અમેરિકન મિસાઇલો અને ડ્રોન ઈરાનને કામ કેવી રીતે લાગી રહ્યાં છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અમેરિકા,

ઇમેજ સ્રોત, US NAVY/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાની સ્કૂલની છોકરીઓ શાહેદ-191 ડ્રોન સામે ઊભી છે, જે અમેરિકન ડ્રોન લૉકહિડ માર્ટિન આરક્યૂ-170 સેન્ટિનેટ ડ્રોનની કૉપી છે. તસવીર 2023ની છે
    • લેેખક, બીબીસી મૉનિટરિંગ
  • વાંચવાનો સમય: 3 મિનિટ

ઈરાનમાં હવે હજુ સુધી બ્લાસ્ટ ન થયેલા અમેરિકન અને ઇઝરાયલી બૉમ્બ અને હથિયારોની રિવર્સ ઍન્જિનિયરિંગની ચર્ચા ચાલી રહી છે.

ઈરાની મીડિયા અને વિશ્લેષક હાલના સંઘર્ષ દરમિયાન મળેલાં આ હથિયારોને એક મોટી તક તરીકે જોઈ રહ્યા છે.

તેમનું કહેવું છે કે આનાથી દેશની સૈન્ય ક્ષમતા વધારી શકાય છે.

ઈરાનમાં અંગ્રેજી સરકારી ચેનલ પ્રેસ ટીવીએ 26 એપ્રિલના રોજના અહેવાલમાં નોંધ્યું કે ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ કોર (આઇઆરજીસી)એ હોરમોઝગાન પ્રાંતમાં '15થી વધુ ભારે અમેરિકન મિસાઇલોને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરી દીધી છે.'

આ અહેવાલમાં કહેવાયું છે કે આ હથિયારોને 'રિવર્સ એન્જિનિયરિંગ (તકનીક સમજીને ફરી વાર બનાવવું) માટે ટેકનૉલૉજી અને સંશોધન એકમોને સોંપી દેવાયાં છે.'

રિપોર્ટ અનુસાર, પ્રાપ્ત કરાયેલાં હથિયારોમાં અમેરિકાના ચર્ચિત જીબીયૂ-57 બંકર-બસ્ટર બૉમ્બ અને ઝંઝાન ક્ષેત્રમાં મળી આવેલા હજારો નાના બૉમ્બ (બૉમ્બલેટ્સ) પણ સામેલ છે.

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 40 દિવસ સુધી ચાલેલા યુદ્ધ બાદ 8 એપ્રિલના રોજ બે અઠવાડિયાં માટે યુદ્ધવિરામની જાહેરાત કરાઈ હતી. જોકે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને ફરી વાર આગળ વધારી દીધું હતું.

અમેરિકન અને ઇઝરાયલી હથિયારો ઈરાન માટે 'વણમાગી ભેટ'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અમેરિકા,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાનો એમક્યૂ-9 રિપર ડ્રોન (ફાઇલ તસવીર)

ઈરાનના કટ્ટરપંથી સ્ટુડન્ટ ન્યૂઝ નેટવર્ક (એસએનએન)એ 1 મેના રોજ તેને 'વણમાગી ભેટ' ગણાવી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ નેટવર્કનું કહેવું હતું કે યુદ્ધનું મેદાન હવે "દેશના સંરક્ષણ ઉદ્યોગ માટે એક રિસર્ચ લૅબ" બની ગઈ છે.

એસએનએન પ્રમાણે, અમેરિકા અને ઇઝરાયલ તરફથી છોડવામાં આવેલાં બૉમ્બ અને હથિયારોને એક વ્યૂહરચનાત્મક તકમાં ફેરવી શકાય છે.

સ્ટુડન્ટ ન્યૂઝ નેટવર્કનું કહેવું છે કે ઈરાનમાં રહી ગયેલાં આ હથિયારોનો ઉપયોગ બહેતર ટેકનૉલૉજી વિકસિત કરવામાં થઈ શકે છે.

નેટવર્કે આ અગે પશ્ચિમના દેશોનો હવાલો આપ્યો છે અને કહ્યું છે કે તેમની અસલ બીક એ છે કે ઈરાન આ આધુનિક હથિયારોની 'ગુપ્ત તકનીક'ને સમજવામાં લાગેલું છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે પ્રતિબંધોને કારણે ઈરાન લાંબા સમયથી રિવર્સ ઍન્જિનિયરિંગ પર આધારિત રહ્યું છે.

ઉદાહરણ તરીકે, ઈરાને અમેરિકન હૉક મિસાઇલોમાં બદલાવ કર્યો હતો. 2011માં અમેરિકન આરક્યૂ-110 ડ્રોન મિસાઇલોને જપ્ત કરવી એ પણ આવી જ ઘટના હતી.

એસએનએનનું કહેવું છે કે એ જ ઘટના બાદ ઈરાન 'કૉપી કરવા'થી આગળ વધીને "અનુસંધાન"ની દિશામાં ગયું.

કટ્ટરપંથી અખબાર કેહાનના સંપાદક હોસૈન શરિયતમદારીએ સલાહ આપી કે આવી તકનીકને ચીન અન રશિયા જેવા અમેરિકાના પ્રતિસ્પર્ધી દેશો સાથે પણ શૅર કરી શકાય છે.

'ઈરાન માટે સારા અને અમેરિકા માટે ખરાબ સમાચાર'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અમેરિકા,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટૉમહૉક મિસાઇલ

તેમણે દાવો કર્યો કે યુદ્ધ દરમિયાન ટૉમહૉક અને એજીએમ-158 જેવી ઍડ્વાન્સ મિસાઇલો અને એમક્યૂ-9 ડ્રોન પણ મોટી સંખ્યામાં નિષ્ફળ થયાં.

સરકારી મીડિયાના કેટલાક ચહેરાઓએ પણ આ જ પ્રકારની વાતનો પુનરોચ્ચાર કર્યો.

એક ટીવી ઍન્કરે કહ્યું કે, "આ મિસાઇલોની રિવર્સ એન્જિનિયરિંગ કરાશે અને ભવિષ્યમાં તેને દુશ્મનો વિરુદ્ધ ઉપયોગમાં લઈ શકાય છે."

સોશિયલ મીડિયા પર પણ સરકાર સમર્થક યૂઝર્સે તેને "આપણા માટે સારા અને અમેરિકા માટે ખરાબ સમાચાર" ગણાવ્યા અને કેટલાકે "ટૂંક સમયમાં જ મોટા પાયે ઉત્પાદન"ની ભવિષ્યવાણી કરી.

તહેરાન નગરનિગમના અધિકારી અહેસાન ખરામિદે આને "માત્ર સમાચાર નહીં, બલકે જ્ઞાનની નવી લડાઈની શરૂઆત" ગણાવી.

તેમણે કહ્યું કે પશ્ચિમના મીડિયા અનુસાર, "આ હથિયારો વડે અમેરિકન તકનીકનાં "છૂપાં પાસાં"ની ખબર પડી શકે છે."

મધ્યપૂર્વના વિશ્લેષક અહેસાન તકદ્દોસીએ કહ્યું કે આનાથી અમેરિકાને નવી તકનીક વિકસિત કરવા માટે "અબજો ડૉલરનો ખર્ચ કરવો પડી શકે છે અને એ સૈન્ય કાર્યવાહીમાં વધુ સચેત થઈ શકે છે."

તેમણે એક ઉદાહરણ આપતાં કહ્યું કે 'આ અમુક જટિલ તાળાને ચાવી વગર સમજી લેવું. અસલ લાભ તેનો સીધો ઉપયોગ કરવામાં નહીં, બલકે તેની તકનીકને સમજીને ફરી વાર બનાવવામાં છે.'

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન