ગુરૂવારથી શરૂ થતી તમામ સીરિઝમાં નવા નિયમો લાગુ, બદલાઈ જશે સુરત

ઇમેજ સ્રોત, Paul Kane
જૂનમાં લંડનમાં યોજાયેલી આઇસીસીની બેઠકમાં આ નિયમો રજૂ કરાયા હતા. સભ્યોની મંજૂરી અને વરિષ્ઠ અમ્પાયર્સ સાથે પરામર્શ બાદ આ નિયમો તૈયાર કરાયા.
હાલ ચાલી રહેલી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝમાં આ નિયમો લાગુ નહીં પડે. આ નિયમો સાઉથ આફ્રિકામાં રમાનારી બાંગ્લાદેશ-સાઉથ આફ્રિકા અને શ્રીલંકા-પાકિસ્તાન સીરિઝથી લાગુ પડશે.

નવા નિયમો
આચાર સંહિતાના ઉલ્લંઘન માટે ખેલાડીને રેડકાર્ડ બતાવી શકાય છે. રેડકાર્ડ્સ કોઈપણ પ્રકારની વર્તણૂંક માટે દર્શાવી શકાય છે. અમ્પાયર્સે લાલ કાર્ડ દર્શાવ્યા બાદ ખેલાડી રમી શકે નહીં.
લેવલ-4ના ગેરવર્તન માટે અમ્પાયર આવો નિર્ણય શકે છે. આ પ્રકારના ગેરવર્તનમાં અમ્પાયરને ધમકાવવા, અમ્પાયર સાથે અયોગ્ય શારીરિક વર્તન કરવું, ખેલાડી પર શારીરિક હુમલો કરવો કે અન્ય કોઈ હિંસા કરવીનો સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, @ICC
બૅટની જાડાઈને કારણે બૅટ્સમૅનને ફાયદો થતો. એટલે હવે બૅટની જાડાઈ નક્કી કરવામાં આવી છે. બૅટની જાડાઈ 40 મીમીથી વધુ રાખી નહીં શકાય અને પહોળાઈ 67 મીમીથી વધારે નહીં રાખી શકાય.
ડીઆરએસમાં અમ્પાયરનો નિર્ણય જ રહે તો ટીમને રિવ્યૂ ગુમાવવો નહીં પડે. આ રિવ્યૂ જ્યારે થર્ડ અમ્પાયર 'અમ્પાયર કોલ' જાહેર કરે ત્યારે લાગુ થશે.
ટેસ્ટ મેચમાં 80 ઓવર પછી બાદ નવા રિવ્યૂ નહીં મળે. ડીઆરએસ ટ્વેન્ટી 20 મેચમાં પણ હવે અમલમાં મુકવામાં આવશે.
જો બૅટ ક્રીઝથી ઉપર છે જમીનને અડીને નહીં હોય તો પણ તેને આઉટ આપવામાં નહીં આવે. એટલે ક્રીઝની અંદર પહોંચવું જરૂરી છે. હવામાં હશે તો પણ બૅટ્સમૅનને આઉટ આપવામાં નહીં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, ISHARA S. KODIKARA
બાઉન્ડ્રી પર કૅચ પકડવા માટે કૂદકો મારી બૉલને પકડતી વખતે ખેલાડી અંદર હોવો જોઈએ. ત્યારે જ કૅચ માન્ય રહેશે. અત્યારે ફિલ્ડર હવામાંથી બૉલને બાઉન્ડ્રી અંદર ફેંકી દે છે.
જો આવું થાય તો કૅચ અમાન્ય બનશે અને બૅટ્સમૅનને ચાર રન આપવામાં આવશે.
વિકેટકીપર કે ફિલ્ડરના હેલ્મેટને અડીને બૉલ ઉછળે તો કૅચ કે સ્ટમ્પિંગ કરી શકાશે.
'હૅન્ડલ ધ બૉલ'ને હવે હૅન્ડલ ધ બૉલને 'ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ'માં ગણવામાં આવશે.
એટલે કે બેટ્સમેન બૉલને રોકી નહીં શકે. આમ કરવાથી બૅટ્સમેનને આઉટ પણ જાહેર કરી શકાય છે.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)












