ભારતમાં 50 વર્ષ પહેલાં શેરીઓમાં કેવી હતી જિંદગી?

મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાના સમયમાં, બધા થોડા ઘણે અંશે ફોટોગ્રાફર બની ચૂક્યા છે, જેના કારણે તેમના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર ઘણા લોકોને આકર્ષે છે. પરંતુ ભારતની એક ગૅલરીમાં સ્ટ્રીટ ફોટોગ્રાફીની સંસ્કૃતિના માનમાં ઍક્ઝિબિશન યોજાયું હતું. જેમાં 23 ફોટોગ્રાફ રજૂ કરાયા હતા.

જેમાં કેતકી શેઠ, પાબ્લો બાર્થોલોમ્યૂ, રઘુ રાય અને સૂની તારાપોરવાલાએ પાડેલી કેટલીક તસવીરો રજૂ કરાઈ હતી.

દિલ્હીસ્થિત ફોટોઇન્ક, જેમણે આ શોનું આયોજન કર્યું હતું, જણાવે છે કે, "આ એક એવો સમયગાળો હતો જેમાં લોકોની મંજૂરી માટેનાં લખાણ નહોતાં થતાં. કૅમેરામૅન લોકોની તેમની અવ્યક્ત મંજૂરી સાથે તસવીર લઈ શકતા હતા."

"સ્ટ્રીટ ફોટોગ્રાફી વધુ જટીલ અને વધુ હરીફાઈવાળી બનતી જઈ રહી છે. સર્વેલન્સ અને પ્રાઇવસીના મુદ્દા હોવા છતાં હવે મોબાઇલ ફોન સાથેની દરેક વ્યક્તિ સ્ટ્રીટ ફોટોગ્રાફર બની ગઈ છે." શોમાં રજૂ કરાયેલી કેટલીક તસવીરો અહીં જુઓ :

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો