You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાથરસ કેસ: શું વીર્યનું વસ્ત્રો પર મળી આવવું જ બળાત્કાર છે? - ફૅક્ટ ચેક
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ગુજરાતી
હાથરસ કથિત દુષ્કર્મ અને હત્યા કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે ફૉરેન્સિક રિપોર્ટનો આધાર આગળ કરી કહ્યું છે કે દલિત યુવતી સાથે દુષ્કર્મ નહોતું આચરવામાં આવ્યું.
યુપી પોલીસના એડી. જી. પી (કાયદો-વ્યવસ્થા) પ્રશાંત કુમારે ગુરૂવારે પત્રકારપરિષદમાં કહ્યું, "એફએસએલ (ફૉરેન્સિક સાયન્સ લેબ)ના રિપોર્ટ અનુસાર, વિસેરાના નમૂનામાં કોઈ વીર્ય/સીમન અથવા તેનું પ્રમાણ નથી મળી આવ્યું. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અનુસાર હુમલા બાદ જે ટ્રોમા થયો એના કારણે મૃત્યુ થયું છે. અધિકારીઓના નિવેદનો છતા ખોટી ખબરો ફેલાવવામાં આવી રહી છે."
તેમણે કહ્યું, "આનાથી સ્પષ્ટ છે કે જ્ઞાતિય તણાવ ઊભો કરવા માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે અને આગળ પણ કરશે."
વળી યુપી પોલીસના આ નિવેદન બાદ તેમની ભારે ટીકા થઈ રહી છે.
પીડિતાનો વિસેરા રિપોર્ટ હજુ સામે નથી આવ્યો પણ પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે પીડિતા સાથે દુષ્કર્મ નથી થયું.
તો શું માત્ર વીર્ય/સીમન મળવાથી જ ભારતીય દંડ સંહિતા હેઠળ દુષ્કર્મનો કેસ બને છે? આ રિપોર્ટમાં એ જ જાણવાની કોશિશ કરીશું.
બળાત્કાર વિશે કાયદો શું કહે છે?
ભારતીય દંડ સંહિતામાં 1980માં બળાત્કારને અપરાધ ગણી તેના સંબંધિત ધારાઓને સામેલ કરી લેવાઈ હતી. આઈપીસીના કલમ 375(1) કાનૂની રીતે બળાત્કારની વ્યાખ્યા કરે છે.
આઈપીસી અનુસાર જો કોઈ પુરુષ મહિલાની સંમતિ વગર અથવા બળજબરીપૂર્વક તેની સાથે શરીર સંબંધ બનાવે તો તેને દુષ્કર્મની શ્રેણીમાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં સંમતિને પણ પરિભાષિત કરવામાં આવી છે. મહિલા મોત અથવા ઈજા પહોંચાડવાના ડરથી સહમતી આપે છે તો પણ તે બળાત્કારની શ્રેણીમાં આવે છે.
કલમ 375માં સ્પષ્ટ કહેવાયું છે કે સંભોગ દરમિયાન માત્ર પેનિટ્રેશન થવાની બાબતને જ બળાત્કાર માટે પૂરતું માની શકાશે.
કલમ 376માં બળાત્કાર સામે 10 વર્ષથી લઈને આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઈ છે.
વર્ષ 2012માં નિર્ભયાકાંડ બાદ દેશમાં યૌન હિંસા અને બળાત્કાર સંબંધી કાનૂનમાં મોટા ફેરફાર થયા હતા. તેમાં બળાત્કાર અને યૌન હિંસાની પરિભાષાનો વ્યાપ વધારાયો હતો.
જસ્ટિસ જે. એસ. વર્માની ભલામણો બાદ સંસદે 2013માં અપરાધિક કાનૂન (સંશોધન) અધિનિયમ પાસ કર્યો હતો. જેમાં મોતની સજાની જોગવાઈ કરવામાં આવી હતી.
જો બળાત્કાર મામલામાં પીડિતાનું મોત થઈ જાય અથવા તે અચેતન અવસ્થામાં જતી રહે તો સૌથી વધુ મોતની સજાની પણ જોગવાઈ છે.
આ જ કાનૂન હેઠળ કોઈ યુવતીનો પીછો કરવો અથવા તેનો એકીટસે જોયા કરવાની બાબતને પણ અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવી છે.
વીર્ય ન મળી આવે ત શું બળાત્કાર નથી થયો?
દિલ્હી હાઈકોર્ટના વકીલ જયંત ભટ્ટ કહે છે કે બળાત્કાર પુરવાર કરવા માટે મહિલાનાં શરીર પર સીમન અથવા વાર્યનું મળી આવવું જરૂરી નથી.
તેઓ કહે છે,"સીમન અથવા વીર્ય શરીર પર મળી આવવા વિશે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદા છે. જેમાં કોર્ટે સીમન હોવા ન હોવાની બાબતને જરૂરી નથી ઘણી. નિર્ભયાકાંડ બાદ જે ઘટના બની પછી થયેલા કાનૂની ફેરફારને લીધે બળાત્કારની પરિભાષા ઘણી વ્યાપક થઈ ગઈ છે. હવે કોઈ પણ પ્રકારનું પેનિટ્રેશન કલમ 375 અને 376માં સામેલ કરી લેવાયું છે. "
પરમિંદર ઉર્ફે યુવક પોલા વિરુદ્ધ દિલ્હી સરકાર (2014) કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો જેમાં હાઈકોર્ટે કહ્યું હતું કે શરીર પર સીમનનું હોવું બળાત્કાર પુરવાર કરવા માટે જરૂરી નથી.
ધ ઇન્ડિયન એક્સપ્રેસે હાથરસના એસ. પી વિક્રાંત વીરને ટાંકીને લખ્યું હતું કે પીડિતાએ 22મી સપ્ટેમ્બરે ભાનમાં આવ્યા બાદ મૅજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું હતું અને યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તેમનો બળાત્કાર થયો હતો.
હાથરસ કેસમાં વિસેરા રિપોર્ટ, એફએસએલ રિપોર્ટ અને પોસ્ટમૉર્ટમ રિપોર્ટને બાજુ પર મૂકીએ દઈએ અને માત્ર પીડિતાનાં નિવેદનને જોઈએ તો એ કેટલું માન્ય રાખે છે?
આના જવાબમાં વકીલ જયંત ભટ્ટ કહે છે,"જો કોઈ પીડિતા મૃત્યુ પહેલાં કોઈ મૅજિસ્ટ્રેટ સમક્ષ આખરી નિવેદન આપે તો તેને 'ડાઇંગ ડિક્લેરેશન' ગણવામાં આવે છે. એવામાં મેં જેટલા કેસ લડ્યા છે એમાં એ જોયું છે કે કોર્ટમાં આખરી નિવેદનને પીડિતાનું સાચું નિવેદન માનવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિ આખરી સમયમાં ખોટું નથી બોલતી અને આથી આ કેસમાં નિવેદન ખૂબ જ મહત્ત્વની કડી સાબિત થશે."
જયંત ભટ્ટનું કહેવું છે કે આ કેસને માત્ર ગૅંગરેપ તરીકે ન જોવો જોઈએ કેમ કે તેમાં હત્યાનો મામલો પણ સામેલ છે, જેમાં મોતની સજાની જોગવાઈ પણ છે.
વળી એફએસએલના આધારે પોલીસે નિવેદન જરૂર આપ્યું છે પરંતુ હજુ સુધી પોસ્ટમૉર્ટમ રિપોર્ટ જાહેર નથી કરાયો, જેથી પુષ્ટિ થાય કે બળાત્કાર થયો છે કે નહી. જોકે બીબીસીની ફૅક્ટ ચેકથી એટલું તો માલૂમ થયું છે કે બળાત્કારના મામલા માટે શરીર પર વીર્ય કે સીમન મળી આવવું જરૂરી નથી હોતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો