ચંદ્રયાન-3ને મંજૂરી, ઈસરો 'ગગનયાન'માં ચાર અંતરીક્ષયાત્રી અવકાશમાં મોકલશે

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન સ્પેસ રિસર્સ ઑર્ગેનાઇઝેશ(ઈસરો)ને જણાવ્યું છે કે માનવીને અવકાશમાં મોકલવાના મહત્ત્વાકાંક્ષી 'ગગનયાન અભિયાન' માટે અંતરીક્ષયાત્રીઓની તાલીમનો જાન્યુઆરી માસના ત્રીજા સપ્તાહથી આરંભ થશે.
આ માટે ઈસરોએ ચાર અંતરીક્ષયાત્રીઓની પસંદગી કરી છે અને તાલિમ માટે તેમને રશિયા મોકલવામાં આવશે.
ઇસરોના ચીફ કે. સિવને આ માહિતી આપતાં જણાવ્યું છે કે ગગનયાન અને ચંદ્રયાન-3ની કામગીરી એક સાથે શરૂ થશે.
ભારતનું ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર સૉફ્ટ લૅન્ડિંગમાં નિષ્ફળ રહ્યા પછી હવે ચંદ્રયાન-3 માટે સરકારે મંજૂરી આપી દીધી છે.
સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા ઇસરો ચીફ કે. સિવને કહ્યું, "ચંદ્રયાન-2માં અમે સારી પ્રગતિ સાધી શક્યા."
"લૅન્ડિંગમાં સફળ ન થવા છતાં ઑર્બિટર હજુ પણ કાર્યરત છે અને તે આગામી 7 વર્ષ સુધી કામ કરતું રહેશે તથા વિજ્ઞાનનો ડેટા મોકલતું રહેશે."
એમણે ઉમેર્યું, "સરકારે ચંદ્રયાન -3 પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે અને તેનું કામ ચાલી રહ્યું છે.
એમણે એમ પણ કહ્યું કે બીજા સ્પેસ પોર્ટ પ્રોજેક્ટ માટે જમીનસંપાદનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પોર્ટ તમિલનાડુમાં તુથુકુડીમાં સ્થપાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કે. સિવને પત્રકારપરિષદમાં ઇસરોએ 2019માં મેળવેલી સિદ્ધિઓને પણ ઉલ્લેખ કર્યો હતો.
એમણે કહ્યું કે 2019માં અમારી રણનીતિ વિસ્તરણની હતી. અમે ઇસરોનો વિકાસ કર્યો. બીજી રણનીતિ ક્ષમતા નિર્માણની અને ત્રીજી રણનીતિ ઇસરોની કામગીરી શારિરીક શ્રમ ઘટાડવાની હતી.
એમણે એમ પણ કહ્યું કે ગગનયાન સલાહકાર સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.

ઇમેજ સ્રોત, ANI
ઉલ્લેખનીય છે કે શ્રીહરિકોટાથી લૉંચ થયાના દોઢ મહિના બાદ 3,84,000 કિલોમિટરની સફર ખેડી ચંદ્રયાન-2નું લૅન્ડર 'વિક્રમ' ચંદ્ર પર 6 સપ્ટેમ્બરે 'સોફ્ટ લૅન્ડિંગ' કરવાનું હતું પરંતુ તે ક્રેશ થઈ ગયું હતું.
છેલ્લી પળોમાં લૅન્ડરે સંપર્ક ગુમાવી દીધો હતો અને હાર્ડ લૅન્ડિંગ થયું હતું.
મોટાં ભાગનાં મૂન-મિશન દરમિયાન ચંદ્રની ભૂમધ્યરેખાના વિસ્તારમાં લૅન્ડિંગ કરાયું છે, જ્યાં દક્ષિણ ધ્રુવની સરખામણીએ સપાટ જમીન છે.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ્વાળામુખી અને ખરબચડી સપાટી હોવાને લીધે અહીં લૅન્ડિંગ કરવામાં ભારે જોખમ હોવાનું મનાય છે.
જોકે, ઈસરોએ ચંદ્રયાન-2ને અહીં જ ઊતરવાનો કરવાનો પડકાર ઝીલ્યો હતો.

ઇમેજ સ્રોત, ISRO
મોટાં ભાગનાં મૂન-મિશન દરમિયાન ચંદ્રની ભૂમધ્યરેખાના વિસ્તારમાં લૅન્ડિંગ કરવામાં આવે છે.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ્વાળામુખી અને ખરબચડી સપાટી હોવાને લીધે અહીં લૅન્ડિંગ કરવામાં ભારે જોખમ હોવાનું મનાય છે.
જોકે, ઈસરોએ ચંદ્રયાન-2ને અહીં જ ઊતરવાનો કરવાનો પડકાર ઝીલ્યો હતો જે પૂરો સફળ નહોતો રહ્યો.
ચંદ્રયાન 2નો મુખ્ય ઉદ્દેશ અસમતલ વિસ્તાર પર સૉફ્ટ લૅન્ડિંગ કરવાનો છે અને તેની સપાટી પર રૉબોટિક રૉવર ચલાવવાનો હતો.
જોક, લક્ષ્ય પૂર્ણ રીતે પાર પાડી શકાયું નહોતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













