You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આંગ સાન સુ કી : રોહિંગ્યા બાબતે આંતરરાષ્ટ્રીય તપાસનો ભય નથી
મ્યાનમારનાં નેતા આંગ સાન સુ કી કહે છે કે રોહિંગ્યા મુસ્લિમોની મ્યાનમારમાંથી હિજરત તેમની સમક્ષ પડકાર સમાન છે. સતત વધી રહેલી કટોકટી સમાન આ સમસ્યાને તેમની સરકાર સારી રીતે સંભાળી શકશે. એટલું જ નહીં તેમને આ મુદ્દેઆંતરરાષ્ટ્રીય તપાસ કે વૈશ્વિક વિવેચનાનો કોઈ ડર નથી.
મ્યાનમારના ઉત્તરીય રખાઈન રાજ્યમાં હિંસા બાબતે આ અંગ સુ કીનું પહેલું રાષ્ટ્રીય પ્રવચન હતું. મ્યાનમારમાં થઈ રહેલી હિંસામાં 4 લાખ રોહિંગ્યા બાંગ્લાદેશમાં ભાગી ગયા હોવાથી સુ કીની ભારે ટીકા થઈ રહી છે.
સુ કી એ વધુમાં કહ્યું હતું કે મોટાભાગના મુસ્લિમોએ રાજ્ય છોડ્યું નથી અને તે હિંસા બંધ થઈ ગઈ છે.
પોતાના મ્યાનમારની સંસદમાં અપાયેલા સંબોધનમાં આંગ સાન સુ કીએ જણાવ્યું હતું કે રાજ્ય તમામ સમુદાયના લોકો માટે સુસંગતતા આધારિત વ્યવસ્થાનો ઉકેલ આપવા માટે પ્રતિબદ્ધ છે.
સુ કીએ જણાવ્યું હતું કે, તેઓએ યુએનની સામાન્ય સભામાં આ અઠવાડિયે હાજરી ન આપવાનું નક્કી કર્યું છે. તેમ છતાં તે ઈચ્છે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયને તેની સરકાર દ્વારા આ કટોકટીમાં શું પગલાં લેવામાં આવી રહ્યા છે તેની જાણ થવી જોઈએ અને એટલે તેઓ આ સંબોધન કરી રહ્યાં છે.
કટોકટી શું છે?
રખાઈન પ્રાંતમાં સમગ્ર વર્ષ દરમ્યાન અશાંતિ અને છૂટાછવાયા હિંસાના બનાવોનો સામનો કરવો પડ્યો છે, પરંતુ વર્તમાન કટોકટી ઓગસ્ટ મહિનાથી શરુ થઈ હતી. જેમાં પોલીસની ચોકીઓ પર સશસ્ત્ર હુમલો કરવામાં આવતા ૧૨ લોકો માર્યા ગયા હતા. જેનો આક્ષેપ નવા ઉભા થયેલા આતંકવાદી જૂથ આરાકન રોહિંગ્યા સાલ્વેશન આર્મી (આર્સા) પર કરવામાં આવ્યો હતો.
રોહીંગ્યા મુસલમાનોને પાડોશી રાજ્ય બાંગ્લાદેશમાંથી મ્યાનમારમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા સમુદાય તરીકે વર્ગીકૃત કર્યા બાદ મ્યાનમાર સરકાર દ્વારા નાગરિકતા અને સમાન તકો રોહીંગ્યા મુસલમાનો આપવામાં આવી નથી. કથિત રીતે મોટાભાગના બર્માના લોકો આ રોહિંગ્યા મુસલમાનોને મોટા ભાગે ધિક્કારે છે.
આ હુમલાના પ્રતિઘાત સ્વરૂપે મ્યાનમાર લશ્કર દ્વારા મોટા પ્રમાણમાં સુરક્ષાલક્ષી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને સંયુક્ત રાષ્ટ્ર સંઘના માનવ અધિકાર મુખિયાએ "વંશીય સફાઇના પાઠ્યપુસ્તક ઉદાહરણ" તરીકે ઓળખાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મ્યાનમાર સૈન્યની સતામણીના આક્ષેપો બાદ, રોહીંગ્યા મુસ્લિમોની વસ્તી ધરાવતા ગામો સળગાવી નાખવાના અહેવાલો વહેતા થયા હતા. મ્યાનમાર સ્થિત મોટા ભાગના રોહિંગ્યા મુસ્લિમો મ્યાનમાર છોડી વિશાળ સંખ્યામાં બાંગ્લાદેશ તરફ હિજરત કરી રહ્યા છે.
મ્યાનમારના ઘણા ખરા વિસ્તારો હાલમાં પરદેશી પ્રવાસીઓ અને આમ નાગરિકો માટે પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, પરંતુ પત્રકારો માટે સરકાર દ્વારા સંચાલિત સફર પર બીબીસીએ કવાયત કરીને મુસ્લિમો પોતાના જ ગામોમાં આગ લગાડી ને લડી રહયાના સત્તાવાર વર્ણન અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો.
સુ કીએ તેના ભાષણમાં શું કહ્યું?
મ્યાનમાર સરકાર રોહિંગિયા શબ્દનો ઉપયોગ કરતી નથી અને તે આ જૂથને બંગાળી મુસ્લિમો તરીકે સંબોધે છે - અને આંગ સાન સુ કીએ તેમના સંબોધનમાં પણ ક્યાંયે આ શબ્દનો ઉપયોગ કર્યો ન હતો.
સુ કિએ તેના સંબોધનને માફક અને માપસર ભાષામાં સંબોધતા કહ્યું હતું કે તેમની સરકાર તમામ માનવ અધિકારના ઉલ્લંઘન અને ગેરકાયદે હિંસાને વખોડે છે.
ભાષણના મુખ્ય મુદ્દાઓ:
૫મી સપ્ટેમ્બર પછી કોઈ સશસ્ત્ર અથડામણ અથવા ક્લિયરન્સ ઓપરેશન સેના દ્વારા કરવામાં આવ્યું નથી.
મોટાભાગના મુસ્લિમોએ રખાઈન પ્રાંતમાં રહેવાનો નિર્ણય કર્યો છે અને તેમનો આ નિર્ણય જ દર્શાવે છે કે પરિસ્થિતિ એટલી ગંભીર નથી. બન્ને સમુદાયો સાથે વાર્તાલાપ કરવા માંગે છે.
સરકારે હાલના વર્ષોમાં રખાઈન પ્રાંતમાં રહેતા મુસ્લિમો માટે જીવનની સ્થિતિ સુધારવા માટે પ્રયત્નો કર્યા છે જેવા કે તેમને આરોગ્યસંભાળ, શિક્ષણ અને આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવી.
બાંગ્લાદેશમાંના તમામ શરણાર્થીઓ ચકાસણીની પ્રક્રિયા પછી જો ઇચ્છે તો તેઓ મ્યાનમાર પરત ફરી શકે છે.
તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં થયેલી હિંસામાં રોહીંગ્યા બળવાખોરો પર આક્ષેપ છે કે તેમણે પોલીસ ચોકીઓ પર સશસ્ત્ર હુમલો કરીને આ હિંસાની સ્થિતિને વધુ પ્રબળ બનાવી છે. તેમણે જ આ હિંસાત્મક દાવાનળને હવા આપી છે.
આંતરરાષ્ટ્રીય ફલક પર આ ભાષણને કઈ રીતે જોવામાં આવી રહ્યું છે?
સુ કીને તેના પોતાના જ રાષ્ટ્રમાં નોંધપાત્ર સમર્થન મળી રહ્યું છે. જ્યાં સત્તામાં આવતાં પહેલાં તે વર્ષોથી રાજકીય કેદી હતા.
પરંતુ લશ્કર દ્વારા દુરઉપયોગના આક્ષેપોને સંબોધવામાં નિષ્ફળ રહેવા બદલ સુ કીના ભાષણની ટીકા થઈ રહી છે.
મ્યાનમારની રાજધાની નૈ પાઇ ટેવમાં બીબીસીના જોનાહ ફિશર જણાવે છે કે આંગ સાન સુ કી આ સમગ્ર રોહીંગ્યા કાટોકાંતિ દરમ્યાન સંપૂર્ણપણે સંપર્ક વિહોણી રહી છે અથવા તો વાસ્તવિકતાથી જાણી જોઈને દૂર રહી છે.
તેમણે રાખીન રાજ્યમાં મુસ્લિમોની પરિસ્થિતિમાં સુધારો કર્યો હોવાના દાવા અંગે પણ શંકા વ્યક્ત કરી હતી. આરોગ્ય અને શિક્ષણ માટે કોઈ સમાન તકો રોહીંગ્યા મુસલમાનોને આપવામાં આવી નથી.
રોહિંગ્યાઓના દસ્તાવેજો એકવાર ચકાસ્યા પછી તેમને પરત ફરવાનું સમર્થન અથવા આપેલું વચન પણ સમસ્યારૂપ છે. કારણ કે થોડા લોકો પાસે તેમનો દાવો સાબિત કરવા માટે દસ્તાવેજો ઉપલબ્ધ હશે તેવું ફિશર જણાવે છે.
બીબીસીના જોનાથન હેડ, જે પડોશી દેશ બાંગ્લાદેશમાં છે, તેમના કહેવા પ્રમાણે ૫મી સપ્ટેમ્બર પછી કોઈ ક્લિયરન્સ ઓપરેશન થયા નથી અથવા તો તેની મંજૂરી આપવામાં આવી નથી જે તથ્યવિહીન વાત છે. તેમણે મ્યાનમારના સરહદી ગામોને તે તારીખ પછીના દિવસે સળગતા જોયેલા હતા.
આ વિષય પર વધુ વાંચો
મ્યાનમારના સશસ્ત્ર દળો દ્વારા થઈ રહેલી સલામતીલક્ષી પ્રતિક્રિયાને સંયુક્ત રાષ્ટ્ર સંઘે વંશીય હિંસા ગણાવી છે.
મ્યાનમાર સૈન્યની સતામણીના આક્ષેપો બાદ રોહિંગ્યા મુસ્લિમોની વસ્તી ધરાવતા ગામો સળગાવી નાખવાના અહેવાલો વહેતા થયા હતા. મ્યાનમાર સ્થિત મોટાભાગના રોહિંગ્યા મુસ્લિમો મ્યાનમાર છોડી વિશાળ સંખ્યામાં બાંગ્લાદેશ તરફ હિજરત કરી રહ્યા છે.
સેના પોતાનો બચાવ કરતા કહે છે કે ઉત્તરીય રખાઈન રાજ્યમાં તેમની કામગીરી ઉગ્રવાદીઓને બહાર કાઢવાની છે. તેમણે એ વાતનો ઈન્કાર કર્યો હતો કે સેના દ્વારા નાગરિકોને લક્ષ્ય બનાવવામાં આવે છે.
આંગ સુ કીએ જણાવ્યું હતું કે તેઓ આ સંબોધન એટલા માટે કરી રહ્યાં છે. કારણ કે તે આ સપ્તાહના અંતમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભામાં હાજર નહીં રહી શકે.
તેમણે જણાવ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય પણ તેમની સરકાર દ્વારા આ પરિસ્થિતિને થાળે પાડવા થઇ રહેલા પ્રયાસોથી વાકેફ રહે.
સુ કીએ તેમનાં સંબોધનમાં તમામ માનવીય હક્કોના ઉલ્લંઘનની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે સુરક્ષાનું કારણ દર્શાવીને રખાઈનમાં થયેલી હિંસા અને સત્તાના થયેલા દુરુપયોગ માટે જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.