You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વીગર મુસલમાનો અને ચીન વચ્ચે કેમ છે સંઘર્ષ?
ચીનના શિનઝિયાંગ પ્રાંતમાંથી મળતા અહેવાલો મુજબ લઘુમતી વીગર મુસલમાન સમુદાયના લોકોની નમાઝ દરમિયાન વાપરાવામાં આવતી સાદડીઓ અને પવિત્ર ધર્મગ્રંથ કુરાન સહિત તમામ ધાર્મિક વસ્તુઓને જમા કરવા માટે કહેવામાં આવ્યું છે.
ચીની સરકારે આ અહેવાલોનો રદિયો આપતા કહું છે કે આ ખોટી અફવાઓ છે શિનઝિયાંગમાં બધું રાબેતા મુજબજ ચાલી રહ્યું છે.
અગાઉ એપ્રિલ મહિનાના પ્રારંભમાં, શિનઝિયાંગમાં એક સમયે સરકારે ઇસ્લામિક કટ્ટરપંથીઓ વિરુદ્ધની ઝુંબેશ હેઠળ વીગર મુસલમાનો પર નવા પ્રતિબંધો લાદયા હતા.
આ પ્રતિબંધોમાં 'અસાધારણ' લાંબી દાઢી રાખવી, જાહેર સ્થળો પર બુરખા પહેરવા અને જાહેર ટીવી ચેનલો જોવા પરના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.
સાલ ૨૦૧૪માં રમઝાન મહિનામાં શિનઝિયાંગમાં ત્યાંના મુસલમાનો પર રોઝા (ઉપવાસ) રાખવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
આ બધી પરિસ્થિતિ વચ્ચે એ સવાલ ઉભો થાય છે કે ચીનના શિનઝિયાંગ પ્રાંતમાં રહેવાવાળા વિગર મુસલમાનો કોણ છે અને ચીનની સરકાર સાથે કઈ બાબતને લઇને આ લોકો સંઘર્ષમાં છે.
વીગર મુસલમાન કોણ છે?
ચીનના પ્રશ્ચિમ પ્રાંત શિનઝિયાંગમાં ચીની વહીવટીતંત્ર અને તેના સ્થાનિક વિગર આદિવાસી સમુદાય વચ્ચે વર્ષોથી સંઘર્ષનો એક લાંબો ઇતિહાસ ચાલ્યો આવે છે.
વીગર ખરેખર મુસલમાન કોમ છે, સાંસ્કૃતિક અને આદિવાસી સ્વરૂપમાં આ કોમ તેમને પોતાને મધ્ય એશિયાઈ રાષ્ટ્રોની બહુ નજીકના ગણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સદીઓથી આ વિસ્તારનું અર્થતંત્ર કૃષિ અને વ્યાપાર કેન્દ્રિત છે. શિનઝિયાંગ પ્રાંતમાં ખશગાર જેવા શહેરો પ્રસિદ્ધ સિલ્ક રૂટના જાણીતા અને સંપન્ન કેન્દ્રો છે.
વીસમી સદીની શરૂઆતમાં થોડા સમય માટે શિનઝિયાંગ પ્રાંતના વીગર મુસલમાનોએ પોતાને ટૂંકા સમય માટે મુક્ત ઘોષિત કર્યા હતા. પરંતુ સામ્યવાદી ચીની સતાધિકારીઓએ આ વિસ્તારને ૧૯૪૯માં સંપૂર્ણપણે નિયંત્રણમાં લઇ લીધો હતો.
દક્ષિણમાં તિબેટની જેમ શિનઝિયાંગ પણ અધિકારીક રૂપે એક સ્વતંત્ર ક્ષેત્ર છે.
વીગરોની ફરિયાદો
બેઇજિંગે આરોપ મૂક્યો છે કે રાબિયા કાદિર સહીતના દેશનિકાલ અપાયેલા શરણાર્થીઓ વીગર મુસલમાનોની સમસ્યાને વધુ વિકટ અને તીવ્ર બનાવી રહ્યા છે.
જ્યારે સામાજિક કાર્યકરોનું કેહવું છે કે કેન્દ્રીય સરકારી નીતિઓ ધીમે ધીમે વીગર મુસલમાનોને ખેતી, ધર્મ, આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મુખ્યપ્રવાહમાંથી દૂર હાંકી રહી છે.
બેઇજિંગ પર એવા આક્ષેપો મુકવામાં આવ્યા છે કે શિનઝિયાંગમાં ૧૯૯૦ના દાયકામાં અને ત્યારબાદ ફરીથી બેઇજિંગ ઓલિમ્પિક્સના રન અપ દરમિયાન ૨૦૦૮માં વીગર મુસલમાનો દ્વારા કરાયેલા પ્રદર્શન બાદ, સરકારે શિનઝિયાંગ પ્રાંતમાં દમનની પ્રક્રિયા વધુ તીવ્ર બનાવેલી છે.
છેલ્લા એક દાયકા દરમ્યાન, મોટાભાગના મુખ્ય જાગરૂક નેતાઓને જેલમાં સજા કરવામાં આવી હતી અથવા તેમના પર ઉગ્રવાદનો આરોપ મુકાયો હતો અને કારાવાસમાં સજા ભોગવ્યા બાદ મુક્ત થયા પછી આ નૅટોએ વિદેશી રાષ્ટ્રોમાં આશ્રય લેવાનું શરૂ કર્યું હતું.
શિનઝિયાંગ પ્રાંતમાં ચીનના હાન સમુદાયને બહુ મોટા પ્રમાણમાં વસાવામાં આવી રહ્યો છે, જેને કારણે વિગરો અલ્પસંખ્યક અથવા તો લઘુમતી તરીકે ઉપસી આવ્યા છે.
બેઇજિંગ પર વધુ એક આક્ષેપ એ પણ લગાવામાં આવી રહ્યો છે કે આ વિસ્તારમાં તેના દમનની પ્રક્રિયાને યોગ્ય ઠેરવવા માટે, તેઓ અલગતાવાદીઓના ભયને જરૂર કરતા વધુ ભયભીત ચીતરી રહ્યા છે.
બેઇજિંગનો દ્રષ્ટિકોણ
બેઇજિંગે શિનઝિયાંગમાં ભારે રોકાણ કર્યું છે અને સાથે સાથે આ વિસ્તારમાં સુરક્ષા દળોનો પણ ખડકલો કર્યો છે.
ચાઇનીઝ સરકાર કહે છે કે ઉગ્રવાદીઓ દ્વારા શિનઝિયાંગને અલગ કરવા માટે, બોમ્બ હુમલા, અશાંતિ અને તોડ-ફોડ જેવી તમામ પ્રકારની હિંસક ઝુંબેશો શરૂ કરવામાં આવી છે.
યુનાઇટેડ સ્ટેટ્સમાં 9/11 ના હુમલા પછી, ચીનએ શિનઝિયાંગ સ્થિત વીગર મુસલમાન અલગવાદીઓને વધુ અને વધુ અલ-કાયદાના સાથી તરીકે સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે.
ચીનનો દાવો છે અને કહી રહ્યું છે કે તેમણે (વીગર મુસલમાનોએ) અફઘાનિસ્તાનમાં તાલીમ મળી છે. જો કે આ દાવાની તરફેણમાં ચીન પાસે કોઈ ઠોસ પુરાવાઓ નથી.
અફઘાનિસ્તાન પરના હુમલા દરમિયાન, યુ.એસ. સેનાએ ૨૦થી વધુ વીગર મુસલમાનોને કબજે કર્યા હતા, આ પકડાયેલા વીગર મુસલમાનોને કોઈપણ પ્રકારના આરોપ વિના વર્ષો સુધી ગ્વાન્તાનામ્બૉબેમાં બંધક તરીકે રાખવામાં આવ્યા હતા, અને અમેરિકી કેદમાંથી મુક્ત થયા બાદ મોટા ભાગના વીગર મુસલમાનો અહીં (શિનઝિયાંગ ખાતે) સ્થાયી થયા છે.
મોટા હુમલો
જુલાઇ ૨૦૦૯ની સાલમાં, શિનઝિયાંગની વહીવટી રાજધાની ઉરૂમુચીમાં થયેલા વંશીય અથવા કોમી રમખાણોમાં લગભગ ૨૦૦ લોકોના માર્યા ગયાના અહેવાલો વહેતા થયા હતા.
એવું માનવામાં આવી રહ્યું છે કે આ હિંસા ની શરૂઆત શિનઝિયાંગ પ્રાંતમાં આવેલા એક ચીની એકમમાં (ફેક્ટરીમાં) હાન લોકો સાથેના સંઘર્ષમાં ફેક્ટરીમાં માર્યા ગયેલા બે વીગર મુસલમાનોના મૃત્યુથી થઇ હતી.
ચીની વહીવટીતંત્રએ આ અશાંતિ માટે દેશની બહાર અલગ શિનઝિયાંગ માટે લડી રહેલા અલગાવવાદીઓને દોષ આપે છે અને દેશનિકાલ કરાયેલા વીગર મુસ્લિમ નેતા રાબિઆ કાદીરને દોષ આપે છે.
ચીન કહે છે કે રાબિયાએ હિંસા ઉશ્કેરેલી હતી. જોકે રાબિયાએ આ આક્ષેપોને નકાર્યા હતા.
વીગર શરણાર્થીઓ કહે છે કે પોલીસ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેના કારણે હિંસા અને મૃત્યુ થયા.
વર્તમાન પરિસ્થિતિ
શિનઝિયાંગ પ્રાંતને પ્રસિદ્ધ સિલ્ક રૂટ પર બાહ્ય ચોકી તરીકેની ખ્યાતિ પ્રાપ્ત છે અને હાલમાં પણ હાન ચીની પ્રવાસીઓને આકર્ષે છે.
શિનઝિયાંગ પ્રાંતમાં ઔદ્યોગિક અને ઊર્જાના પ્રકલ્પોમાં એક વિશાળ સરકારી રોકાણ કરવામાં આવ્યું છે, જેને બેઇજિંગ તેની પોતાની એક વિશાળ સિદ્ધિ માને છે.
પરંતુ મોટાભાગના વીગર કામદારોએ ફરિયાદ કરી છે કે હાન પ્રજા તેમની નોકરીઓ પર કબજો કરી રહી છે અને તેમની ખેતીની જમીનને પુનઃવિકાસનું નામ આપીને તેમની માલિકીની જમીન સરકાર દ્વારા જપ્ત કરવામાં આવી રહેલી છે.
સ્થાનિક અને વિદેશી પત્રકારોની પ્રવૃત્તિઓ પર સરકાર બહુ બારીકાઇથી નિરીક્ષણ કરી રહી છે અને શિનઝિયાંગ ભૂપ્રદેશમાંથી સમાચારના બહુ થોડા સ્વતંત્ર સ્રોત ઉપલબ્ધ છે.
ચીન પર વીગર મુસલમાનો સંદર્ભે થઇ રહેલા મોટાભાગના હુમલાઓના કારણે એવું લાગે છે કે આ અલગ શિનઝિયનાગ પ્રાંતની વીગર મુસલમાનોની લડાઈ હિંસક અલગતાવાદ આગામી દિવસોમાં વધુ હિંસક થવાના અંદેશાઓ મળી રહ્યા છે.