ભારતીય મહિલા ખેલાડીઓ અત્યાર સુધીમાં કેટલા ચંદ્રકો જીત્યાં છે?

1951થી અત્યાર સુધીમાં ભારતીય મહિલા ખેલાડીઓએ કુલ 698 ચંદ્રકો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેળવ્યા છે. બીબીસીના વિશ્લેષણ અનુસાર ભારતીય મહિલા ખેલાડીઓએ કુલ 201 સુવર્ણ, 240 રજત અને 257 કાંસ્ય 5 નવેમ્બર, 2019 સુધીમાં જીત્યા છે.

ભારતીય મહિલા ખેલાડીઓનું સૌથી સારું પ્રદર્શન ક્યારે રહ્યું?

એશિયન સમર ગેમ્સ દરમિયાન સૌથી વધુ ચંદ્રકો મળ્યા હતા. 1951થી અત્યાર સુધીમાં ભારતીય મહિલા ખેલાડીઓએ એશિયન સમર ગેમ્સમાં કુલ 206 ચંદ્રકો મેળવ્યા છે.

દર ચાર વર્ષે એશિયન સમર ગેમ્સ યોજાય છે અને 2014 અને 2018ના છેલ્લા બે રમતોત્સવમાં ભારતીય મહિલા ખેલાડીઓએ કુલ 67 ચંદ્રકો મેળવ્યા હતા.

ભારતીય મહિલા ખેલાડીઓએ બીજા ક્રમે સૌથી વધુ ચંદ્રકો કૉમનવૅલ્થ ગેમ્સમાં મેળવ્યા છે. 1978થી કૉમનવૅલ્થ ગેમ્સમાં કુલ 160 ચંદ્રકો મળ્યા છે.

આ જ રમતોત્સવમાં સૌથી વધુ સુવર્ણ ચંદ્રકો મળ્યા છે. ભારતીય મહિલા ખેલાડીઓએ કૉમનવૅલ્થમાં કુલ 58 સુવર્ણ, 61 રજત અને 38 કાંસ્ય ચંદ્રકો મેળવ્યા છે.

વર્ષ પ્રમાણે ચંદ્રકોની સૂચિ જોવા માટે રમતોત્સવ પર ક્લિક કરો.

સૌથી વધુ કઈ રમતમાં ચંદ્રકો મળ્યા છે?

ઍથ્લેટિક્સ, નિશાનેબાજી અને તીરંદાજીમાં ભારતને સૌથી વધુ ચંદ્રકો મળ્યા છે. ભારતીય મહિલા ખેલાડીઓએ સૌથી વધુ 156 ચંદ્રકો ઍથ્લેટિક્સમાં, 137 ચંદ્રકો કુસ્તીમાં અને 73 ચંદ્રકો તીરંદાજીમાં મેળવ્યા છે.

બૅડમિન્ટન (70), હૉકી (10), નિશાનેબાજી (65) અને મુક્કાબાજી (45) વગેરે રમતોમાં પણ ભારતીય મહિલા ખેલાડીઓએ ચંદ્રકોની બાબતમાં સારો દેખાવ કર્યો છે.

પદ્ધતિ:

આ માહિતી તૈયાર કરવામાં બીબીસીની ડેટા ટીમે દુનિયાભરના અને રાષ્ટ્રીય રમતોત્સવના આંકડા તપાસ્યા કે જ્યાં ભારતીય ઍથ્લીટ્સે ભાગ લીધો હોય અને (સુવર્ણ, રજત અને કાંસ્ય) ચંદ્રકો મેળવ્યા હોય.

ભારતીય મહિલા ખેલાડીને સૌપ્રથમ ચંદ્રક 1951માં મળ્યો હતો, તેથી ડેટાબેઝ ત્યાંથી શરૂ થાય છે. તમે અહીં બધાં જ રમતોત્સવ, ગેમ્સ અને વિશ્વ કપની યાદી જોઈ શકો છો.

બીબીસીની ડેટા ટીમે વધુમાં વધુ ચંદ્રકોને યાદીમાં સમાવી લેવા કોશિશ કરી છે. જો અમે કોઈ રમતોત્સવ ચૂકી ગયો હોઈએ તો અમને જણાવશો, જેથી તેનો ઉમેરો અમે યાદીમાં કરી શકીએ.

આ ડેટાબેઝમાં ક્રિકેટ વિશ્વ કપ અને ચૅમ્પિયનશિપ્સનો સમાવેશ કરાયો નથી, કેમ કે ક્રિકેટમાં ચંદ્રકો આપવામાં આવતા નથી.

ટીમ આધારિત વિજય મળ્યો હોય ત્યાં ટીમના દરેક ખેલાડીનાં નામ સામે ચંદ્રક દર્શાવાયા છે. દાખલા તરીકે કોઈ સ્પર્ધામાં ભારતની હૉકી ટીમને ચંદ્રક મળ્યો હોય, તો તે ટીમનાં દરેક ખેલાડીનાં નામ સામે ચંદ્રક દર્શાવાયા છે.

તેના કારણે ડેટાબેઝના કુલ ચંદ્રકોની સંખ્યામાં ફરક પડતો નથી. પોતાની ટીમ માટે ચંદ્રક મેળવવામાં ફાળો આપનારી ખેલાડીને જશ મળે તે માટે આમ કરવામાં આવ્યું છે.

ચૅમ્પિયનશિપની સૂચિ જોવા માટે અહીં ક્લિક કરો

વિશ્લેષણ: શાદાબ નઝમી

ડેટા સપોર્ટ: અન્યા આફતાબ

નિર્માણ: ઑલી પેટિન્સન અને ધ્રુવ નેનવાણી

ઇન્ફૉગ્રાફિક: ગગન નરહે, નિકિતા દેશપાંડે અને પુનિત બરનાલા

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો