You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેમ અબજો ડૉલરના માલિક પ્રિન્સ બાળકીને મળવા મજબૂર બન્યા?
અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને સંયુક્ત આરબ અમીરાત આર્મ્ડ ફોર્સિસના ડેપ્યુટી કમાન્ડર શેખ મોહમ્મદ બિન જાએદ અલ નાહ્યાન સોમવારે એક બાળકીના ઘરે જવા માટે મજબૂર થયા.
તેમની સાથે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ બિન-સલમાન પણ હતા.
તેઓ સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસે ગયા હતા, ત્યારે એક બાળકી તેમને મળવા પહોંચી.
પરંતુ તેમનું ધ્યાન ગયું ન હતું અને બાળકી સાથે હસ્તધૂનન કર્યા વગર આગળ નીકળી ગયા હતા.
ન્યૂ યૉર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિમાંથી એક છે. 1.3 ખર્વ ડૉલરના ફંડનું સંચાલન તેમને અધીન છે, જે કોઈપણ દેશ કરતાં વધુ ફંડ છે.
આ પ્રવાસ દરમિયાન એક કાર્યક્રમ દરમિયાન બંને નેતાઓ બાળકોને મળી રહ્યા હતા.
બંનેની સામ-સામેની લાઇનમાં બંને દેશોના ઝંડાઓને લઈને બાળકો ઊભાં હતાં.
એક તરફની બાળકીઓ સાથે સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન-સલમાન અને બીજી લાઇનની બાળકીઓ સાથે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ જાએદ અલ નાહ્યાન હસ્તધૂનન કરી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની લાઇનમાંથી ભાગીને એક બાળકી અલ નાહ્યાનની લાઇનમાં તેમની સાથે હાથ મિલાવવા પહોંચી ગઈ.
અલ નાહ્યાન જ્યારે આ બાળકીની નજીક પહોંચ્યા ત્યારે બાળકીએ પોતાનો હાથ આગળ વધાર્યો, પરંતુ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ જોયા વગર જ આગળ વધી ગયા.
બાળકી આ જોઈને ખૂબ જ નિરાશ થઈ ગઈ. આનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો અને પછી અલ નાહ્યાન આ બાળકીના ઘરે તેમને મળવા પહોંચ્યા.
અલ નાહ્યાન આયશા મોહમ્મદ મશહીત-અલ-મઝરોઈના ઘરે ગયા અને પરિવારના સભ્યોને પણ મળ્યા હતા.
યુએઈમાં અલ નાહ્યાનનો આ બાળકીને મળવાનો વીડિયો વાઇરલ થઈ ગયો આ મુલાકાતની તસવીર અબુધાબીના ક્રાઉન પ્રિન્સના આધિકારિક ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી છે.
ન્યૂ યૉર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, પ્રિન્સ મોહમ્મદ કદાચ વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિ છે. 1.3 ખર્વ ડૉલરના ફંડનું સંચાલન તેમને અધીન છે, જે કોઈપણ દેશ કરતાં સૌથી વધુ ફંડ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો