ભાજપને કૉંગ્રેસ સહિતના પાંચ પક્ષો કરતાં ત્રણ ગણું દાનભંડોળ મળ્યું TOP NEWS

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપને નાણાકીય વર્ષ 2019-2020માં કૉંગ્રેસ, તૃણમૂલ કૉંગ્રેસ અને એનસીપી સહિત પાંચ પક્ષોને મળેલાં કુલ દાન કરતાં ત્રણ ગણું દાન મળ્યું હોવાનું 'ઍસોસિયેશન ફૉર ડૅમૉક્રેટિક રિફોર્મ્સ'ના અહેવાલમાં જણાવાયું છે.
ભાજપે જાહેર કરેલી દાનની વિગતો મુજબ તેને નાણાકીય વર્ષ 2019-2020 દરમિયાન રૂપિયા 785.77 કરોડનું દાન મળ્યું હતું, જ્યારે આ જ સમયમાં કૉંગ્રેસ, તૃણમૂલ કૉંગ્રેસ, એનસીપી, સીપીઆઈ, સીપીએમ જેવા પાંચ પક્ષોને કુલ રૂપિયા 228.035 કરોડનું દાન મળ્યું હતું.
'દૈનિક જાગરણ' અને 'ધ ટ્રિબ્યૂન'ના અહેવાલ અનુસાર ભાજપે જાહેર કરેલા દાનમાં અમરાવતી મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી મળેલા દાનની વિગતો પણ જાહેર કરાઈ છે.
આ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં મેયર અને ડેપ્યુટી મેયર બંને ભાજપના જ છે. પક્ષે જાહેર કરેલા દાનમાં ત્રણ દાતાઓ પાસેથી જમીન મળી હોવાની પણ વિગતો જાહેર કરાઈ છે.
એડીઆર દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં રાષ્ટ્રીય પક્ષોને નાણાકીય વર્ષ 2019-2020 દરમિયાન 20 હજાર રૂપિયા કરતાં વધારે રકમના મળેલા દાન પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.
રાજકીય પક્ષોએ ચૂંટણીપંચમાં રજૂ કરેલાં સોગંદનામાંના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ ભાજપને અમરાવતી મ્યુનિસિપલ કૉર્પોરેશને રૂપિયા 4.80 લાખનું દાન આપ્યું હતું.
જોકે, મ્યુનિસિપલ કૉર્પોરેશનના આ દાન સામે તેની કાયદેસરતા અંગે સવાલો ઊભા થયા છે.
મ્યુનિસિપલ કૉર્પોરેશન એક સરકારી સંસ્થા છે અને તેના મેયર અને ડેપ્યુટી મેયર ભાજપમાંથી જ હોય ત્યારે તે રાજકીય પક્ષને દાન આપી શકે કે કેમ તે સવાલ સર્જાયો છે. ભાજપે રૂપિયા 149.875 કરોડનાં 570 દાનની વિગતો જાહેર કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસને 25 દાન મારફત રૂપિયા 2.68 કરોડની રકમ મળી છે. એનસીપીને બે ચેક મારફત રૂપિયા 3 કરોડનું દાન મળ્યું છે.

અયોધ્યામાં રામમંદિર પૂજા માટે 2023માં ખુલ્લું મુકાશે?

ઇમેજ સ્રોત, NURPHOTO
અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભૂમિપૂજનના એક વર્ષ થયા પછી એવા સમાચાર છે કે શ્રદ્ધાળુઓ 2023નું વર્ષ પૂરું થતાં પહેલા જ રામમંદિરનાં દર્શન અને પૂજા કરી શકશે.
'ફાયનાન્સિયલ એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ સમગ્ર રામમંદિર સંકુલનું બાંધકામ 2025ના અંત સુધીમાં પૂરુ થવાની આશા છે.
'શ્રીરામજન્મભૂમિ તીર્થટ્રસ્ટ' દ્વારા આ લક્ષ્યને હાંસલ કરવા માટે બાંધકામની સમયબદ્ધ કાર્યયોજના બનાવાઈ છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી રામમંદિરના નિર્માણનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે 5 ઑગસ્ટના રોજ રામમંદિરનો શિલાન્યાસ કર્યો હતો.
મંદિરના નિર્માણ માટે 'શ્રીરામજન્મભૂમિ તીર્થટ્રસ્ટ' દ્વારા ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2023માં આ મંદિરનું ઉદ્ઘાટન કરશે એવા અહેવાલ છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












