ચીન-ભારત સરહદ વિવાદ: ડોકલામમાં સૈન્ય સક્રિય?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, જોનાથન માર્કસ
- પદ, સંરક્ષણ અને રાજનૈતિક સંવાદદાતા, તેલ અવીવ
ગત વર્ષે ઓગસ્ટમાં લગભગ અઢી મહિના સુધી લાઇન ઑફ ઍક્ચુઅલ કન્ટ્રોલ (LAC) પર ચાલેલા ગતિરોધ બાદ ભારત અને ચીન વચ્ચે વિવાદનું નિરાકરણ આવી ગયું હતું.
બન્ને દેશોએ વિવાદીત સ્થળેથી પોતાની સેના હટાવી લીધી હતી.
પરંતુ હવે ફરી એક વખત ચીને ડોકલામ પર દાવો કર્યો છે. આ સિવાય ચીન ડોકલામમાં નિર્માણ કાર્ય પણ કરાવી રહ્યું છે.
આ નિર્માણકાર્ય ચીન અને ભૂટાન વચ્ચે વિવાદ ઉભો કરી રહ્યું છે. ભારતે આ મામલે ભૂટાનને સમર્થન આપ્યું છે.
અમેરિકન જીઓપૉલિટીકલ ઇન્ટેલિજન્સ કંપની 'સ્ટ્રેટફોર્સ' દ્વારા જાહેર કરાયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વિવાદીત વિસ્તારમાં હવાઈ તાકાતમાં વધારો થઈ રહ્યો છે.
તમને આ પણ વાંચવું ગમશે
'સ્ટ્રેટફોર' ચાર મુખ્ય એરબેઝ પર નજર રાખે છે, તેમાં બે ચાઇનીઝ અને બે ભારતીય એરબેઝનો સમાવેશ થાય છે.
આ ચારેય એરબેઝ ડોકલામમાં ચાલી રહેલા નિર્માણકાર્યની નજીક આવેલા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

યુદ્ધની રણનીતિ તૈયાર?

ઇમેજ સ્રોત, AFP
તેઓ જણાવે છે, "તસવીરો સ્પષ્ટપણે જણાવી રહી છે કે ચીન અને ભારત, બન્ને દેશો મોટાપાયે યુદ્ધની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. આ પરિસ્થિતિ 27 ઓગસ્ટના દિવસે થયેલા કરાર બાદ જોવા મળી રહી છે."
ભારતમાંથી સિલિગુડી બાગડોગરા એરબેઝ અને હસીમારા એરફોર્સ સ્ટેશનની તસવીરોથી જોવા મળી રહ્યું છે કે કેવી રીતે ભારત ડોકલામ ઉચ્ચપ્રદેશમાં વાયુ સેનામાં વધારો કરી રહ્યું છે.
સિલિગુડી બાગડોગરામાં સામાન્યપણે ટ્રાન્સપોર્ટ હેલિકૉપ્ટર જોવા મળતા હતા જ્યારે બીજી તરફ વર્ષ 2017 સુધી હસીમારા મિગ-27ML માટે બેઝ હતું.
વર્ષ 2017માં શરૂ થયેલા ડોકલામ વિવાદ બાદ ભારતીય સેનાએ આ એરબેઝ પર SU-30MKI યુદ્ધવિમાનોની સંખ્યામાં વધારો કર્યો છે. જે તસવીરોના માધ્યમથી જોવા મળ્યું છે.
SU-30MKI ભારતનું ઉચ્ચ કક્ષાનું યુદ્ધ વિમાન છે. ટૂંક સમયમાં તે બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલની મદદથી હુમલો કરવા સક્ષમ છે.

ચાઇનીઝ એરબેઝ પર વધારે ગતિવિધી

ઇમેજ સ્રોત, AFP
ચીન માટે 'સ્ટ્રેટફોર' કહે છે, "તસવીરોમાં લાસા અને શિગેટ્સ નજીક આવેલા ચાઇનીઝ એરબેઝ પર તો ભારત કરતાં પણ વધારે ગતિવિધીઓ જોવા મળી છે."
"આ વિસ્તરણ એવા સંકેત આપે છે કે ચીન આ વિસ્તારમાં આગળ વધી રહ્યું છે." 'સ્ટ્રેટફોર' એવું પણ જણાવે છે કે તેનાથી આ એરબેઝ પર વધુ આધુનિક સુવિધાઓ પણ સ્થાન લઈ શકે છે.
LAC નજીક ચીનના એરબેઝ ન હોવાને કારણે ચીન નજીકના એરપોર્ટ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે.
તસવીરોમાં બે એરબેઝ પર યુદ્ધ વિમાનોની હાજરી જોવા મળી રહી છે. સાથે સાથે હેલિકૉપ્ટરમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.
આ સિવાય KJ-500 , કમાન્ડ એરક્રાફ્ટ, HQ-9 એર મિસાઇલ સિસ્ટમ અને સોર ડ્રેગન ડ્રોન પણ શિગેટ્સ એરપોર્ટ પર જોવા મળ્યા છે.

રનવેનું નિર્માણ
ચીન અને ભારત વચ્ચે ડોકલામ વિવાદનો અંત આવ્યા બાદ ચીને શિગેટ્સ પર મોટા ફેરફાર કર્યા છે.
મધ્ય- ડિસેમ્બરમાં ચીને અહીં એક રન વેનું નિર્માણ કર્યું હતું. આ સિવાય કેટલાક બાંધકામોમાં સુધારા કર્યા હતા.
ભારત અને ચીન વચ્ચે તણાવનો ઇતિહાસ ખૂબ જુનો છે.
1962માં ભારત અને ચીન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતને હાર મળી હતી. 1967માં પણ બન્ને દેશોની સેનાઓ સામ સામે આવી હતી.

સીમા વિવાદ આજે તણાવનું કારણ

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય 1986 અને 1987 દરમિયાન પણ બે લાખ ભારતીય સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા હતા અને ચીને પણ પોતાની સૈન્ય ટૂકડીઓ મોકલી હતી.
સ્પષ્ટ છે કે લાંબા સમયથી અનિર્ણિત સીમા વિવાદ આજે તણાવનું મુખ્ય કારણ છે.
જોકે સિક્કાની બીજી બાજુ પણ નજર ફેરવવી જરૂરી છે. બન્ને દેશો પોતાની સેનાઓને ગતિશીલ બનાવી રહી છે.
ભારત અને ચીન પોતાની સેનાનું આધુનિકીકરણ કરી રહ્યા છે અને સાથે તેને વધુ તીવ્ર પણ બનાવી રહ્યા છે.
તેના કારણે બન્ને દેશ વચ્ચે એક સ્પર્ધાએ પણ સ્થાન લીધું છે.

ભવિષ્યમાં સંઘર્ષ સર્જાઈ શકે
આથી ભવિષ્યમાં આ સરહદ વિવાદને પગલે સંઘર્ષ સર્જાઈ શકે છે.
પરંતુ ચીન અને ભારત બન્ને વચ્ચે તે એક ભૂમિ સંબંધિત વ્યાપક વ્યૂહાત્મક સ્પર્ધા દર્શાવે છે.
'સ્ટ્રેટફોર'ના તારણ મુજબ, લાઇન ઑફ ઍક્ચુઅલ કન્ટ્રોલ (LAC) પર ચિંગારી ઉઠે એ ફક્ત સમયની વાત છે.
વળી જે સક્રિય પ્રવૃતિ જોવા મળી રહી છે, તેને લઈને બન્ને દેશ પાસે આ સંદર્ભે ભાવિ સંકટને પહોંચી વળવાની ક્ષમતા હશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












