહ્યા છે. આ સાથે જ પાકિસ્તાની મીડિયામાં ચાઇનીઝ વિગતો પણ વધતો જોવા મળી રહ્યો છે.

હાલ જ પાકિસ્તાનમાં પહેલી વખત ટીવી પર ચીની કાર્યક્રમ બતાવવામાં આવી રહ્યો છે. ત્યાં મેન્ડેરિન ભાષામાં એક દૈનિક પણ શરૂ થયું છે.

ઇસ્લામાબાદથી પ્રકાશિત થતા હુઆશાંગ સમાચાર પત્રનો દાવો છે કે ચીન અને પાકિસ્તાન વચ્ચે વધતા આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે દૈનિક શરૂ કરાયું છે.

બન્ને દેશ 24 કલાક ચાલતા એક રેડિયો સ્ટેશનને પણ ચલાવે છે. આ રેડિયો સ્ટેશનનું નામ 'દોસ્તી' છે.

તેમાં ચાઇનીઝ ભાષા શીખવવા માટે એક કલાકના કાર્યક્રમનું પણ પ્રસારણ કરવામાં આવે છે.

line

સાંસ્કૃતિક સંઘર્ષ

પાકિસ્તાનમાં પાકિસ્તાની અને ચાઇનીઝ સિંગર

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ નજીકના સંબંધ હોવા છતાં પાકિસ્તાનમાં એવા લોકો મળી જાય છે કે જેઓ સરકાર પાસે સ્થાનિક પરંપરાઓ અને વેપારને સંરક્ષિત કરવાની માગ કરી રહ્યા છે.

તેમને આશંકા છે કે ચીનની વધતી હાજરીથી સ્થાનિક પરંપરાઓ અને વેપારને ખતરો પહોંચી શકે છે.

ઉદાહરણ તરીકે તાજેતરમાં જ અંગ્રેજી સમાચારપત્ર ધ નેશનમાં એક કોલમનિસ્ટે લખ્યું હતું CPEC પરિયોજના સાંસ્કૃતિક અવરોધ ઊભો કરી શકે છે.

ચીનની વન બેલ્ટ વન રોડ પરિયોજના પર ધ ન્યૂઝે લખ્યું છે, "ચીનના ઉદ્દેશ પર જે રીતે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સમયે પણ એવું જ થયું હતું અથવા તો પછી પાકિસ્તાન ચીન પર નિર્ભર થઈ જશે. આ વાત પરેશાન કરી શકે છે."

(બીબીસી મૉનિટરીંગના ઉપાસના ભટ્ટે આ રિપોર્ટમાં કન્ટ્રીબ્યૂટ કર્યું છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો