Winter Olympics 2022 : ચીનમાં વિન્ટર ઑલિમ્પિક્સનો વિવાદો વચ્ચે પ્રારંભ, ભારતે બહિષ્કાર કેમ કર્યો? - પ્રેસ રિવ્યૂ
છેલ્લા કેટલાક દશકોમાં સૌથી વિવાદિત માનવામાં આવી રહેલા વિન્ટર ઑલિમ્પિક્સ 2022ની શરૂઆત બીજિંગમાં થઈ છે. આ સાથે જ બીજિંગ એકમાત્ર એવું શહેર બની ગયું છે જેણે સમર અને વિન્ટર એમ બન્ને ઑલિમ્પિક્સ ગેઇમનું આયોજન કર્યું છે.

કોવિડ-19ના કડક પ્રતિબંધો સાથે આ ઑલિમ્પિક્સ રાજકીય તણાવનું કારણ પણ બન્યો છે. ભારતે રાજકીય સ્તરે પર આ આયોજનનો બહિષ્કાર કર્યો છે.
તો અમેરિકા સહિત ઘણાં રાષ્ટ્રોએ પણ ચીનના શિનજિયાંગમાં માનવાધિકારના ઉલ્લંઘનના આરોપસર આ આયોજનનો બહિસ્કાર કર્યો છે.
અહીં ઍથ્લીટ અને અધિકારીઓ કોરોના પ્રસરતો અટકાવવા માટે તૈયાર કરાયેલા 'બબલ'ની અંદર જ રહી રહ્યા છે. તેમને આ બબલની બહાર જવાની પરવાનગી નથી.

ભારત 5 લાખથી વધારે કોવિડ મૃત્યુ ધરાવતો ત્રીજો દેશ બન્યો

ઇમેજ સ્રોત, Getty Images
ભારત વિશ્વમાં એવો ત્રીજો દેશ બન્યો છે, જ્યાં કોવિડથી થયેલાં મૃત્યુની સત્તાવાર સંખ્યા પાંચ લાખથી વધારે થઈ ગઈ છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, સૌથી વધુ 9.1 લાખ મૃત્યુ અમેરિકામાં અને ત્યાર બાદ 6.3 લાખ સાથે બ્રાઝિલ બીજા ક્રમાંકે છે. ભારતે ગુરુવારે જ પાંચ લાખનો આંકડો વટાવ્યો છે.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ભારતમાં છેલ્લાં એક લાખ મૃત્યુ નોંધાતાં 217 દિવસનો સમય લાગ્યો. જે અત્યાર સુધીની તમામ લહેરોમાં સૌથી વધારે સમય છે.
આ આંક પરથી ખ્લાય આવે છે કે હાલની લહેરમાં મૃત્યુદર ખૂબ ઓછો અને ધીમો રહ્યો છે. જેની પાછળનાં કારણોમાં ઓમિક્રૉન વૅરિયન્ટ તેમજ રસીકરણનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુરુવારે ભારતમાં કોરોના વાઇરસના નવા 1,49,190 કેસ નોંધાયા હતા. સાત જાન્યુઆરી બાદ પહેલી વખત દેશમાં કોરોનાના દૈનિક કેસ 1.50 લાખથી ઓછા નોંધાયા છે.

તાલિબાન પર મહિલાનું અપહરણ કરવાનો આરોપ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક વિરોધપ્રદર્શન દરમિયાન તાલિબાને કથિત રીતે એક મહિલા પ્રદર્શનકારીનું અપહરણ કર્યું છે.
બીબીસીને એક સૂત્ર પાસેથી મળેલી જાણકારી અનુસાર, મુરસલ અયારની બુધવારે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.
તેમની ધરપકડ મહિલાઓ માટે સમાન અધિકારની માગ માટે કરાયેલા પ્રદર્શનમાં ભાગ લીધા બાદ કરાઈ હતી.
અફઘાન મહિલાઓ વિરોધપ્રદર્શનો દ્વારા અફઘાનિસ્તાનમાં મહિલાઓના સમાન અધિકારની માગ કરી રહી છે. તેમનાં પ્રદર્શનોએ આંતરરાષ્ટ્રીય સ્તર પર ધ્યાન આકર્ષિત કર્યું છે.
માનવામાં આવે છે કે અયાર છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં છઠ્ઠાં એવાં પ્રદર્શનકારી છે, જે ગુમ થયાં છે.
જોકે, તાલિબાને કોઈ પણ મહિલાની ધરપકડના અહેવાલોને રદિયો આપ્યો છે.
તાલિબાનના પ્રવક્તા બિલાલ કરીમીએ બીબીસીને કહ્યું, "આ મામલો હાલમાં જ ધ્યાને આવ્યો છે, અમે તેની તપાસ કરી રહ્યા છીએ."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો-












