You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેપાળના અંતરિયાળ વિસ્તારોમાં સોલર સૂટકેસ આપી રહી છે જીવનદાન
- લેેખક, મેથ્યુ વ્હીલર
- પદ, ઇનોવેટર, નેપાળ
નેપાળનો 75 ટકા વિસ્તાર પર્વતીય છે અને અહીં વારંવાર વીજકાપની પરિસ્થિતિ રહે છે.
આવી પરિસ્થિતિમાં હૉસ્પિટલો અને પ્રસૂતિગૃહોમાં વીજળીનો નિયમિત પુરવઠો મળી રહે તે બાબત મહત્વની છે, પરંતુ વીજપુરવઠો મેળવવો કેવી રીતે?
જોકે, કેટલાંક લોકોના સંશોધનના પરિણામે આ સમસ્યાનો ઉકેલ આવ્યો છે.
પીળા રંગની આ સૂટકેસમાં 'કૉમ્પેક્ટ સોલર ઇલેક્ટ્રિક સિસ્ટમ' છે. જે વીજળી ન હોય ત્યારે મદદરૂપ થાય છે.
તમને આ પણ વાંચવું ગમશે
જેથી પ્રસૂતિ દરમિયાન તબીબો અને સગર્ભાનો કોઈ અગવડ ન વેઠવી પડે.
સોલર સુટકેસ
હરી સુંદર 24 વર્ષની માતા છે, જેને બીજું બાળક થોડાં દિવસોમાં અવતરવાનું છે. નેપાળમાં તેના ઘરથી દૂર આવેલા ગામ પાંડવખાનીમાં તેઓ ફાઇનલ ચેકઅપ માટે ગયાં હતાં.
વાવાઝોડા અને અનરાધાર વરસાદની વચ્ચે અંધારામાં તેઓ આ જગ્યાએ પહોંચ્યાં હતાં.
આવા સંજોગોમાં બે અઠવાડિયા સુધી વીજકાપ રહે છે અને પ્રસૂતિગૃહમાં આવી સ્થિતિ જટિલતાનું કારણ બની શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ હવે તેમની પાસે આ સમસ્યાનો ઉકેલ છે.
પ્રસૂતિગૃહમાં પ્રકાશ રહે છે અને તે ખુશ છે.
તે કહે છે, 'હું બહુ ખુશ છું, કારણ કે આરોય કેન્દ્રમાં લાઇટ છે."
ડિલિવરી રૂમમાં આ લાઇટ પીળા રંગની સૂટકેસની મદદથી ઝળહળે છે.
મૃત્યુ દરમાં ઘટાડો
આ ડિવાઇસ એક નાના પાવર સ્ટેશનની જેમ કામ કરે છે. તે એક નાની સૌર પેનલથી કનેક્ટેડ છે. આ પાવર સ્ટેશનમાં પ્રકાશ, ઉષ્મા અને બેટરી ચાર્જિંગ અને બેબી મોનિટરની સુવિધા છે.
હીમા શિરીષ વ્યવસાયે દાયણ છે અને તેમણે આ સોલર સૂટકેસની મદદથી ઘણાં જીવન બચાવ્યા છે.
આરોગ્ય કેન્દ્રની વીજળીની સમસ્યાના ઉકેલ માટે તેમણે સૌર ઉર્જાની મદદ લીધી છે.
'વન-હાર્ટ વર્લ્ડવાઇડ' નામની ચેરિટીમાં સોલર સૂટકેસ મળે છે અને પાંડવખાનીમાં 2014 માં તેની ગોઠવણ કરવામાં આવી હતી. ત્યારથી આ જગ્યાએ બાળમૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે.
હીમા કહે છે, "આ હેલ્થ પોસ્ટમાં જ્યારે ગર્ભવતી મહિલાઓ પ્રસૂતિ માટે આવતી ત્યારે તેઓ અંધારાથી ડરતી હતી ."
"તેમને બાળક ગુમાવવાનો ડર હતો, પરંતુ હવે એ ભય દૂર થયો છે અને તેઓ રાહત અનુભવે છે કે તેઓ સૌર પ્રકાશનો ઉપયોગ કરીને બાળકને જન્મ આપશે."
કેલિફોર્નિયા ડ્રીમિંગ
આ સોલર સૂટકેસનો વિચાર કેલિફોર્નિયાના પ્રસૂતિવિજ્ઞાની-સ્ત્રીરોગ ચિકિત્સક અને 'વી કેર સોલર'ના ડૉ. લૌરા સ્ટેચલને આવ્યો હતો.
વર્ષ 2008માં નાઇજિરીયામાં તેમણે રાત્રે લાઇટ વિના ડિલિવરી થતાં જોઈ અને આવી પરિસ્થિતિમાં કેટલાંક બાળકોને મૃત્યુ પામતાં જોયાં હતાં.
તમને આ પણ વાંચવું ગમશે
પછી ડૉ. સ્ટેચેલે આ સૂટકેસની સાઇઝના આ ડિવાઇસમાં સોલર ઇલેક્ટ્રિક સિસ્ટમ લગાવી, જેમાં તેમના પતિ હેલ આરોન્સને મદદ કરી કે જે સોલર એન્જિનિયર છે.
આ પ્રયોગ એટલો સફળ થયો કે તેમણે આ વિચારને એવા દેશોના હેલ્થ સ્ટેશન અને ક્લિનિક સુધી લઈ જવાનો નિશ્ચય કર્યો જ્યાં બાળમૃત્યુદર વધારે છે.
ભૂકંપ એક પડકાર
નેપાળમાં વર્ષ 2015 માં આવેલા ભૂકંપમાં તેના ઘણા હોસ્પિટલો જમીનદોસ્ત થઈ હતી. અને બચી ગયેલી હોસ્પિટલમાં વીજળીનો કોઈ વિશ્વસનીય સ્રોત રહ્યો નહોતો.
16 કિલોની આ સોલર સૂટકેસ કપરા ભૂપ્રદેશમાં મદદ પહોંચાડવા માટે આદર્શ છે.
ભૂકંપના તાત્કાલિક પ્રત્યાઘાતોમાં તબીબી અને પ્રસૂતિના સમયે આ સૂટકેસે ઘણા નવજાતના જીવ બચાવ્યાં હતાં.
પરંતુ, આવી કુદરતી આફતો સિવાય પણ, નેપાળમાં લોકોને પૂરતાં પ્રમાણમાં વીજળી આપવા લાંબી મજલ કાપવાની છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા પ્રસૂતિગૃહ અને નાના દવાખાના છે. જ્યાં તેમની પાસે વીજળી નથી અને વૈકલ્પિક વ્યવસ્થાના સાધનો પણ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો