ચીને બનાવ્યો હતો વિશ્વનો પહેલો આઈસક્રીમ

ચીનનું નેતૃત્વ હવે શી જિનપિંગને તેમના જીવનકાળ સુધી સોંપી દેવામાં આવ્યું છે. શી જિનપિંગની ગણતરી વિશ્વના શક્તિશાળી નેતાઓમાં કરવામાં આવે છે. પોતાના દેશ ચીનમાં પણ શી જિનપિંગ કમ્યુનિસ્ટ પક્ષના પહેલા નેતા માઓત્સે તુંગના સમોવડિયા થઈ ગયા છે.

અહીં જાણો ચીન વિશેની 13 ખાસ હકીકતો જેનો તમને ભાગ્યે જ ખ્યાલ હશે.

  • અમેરિકાએ 900 વર્ષમાં જેટલી સીમેન્ટનો વપરાશ કર્યો હતો તેનાથી વધારે સીમેન્ટનો વપરાશ ચીને 2011થી 2013 સુધી દરમ્યાન કર્યો હતો. ચીને આ ત્રણ વર્ષમાં 6,615 મિલિયન ટન સીમેન્ટનો વપરાશ કર્યો હતો.
  • ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયમાં આઈસક્રીમની શોધ ચીનમાં થઈ હતી.
  • દુધ અને ચોખાનું મિશ્રણ કરીને પહેલો આઈસક્રીમ બનાવવામાં આવ્યો હતો.
  • ઘણો વિશાળ પ્રદેશ હોવા છતાં ચીન એક જ ટાઈમ ઝોનમાં છે.

ચીનમાં વાયુ પ્રદૂષણ વધી રહ્યું હોવાથી ત્યાં શુદ્ધ હવા કેનમાં ભરીને વેચવામાં આવે છે.

  • શુદ્ધ હવાનું એક કેન પાંચ યુઆનમાં વેચવામાં આવે છે.
  • એ હવાની એક બ્રાન્ડ છે 'તિબેટની અસલી હવા'.
  • બીજી બ્રાન્ડ છે 'ક્રાંતિકારી યાહયાન'.
  • ત્રીજી બ્રાન્ડ છે 'પોસ્ટ ઈન્ડસ્ટ્રિઅલ તાઈવાન'.
  • કેચપ મૂળભૂત રીતે ચીનનું સર્જન છે અને મસાલેદાર ફીશ સોસ પણ ચીનનો છે.
  • ફૂટબોલની રમતનું શ્રેય પણ ચીનને આપવામાં આવે છે.
  • ફીફાના આઠમા અધ્યક્ષ સેપ બલ્ટરે પણ ફૂટબોલનું શ્રેય ચીનને આપ્યું હતું. ફૂટબોલની શોધ ચીનમાં બીજી અને ત્રીજી સદીમાં થઈ હોવાનું કહેવાય છે.
  • ચીન સત્તાવાર રીતે નાસ્તિક દેશ છે, પણ ઈટલી કરતાં વધુ ખ્રિસ્તીઓ ચીનમાં છે. ચીનમાં ખ્રિસ્તી ધર્મનું પાલન 5.4 કરોડ લોકો કરે છે, જ્યારે ઈટલીમાં 4.7 કરોડ લોકો. ચીન ટુંક સમયમાં વિશ્વનો સૌથી મોટો ખ્રિસ્તી દેશ બની જશે એવું કહેવાય છે.

ચીની લોકો કૂતરાનું માંસ પણ ખાય છે, પણ છેલ્લા કેટલાંક વર્ષોમાં તેનું પ્રમાણ ઘટ્યું છે.

  • હવે લોકો કુતરા અને બિલાડીને પાળી રહ્યા છે.
  • જોકે, લોકોને સાપનું માંસ હજુ પણ પસંદ છે.
  • ચીનમાં રોજ સરેરાશ 17 લાખ ડુક્કરનું વેચાણ થાય છે.
  • ચીનના લોકોને ડુક્કરનું માંસ સૌથી વધારે પસંદ છે.
  • જોકે, ઓછી આવકવાળા લોકોને ડુક્કરનું માંસ પોસાતું નથી.

હોંગકોંગમાં વસતા ચીની લોકો એક દિવસની રજા લઈને તેમના પૂર્વજોની કબરની સફાઈ કરવા જાય છે.

  • ચીનની સ્ત્રીઓ લગ્ન વખતે લાલ રંગના વસ્ત્રો પહેરે છે.
  • લાલ રંગને ચીનમાં લકી કલર માનવામાં આવે છે.
  • સફેદ રંગને ચીનમાં મોતનું પ્રતિક ગણવામાં આવે છે.
  • દુનિયાની પ્રત્યેક પાંચમી વ્યક્તિ ચીની છે.

ચીનના સામ્યવાદી પક્ષે 1978માં મૂડીવાદી માર્કેટનો સિદ્ધાંત રજૂ કર્યો હતો.

  • 1980ના દાયકામાં ચીને તેની બજારના દરવાજા દુનિયા માટે ખોલ્યા ત્યારથી તે વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે.
  • ચીનનું અર્થતંત્ર 2010 સુધીના છેલ્લા ત્રણ દાયકામાં સરેરાશ દસ ટકાના દરે વિકસ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો