18 વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ બળાત્કાર

સુપ્રીમ કોર્ટે સગીરવયની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવો ગુનો છે. આ સંબંધને બળાત્કાર ગણવામાં આવશે.

કોર્ટે કહ્યું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરની પત્ની આ સંદર્ભે એક વર્ષની અંદર ફરિયાદ દાખલ કરી શકે છે.

જોકે બળાત્કાર મામલાની સંબંધિત આઈપીસીની ધારા 375માં અપવાદ પણ છે. જે મુજબ 'મેરિટલ રેપ' ગુનો માનવામાં નથી આવ્યો.

એટલે કે જો પતિ મરજી વિરુધ્ધ પત્ની સાથે શારીરિક સંબંધ બનાવે તો તે ગુનો નથી.

થોડા દિવસો પહેલા જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 'વૈવાહિક બળાત્કાર'ના અન્ચ મામલામાં કહ્યું હતું કે તેને ગુનાની શ્રેણીમાં ન રાખવો જોઈએ.

દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે 'વૈવાહિક બળાત્કાર'ને ગુનો માનવાથી વિવાહની સિસ્ટમ અસ્થિર થઈ જશે.

આ સિવાય એ પણ દલીલ કરી કે પતિઓને પરેશાન કરવાનું એક નવું હથિયાર બની શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો