બ્લૂ ડાયમંડ : અબજો વર્ષો પહેલાં બનેલા હીરા 'ટાઇમ કૅપ્સૂલ' જેવા કેમ છે અને અમૂલ્ય બ્લૂ ડાયમંડનું રહસ્ય શું છે?
- લેેખક, બીબીસી મુંડો
- પદ, .
આ દુનિયામાં અબજો વર્ષો પહેલાં હીરા બન્યા હતા. આજે એમાંથી કેટલાક હીરાના તેજથી આપણી આંખો અંજાઈ જાય છે.
હીરાને શાશ્વત પ્રેમના વચન તરીકે અને સમૃદ્ધિ અને વૈભવના પ્રતીક તરીકે જોવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાચીન સમયમાં, હીરાને શાંતિ પ્રદાન કરનારો માનવામાં આવતો હતો. એવું કહેવાય છે કે હીરાને ધારણ કરવાથી શક્તિ મળે છે. તે દુશ્મનો, અનિષ્ટો અને દુ:સ્વપ્નો સામે રક્ષણ આપે છે.
ભારતમાં હીરાનો ઉલ્લેખ વેદોમાં કરવામાં આવ્યો છે. હીરા હિંદુ દેવી-દેવતાઓના પણ પ્રિય રહ્યા છે.
સન્ 868ના બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા 'હીરક સૂત્ર' અનુસાર, હીરા એક એવી વસ્તુ છે જેના દ્વારા તમે દુન્યવી ભ્રમણાને ભેદીને વાસ્તવિક અને શાશ્વત ચીજો પર પ્રકાશ પાડી શકો છો.
જોકે તેની શ્રેષ્ઠ વ્યાખ્યા કદાચ પ્રાચીન ગ્રીસમાં કરવામાં આવી હતી. ગ્રીક લોકો હીરાને ભગવાનના આંસુ અથવા તો આકાશમાંથી ખરી પડેલા તારાઓનો ટુકડા માનતા હતા.
હીરાની સૌથી અદ્ભુત બાબત એ છે કે તેની સચ્ચાઈ અસાધારણ છે અને તેને લગતી માન્યતાઓ પણ અનોખી છે.

હીરાને 'ફેન્ટસી' કેમ કહેવાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
જે કાર્બન તત્વમાંથી હીરા બને છે તે જ તત્વ જીવનનો આધાર પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હીરા અસાધારણરૂપે સખત ધાતુ છે. તેઓ જે પરિસ્થિતિઓમાં જન્મ લે છે તેમાં ભારે દબાણનો સામનો કરવાની ક્ષમતા હોય છે. જો કે, જો હાઇડ્રોજન અને તાપમાનનું યોગ્ય સંયોજન થાય તો અલબત્ત, તે કાર્બન ડાયોક્સાઇડ બનીને ઉડી પણ જાય.
હીરા અસાધારણરૂપે આભા અને ચળક ધરાવે છે. પરંતુ તે ખૂબ જ નક્કર પણ હોય છે. હીરા શ્રેષ્ઠ ઉષ્માવાહક છે.
તાપમાનને કારણે તેમનું કદમાં બહુ ઓછો બદલાવ આવે છે. તે આલ્કલાઇન અને એસિડિક રસાયણો પ્રત્યે પણ નિષ્ક્રિય હોય છે.
ગહન અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે તે પારદર્શક બની જાય છે. ઋણ ઇલેક્ટ્રોનૅગેટિવિટી ધરાવતા જૂજ પદાર્થો પૈકીના એક હીરા છે.
આ પૃથ્વી પર બહુ ઓછી જગ્યાએ તેની કુદરતી રીતે રચના થાય છે. તે પૃથ્વીની નીચેના સૌથી ઉપરના બે સ્તરોમાં રચાય છે અથવા તો તે ઉલ્કાપિંડોના પ્રભાવથી રચાય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
હીરા ખૂબ જ વિસ્ફોટક રીતે પૃથ્વીની સપાટી પર આવે છે. પૃથ્વીની અંદર અત્યાર સુધીમાં થયેલા સૌથી મોટા વિસ્ફોટોનું પરિણામ છે આ હીરા. આ વિસ્ફોટોને કારણે બનેલા કેટલાક જ્વાળામુખીઓના મૂળ પૃથ્વીમાં ખૂબ ઊંડા છે.
બધા હીરા પારદર્શક હોતા નથી. કેટલાક આછા પીળા અને કેટલાક ભૂરા રંગના હોય છે.
કેટલાક હીરા રંગીન પણ હોય છે અને તેને 'ફતાંસી' કહેવામાં આવે છે. લાલ, વાદળી અને લીલા રંગના હીરા તો લગભગ દુર્લભ ગણાય છે. નારંગી, પીળા અને સહેજ પીળાશ પડતા લીલા રંગના હીરા સૌથી સામાન્ય છે.
જોકે એકવાર હીરાની રચના થઈ જાય પછી તેમની સ્ફટિક જેવી રચના કોઈપણ ધાતુને પકડી રાખવાની અને તેને સુરક્ષિત રાખવાની ક્ષમતા ધરાવે છે.
વૈજ્ઞાનિકો માટે, તે પૃથ્વીની સૌથી મોટી સપાટી પર મળી આવતા ખનીજની ઝલક આપે છે. સાથે જ તે એ પણ જણાવે છે કે પૃથ્વીની નીચે માઈલો ઊંડે શું સ્થિતિ છે. બ્લૂ ડાયમંડ કે વાદળી હીરા આ અર્થમાં ખૂબ જ અસાધારણ છે.

શુદ્ધતામાં એની હેડીનું કોઈ નથી

ઇમેજ સ્રોત, Getty Images
આપણી દુનિયામાં મોટાભાગના હીરા પૃથ્વીની નીચે 150 કિલોમીટરની ઊંડાઈએ બને છે.
વાદળી હીરા પૃથ્વીના સૌથી નીચલા આવરણમાં ચાર ગણી ઊંડાઈએ બને છે.
2018માં બહાર આવેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે.
જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રી ઇવાન સ્મિથ કહે છે કે, "હીરા જેવા રત્નો ખૂબ મોંઘા હોય છે, તેથી તે વૈજ્ઞાનિક સંશોધનના હેતુ માટે મેળવવા મુશ્કેલ છે." સ્મિથ આ અભ્યાસના ટોચના લેખક છે.
હીરા માત્ર મૂલ્યની દ્રષ્ટિએ જ નહીં પરંતુ શુદ્ધતાની દ્રષ્ટિએ પણ ઉમદા છે. તેનામાં બીજા કશાની ભેળસેળની સંભાવના નથી. હીરા બને ત્યારે પણ અન્ય કોઈ ધાતુ અથવા તેના જેવું કોઈ ખનિજની તેમાં ભેળસેળ થઈ શકતી નથી.
હીરાની આ અપૂર્ણતા જ તેના વિશે વૈજ્ઞાનિકોને વધુ માહિતી આપવામાં મદદરૂપ સાબિત થાય છે.
જો કે વૈજ્ઞાનિકોએ 46 વાદળી હીરાનું વિશ્લેષણ કરવામાં સફળતા મેળવી છે, જેમાં કેટલીક વસ્તુઓ જોડાઈ ગઈ હતી. તેઓ માને છે કે આ હીરા પૃથ્વીના પેટાળમાં 410 થી 660 કિલોમીટરની ઊંડાઈએ પેદા થયા હશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આમાંથી કેટલાક હીરાના નમૂનાઓના અભ્યાસથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, તે પૃથ્વીના પેટાળમાં 660 કિલોમીટર કરતાં પણ વધુ ઊંડાઈએ બન્યા છે. એટલે કે તેઓ પૃથ્વીના સૌથી નીચલા આવરણમાં બન્યા છે.
આ રીતે જોઈએ તો આ હીરા ખરી ટાઈમ કેપ્સ્યુલ સાબિત થયા છે. એટલે કે, તેમાંથી એવી માહિતી મળે છે, જે શોધવી લગભગ અશક્ય છે.
અમેરિકન મ્યુઝિયમ ઑફ હિસ્ટ્રીના જેમ ઍન્ડ મિનરલ રૂપના ક્યુરેટર અને ભૂસ્તરશાસ્ત્રી જ્યોર્જ હર્લોએ બીબીસી રીલ નેચરલને જણાવ્યું હતું કે, "આપણે પૃથ્વીના અંદરના ભાગમાં ઊંડે સુધી જઈ શકતા નથી." જ્યારે હીરા તો ત્યાં જ પેદા થાય છે.
સામાન્ય રીતે ત્યાં જે પણ હોય તેને તે આવરી લે છે.
તે કહે છે, "એક રીતે આ અવકાશના શોધ મિશન જેવું છે. આખરે પૃથ્વીની સપાટી પર કેટલાક હીરા મળી આવે છે અને આપણને તેમના વિશે અભ્યાસ કરવાની તક મળી જાય છે."

બ્લૂ ડાયમંડ: રહસ્યમાં લપેટાયેલો એક કોયડો

બ્લૂ ડાયમંડ લાંબા સમયથી ઇતિહાસનું રહસ્ય બની રહ્યું છે. હીરામાં આવા અદ્ભુત રંગો કેમ સમાયેલા હોય છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
આખરે જાણવા મળ્યું કે તેમાં બોરોનના અવશેષો હોય છે. તે એક ધાત્વિક રસાયણ છે, જે હીરાની વૃદ્ધિ દરમિયાન તેમાં હાજર સ્ફટિકોની જાળીમાં પ્રવેશ કરવાની ક્ષમતા ધરાવે છે.
પરંતુ આ રહસ્ય પરથી પડદો ઉંચકાયા બાદ એક કોયડો સામે આવ્યો-
જ્યારે પૃથ્વીના નીચલા આવરણમાં હીરાની રચના થઈ અને ત્યાં તેના સ્તરો પર બોરોન હાજર હતો, તો પછી તેને આ બોરોન ક્યાંથી મળ્યું.
આ ભૂરાસાયણિક કોયડાનો જવાબ આપણને પૃથ્વીની ઊંડાઈ વિશે પણ સંકેત આપે છે.
સ્મિથના નેતૃત્વ હેઠળ કામ કરી રહેલા સંશોધન જૂથ દ્વારા આ ધારણા રજૂ કરવામાં આવી હતી.
તે કહે છે કે બોરોન સમુદ્રની સપાટીથી પૃથ્વીના ઊંડા સ્તર સુધી ગયું. જ્યારે તેની ટેકટૉનિક પ્લેટો એકબીજાની અંદર સરકી રહી હતી ત્યારે આ પ્રક્રિયા બની. આ પ્રક્રિયાને સબડક્શન કહેવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
હીરા પાણીથી ભરેલાં ખનીજોમાં સમાઈને સમુદ્રના ઊંડાં તળ સુધી પોતાની પહોંચ બનાવી લે છે. તે સમુદ્રી પ્લેટના સ્તર સુધી પણ પહોંચે છે.
પૃથ્વીની સપાટીથી આટલાં ઊંડાણમાં જન્મેલા હીરામાં બોરોન અવશેષોની હાજરી સૂચવે છે કે પાણીથી ભરેલા ખનીજો અગાઉના અંદાજ કરતાં પૃથ્વીના પેટાળમાં વધુ ઊંડે સુધી પ્રસરે છે.
આ બહુ વધારે પડતું ઊંડાણ અલગ જળચક્રની શક્યતા સૂચવે છે.
હર્લો કહે છે કે બ્લૂ ડાયમંડ કે વાદળી રંગના હીરા અતિસુંદર અને દુર્લભ હોવાથી સાથે જ તે ખૂબ જ રસપ્રદ પણ છે. હીરા આપણને આપણી પૃથ્વી વિશે ઘણું શીખવે છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













