કોરોના વાઇરસ : નરેન્દ્ર મોદી સરકારનું રાહત પૅકેજ અર્થતંત્ર માટે ઓક્સિજન તો બનશે પણ હજી શું ખૂટે છે?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી વિશ્વભરમાં 34,000થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 7 લાખથી વધારે લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. સવા લાખ લોકોને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ભારતની વાત કરીએ તો અત્યાર સુધી 1000થી વધારે પૉઝિટિવ કેસો સામે આવ્યા છે અને 29 લોકોનાં મૃત્યુ થયાં છે.

અત્યારે સમગ્ર ભારત 21 દિવસના લૉકડાઉનમાં છે. ત્યારે દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકશાન થઈ રહ્યું છે તે જોતાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 1.7 લાખ કરોડનું પૅકેજ જાહેર કર્યું હતું.

એ અગાઉ નાણામંત્રીએ આવકવેરાથી લઈ લૉનના હપ્તા ભરવા સુધીની મુદત ત્રણ મહિના જેટલી વધારી એકંદરે નોકરિયાત અને નાના, સૂક્ષ્મ અને મઘ્યમ વર્ગને રાહત પૂરી પડી હતી. આ ઉપરાંત વડા પ્રધાને દેશના હૅલ્થકૅર ક્ષેત્રને સુસજ્જ કરવા 15,000 કરોડની જાહેરાત કરી હતી.

line
કોરોના વાઇરસ
line

સરકારે લીધેલાં પગલાં

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

સૌપ્રથમ આ મહામારીમાં સરકારે જે આર્થિક પગલાં લીધાં છે, એના પર નજર નાખી લઈએ.

ડૉક્ટરો, નર્સો, પૅરામેડિકલ અને વૉર્ડબૉય સહિતના સ્વાસ્થ્યકર્મીઓ માટે 50 લાખનું વીમાકવર આપવાની સરકારે જાહેરાત કરી છે. અત્યારે ફરજ બજાવતા 20 લાખ સ્વાસ્થ્યકર્મીઓને તેનો લાભ મળશે.

ત્રીજી દેશમાં 20 કરોડ મહિલાઓનાં ખાતામાં આવતા ત્રણ મહિના સુધી દર મહિને 500 રૂપિયા જમા કરવાશે.

આ ઉપરાંત વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગોને 1000 રૂપિયા આવનાર ત્રણ મહિના સુધી આપવામાં આવશે. આથી 3 કરોડ વૃદ્ધોને ફાયદો થશે.

સરકારે મનરેગા હેઠળ કામ કરતા 5 કરોડ પરિવારોને પહેલાં જે મહેનતાણું રૂપિયા 182 મળતું હતું, તેને હવે રૂપિયા 202 કરી દીધું છે. આનાથી 5 કરોડ પરિવારને ફાયદો થવાની આશા છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ખેડૂતો માટે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના' હેઠળ તેમને મળતા એપ્રિલ મહિનાના હપ્તામાં વધારાના 2000 રૂપિયા ખાતામાં જમા કરવાનો નિર્ણય લેવાયો છે. આથી દેશના 8 કરોડ ખેડૂતોને સીધો ફાયદો થશે. જન-ધન ખાતાથી આ પૈસા સીધા ખેડૂતોનાં ખાતાંમાં ટ્રાન્સફર થશે.

આવનાર ત્રણ મહિના સુધી દેશના 80 કરોડ ગરીબ લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં આવનાર ત્રણ મહિના સુધી તેમને 5 કિલો ઘઉં અથવા ચોખા, 1 કિલો દાળ આપવામાં આવશે તેમજ અગાઉ ગરીબો માટે જે પાંચ કિલો અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવતો હતો તે ચાલુ રહેશે.

સરકારે ઉજ્જવલા યોજના હેઠળ 8.3 કરોડ બીપીએલ પરિવારોને ત્રણ મહિના સુધી વિનામૂલ્યે ગૅસ-સિલિન્ડર આપવામાં આવશે. આ ઉપરાંત સ્વાશ્રયી મહિલાઓ માટે ગૅરંટી વગર 20 લાખ સુધીની લૉનની સહાય જાહેર કરવામાં આવશે, જેનો લાભ 7 કરોડ સ્વાશ્રયી મહિલાઓ મેળવશે. અત્યાર સુધી સ્વાશ્રયી મહિલાઓને 'દિન દયાલ ઉપાધ્યાય આજીવિકા મિશન' હેઠળ 10 લાખની લૉન મળતી હતી.

સરકારે પીએફ નિયમનમાં સંશોધન કરી મુશ્કેલીના સમયમાં કર્મચારી પોતાના પીએફનાં નાણાં 75 ટકા અથવા છેલ્લો ત્રણ મહિનાના વેતનમાંથી જે ઓછું હોય તે ઉપાડી શકશે. આથી અંદાજે 4.8 કરોડ કર્મચારીઓને ફાયદો થશે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સરકારે બીજી એક જાહેરાત કરી છે તે મુજબ સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે ઈપીએફની 24 ટકા રકમ આગલા ત્રણ મહિના સુધી સરકાર આપશે. જેમાં 100 કર્મચારીઓ હોય તેવી સંસ્થાઓ અને જેમાં 90 ટકા કર્મચારીઓનો સરેરાશ પગાર રૂપિયા 15000 કરતાં ઓછો હોય તેમનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આનાથી અનુક્રમે 80 લાખ અને 4 લાખ કર્મચારીઓને ફાયદો થશે

દેશમાં બાંધકામ ક્ષેત્રે જોડાયેલા 3.5 કરોડ કર્મચારીઓ માટે સરકારે 31 હજાર કરોડ મંજૂર કર્યા છે. આવા બાંધકામ ક્ષેત્રે નોંધાયેલા રાજ્યના કર્મચારીઓને મદદ કરવા દરેક રાજ્યને આદેશ કર્યો છે.

રાજ્ય સરકારો પાસે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ હોય છે. જેનો ઉપયોગ, સ્વાસ્થ્ય તપાસ, ઉપચાર અને દવાઓ માટે કરવાનું સૂચન કર્યું છે.

આમ સરકારે ગરીબો ખેડૂતો મનરેગા સ્કિમ હેઠળ કામ કરતા મજૂરો, વિધવાઓ, પૅન્શનરો દિવ્યાંગો તેમજ વુમન સૅલ્ફ ગ્રુપ ને વિવિધ યોજનાઓ હેઠળ આવરી લઈ આવનાર 3 મહિનામાં થોડી ઘણી મદદ મળી રહે તે માટેનો પ્રયાસ કર્યો છે.

line

શું બદલાવ આવશે અને શું ખૂટે છે?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

આ મહામારીના પ્રકોપથી થયેલા આર્થિક નુકશાનને પહોંચી વળવા શક્ય તેટલાં પગલાં લેવાયાં છે પંરતુ કોરોના વાઇરસને કારણે દેશ હાલ જે સંકટ સમયમાથી પસાર થઈ રહ્યો છે તે જોઈએ તો માત્ર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની યોજનાઓથી પહોચી નહીં વળાય.

આ મહામારીની સ્થિતિમાં સમાજ ને જગડુશાઓની જરૂર છે જેથી કરીને ગરીબો સુધી પૂરતો લાભ પહોચાડી શકાય.

કેટલાંક ઉદ્યોગગૃહો પોતાની સામાજિક જવાબદારી સમજીને આગળ આવ્યાં છે. સરકારે આવાં ઉદ્યોગગૃહોને સમાજ સેવા બદલ ટૅક્સમાં રાહત આપી પ્રોત્સાહિત કરવા જોઈએ.

માગ સજીવન થાય એ માટે સામાન્ય માણસના હાથમાં વધારે પૈસા આવવા જોઈએ એ વાત કેન્દ્રીય બજેટ પરની ચર્ચા દરમિયાન તેમજ મારા અગાઉના અનેક લેખોમાં કરી છે.

મૂળ વાત, આ 1.7 લાખ કરોડ વત્તા રાજ્ય સરકારો જે કાંઈ ખરચશે તે રકમ સરવાળે અર્થવ્યવસ્થામાં જવાની છે.

મનરેગા હેઠળ રોજગારીના દર વધવાથી ગરીબીની રેખા નીચે જીવતો માણસ માથાદીઠ 2000 રૂપિયા વધારે મેળવશે. તેનાથી સરવાળે જરૂરિયાતની વસ્તુઓ માટેની એની ખરીદશક્તિ વધશે.

ઉજ્જવલા યોજના હેઠળ મફત ગૅસ અથવા દેશના લોકોને બે રૂપિયે કિલો ઘઉં અને ત્રણ રૂપિયે કિલો ચોખા અથવા મુખ્ય મંત્રીની યોજના હેઠળ ગરીબોને મફત રૅશન આ બધું સરવાળે એમનો ઘરખર્ચ ઘટાડશે અને મંદીના આ સમયમાં એમની પાસે ખાધાખોરાકી સિવાય બીજી બાબતો માટે વધારાનાં નાણાં ઉપલબ્ધ થશે.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ અત્યારે ફિસ્કલ ડૅફિસિટ ચિંતામાં પડ્યા વગર જર્મનીએ જે રસ્તો અપનાવ્યો છે તે પ્રમાણે નાણાકીય સત્તાના નિયમોને વધુને વધુ કોરાણે મૂકી આપત્તિના આ વરસમાં પોતાના ખર્ચા વધારવા જોઈએ, જેથી વધારાની રોજગારી ઊભી થાય અને જેને 'બૉટમ ઑફ ધ પિરામિડ' કહીએ છીએ તે અને નીચલા મધ્યમ વર્ગને પેટનો ખાડો પુરવા ચિંતા ન કરવી પડે એવું કર્યું છે.

આવું થાય તો આપણે કોરોનાની કટોકટીની સાથે આર્થિક કટોકટીને પણ પાર કરી જઈશું એવી આશા છે.

હજુ સરકારે જે લોકોને હાઉસિંગ અથવા અન્ય લૉન પેટે EMI તરીકે હપ્તો ભરવાનો થાય તે ન્યૂઝીલૅન્ડ સરકારની માફક બૅન્કો અને રિઝર્વ બૅન્કના પરામર્શમાં ડિસેમ્બર 2020 સુધી કોઈ પણ પ્રકારના વ્યાજ કે દંડના ભારણ વગર મોકૂફ કરી દેવો જોઈએ. આમ કરીશું તો લાંબા ગાળે તે ખૂબ હિતાવહ નિવડશે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો