'પોલીસે બધી હદ પાર કરી નાખી, મારા બાળકને પણ ન છોડ્યું', મધ્ય પ્રદેશના દલિત ખેડૂતની આપવીતી

દલિત ખેડૂત

ઇમેજ સ્રોત, SHURAIH NIYAZI/BBC

    • લેેખક, શુરેહ નિયાઝી
    • પદ, ભોપાલથી, બીબીસી ગુજરાતી માટે

મધ્ય પ્રદેશના ગુનામાં પોલીસદમનનો ભોગ બનેલા દલિત ખેડૂત રાજકુમાર અહીરવારનું કહેવું છે કે પોલીસે તે દિવસે બધી હદો પાર કરી હતી.

તેમણે કહ્યું કે પોલીસે તેમનાં પત્ની, માતા અને ભાઈની સાથે-સાથે તેમનાં નાનાં બાળકોને પણ નિશાન બનાવ્યાં હતાં.

રાજકુમાર અને તેમનાં પત્ની સાવિત્રી હાલ ગુનાના સરકારી હૉસ્પિટલમાં દાખલ છે.

તેમણે કહ્યું, "અમે ખેતરમાં આવેલા પોલીસઅધિકારીઓને ઘણી વિનંતી કરી, પરંતુ તેઓ અમારી વાત સાંભળવા માટે તૈયાર નહોતા. તેમણે અમને ગાળો આપી અને કહ્યું કે તું હઠીશ કે નહીં. એ પછી તેઓ અમારા પરિવાર પર તૂટી પડ્યા."

રાજકુમારે હૉસ્પિટલથી ફોન પર વાત કરતાં કહ્યું કે તેમનાં પત્ની, માતા અને ભાઈ સિવાય તેમના સાત મહિનાના બાળક પર પણ પોલીસે કેર વર્ત્યો હતો.

તેમનાં પત્ની સાવિત્રી હાલ હૉસ્પિટલમાં બેહોશ પડ્યાં છે અને વાત કરવાની પરિસ્થિતિમાં નથી.

રાજકુમારનાં માતા ગીતાબાઈ કહે છે કે તેમણે પ્રશાસન પાસે માત્ર બે મહિનાનો સમય માગ્યો હતો એટલે તૈયાર થયેલા પાકને નુકસાન ન થાય.

દલિત ખેડૂત

ઇમેજ સ્રોત, SHURAIH NIYAZI/BBC

ઇમેજ કૅપ્શન, હૉસ્પિટલમાં દાખલ રાજકુમાર

ગીતાબાઈ કહે છે કે ગબ્બૂ પારદી, જેમની પાસેથી તેમણે જમીન ભાડેપટે લીધી છે, તેઓ 35 વર્ષથી આના પર ખેતી કરતા હતા.

તેઓ કહે છે, "એ 35 વર્ષથી આ જમીન પર ખેતી કરતા હતા, તો અમે કેવી રીતે ન માનીએ કે તેઓ આ જમીનના માલિક નથી? બે વર્ષથી અમે તેના પર ખેતી કરતાં હતાં."

ગીતાબાઈએ કહ્યું કે જમીન જેમના પર તેઓ ખેતી કરી રહ્યાં છે, લગભગ 50 વીઘા છે. આહીરવાર પરિવારનું કહેવું છે કે તેમણે ક્યારેય એવો દાવો નથી કર્યો કે જમીન તેમની છે.

પરિવારનું ગુજરાન આ ખેતીમાંથી જ થાય છે

આ જમીન પર રાજકુમાર આહીરવાર પોતાનાં પત્ની અને છ બાળકો સાથે રહે છે. માતાપિતા અને એક ભાઈ શિશુપાલ પણ અહીં જ રહે છે, તેઓ અવિવાહિત છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રાજકુમારને ચાર પુત્રો અને બે પુત્રીઓ છે.

આહીરવાર પરિવાર કોઈ પણ અધિકારી કે પોલીસકર્મી સાથે ગેરવર્તન કર્યાની વાતને નકારી કાઢે છે.

ગીતાબાઈનો દાવો છે કે આખા પરિવારનું ગુજરાન આ જમીનથી ચાલે છે, એટલે બધાએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.

આ કારણે જ તેમના મોટા પુત્ર અને પુત્રવધુએ જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયત્ન પણ કર્યો હતો.

આખી ઘટનાનો વીડિયો વાઇરલ થયા પછી મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગુના જિલ્લાના કલેક્ટર અને પોલીસ અધીક્ષકને હઠાવી દીધા છે. એ પછી છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.

વાઇરલ વીડિયોમાં દેખાય છે કે રાજકુમારનાં છ બાળકો પણ ઘટના વખતે રડતાં રહ્યાં અને તેમનો અવાજ સાંભળી શકાય છે.

line

તે દિવસે શું થયું હતું?

દલિત ખેડૂત

ઇમેજ સ્રોત, SHURAIH NIYAZI/BBC

આ ઘટનાસ્થળ શહેરના કૅન્ટ પોલીસસ્ટેશન હેઠળ આવે છે.

શહેરના સબડિવિઝનલ મૅજિસ્ટ્રેટના નેતૃત્વમાં એક ટીમ ત્યાં અતિક્રમણ હઠાવવા માટે પહોંચી હતી. જ્યાં રાજકુમાર ખેતી કરતા હતા, ત્યાં પોલીસદળે જેસીબી મશીન ફેરવવાનું શરૂ કર્યું હતું.

રાજકુમાર અને તેમનાં પત્નીએ તેમનો વિરોધ કર્યો હતો પરંતુ પોલીસે તેમને માર માર્યો અને પાક હઠાવતા રહ્યા. ત્યાર પછી પતિ-પત્નીએ જંતુનાશક પીને પોતાનો જીવ આપવાનો પ્રયત્ન કર્યો.

આ જમીન આદર્શ મહાવિદ્યાલય માટે ફાળવવામાં આવી હતી.

સરકારી અધિકારીઓનો દાવો છે કે આ જમીન ગપ્પૂ પારદીની માલિકીમાં હતી અને તેમણે પૈસા લઈને આ જમીન રાજકુમાર અહીરવારને ખેતી કરવા માટે આપી હતી.

ખેતી કરવા માટે રાજકુમારે દેવું કર્યું હતું. તંત્રએ આ પરિવારની એક પણ વાત ન સાંભળી અને તેમને માર માર્યો.

મારઝૂડ પછી પણ તેમની વાત ન સાંભળવામાં આવી તો તેમણે જંતુનાશક દવા પી લીધી. એ પછી બંને જમીન પર પડી ગયાં, પરંતુ અધિકારીઓએ તેમને હૉસ્પિટલ ન મોકલ્યા. તેમનાં બાળકો તેમને ઉઠાવવાની કોશિશ કરતાં રહ્યાં. પછી તંત્રના અધિકારી તેમને હૉસ્પિટલ લઈને ગયા.

ત્યાં હાજર રહેલા પોલીસદળનું કહેવું હતું કે રાજકુમારનો પરિવાર વાતને વધારીને કહી રહ્યો છે પરંતુ જ્યારે રાજકુમારના ભાઈ ત્યાં આવ્યા તો પોલીસે તેમની સાથે પણ મારઝૂડ કરી હતી.

કૉંગ્રેસનેતા રાહુલ ગાંધી અને બહુજન સમાજ પાર્ટીનાં નેતા માયાવતી સહિતના નેતાઓએ આ મુદ્દો ઉઠાવ્યો છે.

મધ્ય પ્રદેશમાં વિપક્ષી કૉંગ્રસ પાર્ટીની સાથે ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પોલીસ પર નિશાન સાધ્યું. કેટલાંક સંગઠનોએ પણ આ પરિવાર સાથે મારઝૂડનો વિરોધ કર્યો છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો