You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાની મહિલાએ સુષમા સ્વરાજને શું કહ્યું?
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે તેમની મદદ માટે મળેલા ફરીથી એક ટ્વીટનો જવાબ બુધવારે આપ્યો છે.
પાકિસ્તાની નાગરિક રાબિયા શેહાબે ટ્વિટરના માધ્યમથી સુષમા સ્વરાજને સંપર્ક કર્યો હતો.
ટ્વીટમાં તેમણે તેમના પિતા શેહાબ આસિફ માટે મેડિકલ વિઝાની વિનંતી કરી હતી. તેમના પિતાને તાત્કાલિક લિવર ટ્રાન્સ્પ્લાન્ટની જરૂર છે.
પાકિસ્તાની નાગરિકો માટે ટ્વિટરના માધ્યમથી મેડિકલ વિઝાની વિનંતિ સ્વીકારવા માટે સુષમા સ્વરાજ જાણીતાં છે.
તમને આ પણ વાંચવું ગમશે
સુષમાને સંબોધિત કરતા રાબિયા શેહાબે ટ્વિટમાં વિદેશ મંત્રીને 'ઇબ્ન-એ-મરિયમ' અથવા મસીહા હોવાની અપીલ કરી હતી.
જવાબમાં સુષમાએ લખ્યું કે તેઓ ઇબ્ન-એ-મરિયમ નથી અને વધુમાં તેઓ એક મસીહા નથી. ન હોઈ શકે.
તેમણે રાબિયાને જણાવ્યું હતું કે મેડિકલ વિઝાની વિનંતિ મંજૂર કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ઇબ્ન-એ-મરિયમ'નો અર્થ માતા મેરીનો બાળક એમ થાય છે અને વધુમાં 'મસીહા' એમ પણ થાય છે.
"તમે મિર્ઝા ગાલિબની પંક્તિ 'ઇબ્ન-એ-મરિયમ હુઆ કારે કોઈ...' ઉદાહરણ તરીકે ટાંકી હતી. વધુમાં સ્વરાજે લખ્યું, "પરંતુ હું તમારી પીડા અનુભવી શકું છું."
પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનને સંપર્ક કરવા માટે સ્વરાજે રાબિયાને સૂચના આપી હતી.
ટ્વીટમાં અપીલ કરનારી રાબિયાએ જણાવ્યું હતું કે લિવર ટ્રાન્સ્પ્લાન્ટ માટે તેમના પિતાની મેડિકલ અપૉઇન્ટમેન્ટ જાન્યુઆરીના પ્રારંભમાં છે.
તેમને ચેન્નઈ સ્થિત હૉસ્પિટલે આપેલો પત્ર પણ વિઝાની અરજી સાથે જોડ્યો હતો.
ટ્વીટના અંતે તેમણે લખ્યું હતું કે તેઓ વિદેશ મંત્રીનાં હંમેશા આભારી રહેશે.
સુષમા સ્વરાજે પુષ્ટિ આપી હતી કે અન્ય બે પાકિસ્તાની નાગરિકોના વીઝા માટેની વિનંતીને મંજૂરી આપવામાં આવી છે.
13 વર્ષીય ફાતિમા નઈમ અને મનસૂર ભગાની બન્નેએ ભારતમાં ચિકિત્સા માટે મેડિકલ વીઝા માંગ્યાં હતાં.
બન્ને દેશો વચ્ચે તંગ રાજદ્વારી સંબંધો હોવા છતાં સ્વરાજે પાકિસ્તાની નાગરિકોને મેડિકલ વીઝા આપવા પર સહાનુભૂતિપૂર્વક વલણ અપનાવ્યું છે.
તેમણે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતે ચિકિત્સા માટે પાંચ પાકિસ્તાની બાળકોને વીઝાની મંજૂરી આપી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો