You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિત્યાનંદ નેપાળના રસ્તે વિદેશ ભાગી ગયા છે - અમદાવાદ પોલીસ
નિત્યાનંદના વિદેશ ભાગી ગયા હોવાની ચર્ચા વચ્ચે પોલીસે એક દાવો કર્યો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે અમદાવાદ પોલીસે કહ્યું છે કે નિત્યાનંદ 19 વર્ષીય યુવતી સાથે નેપાળ બૉર્ડરના રસ્તે વિદેશ ભાગી ગયા છે.
ડીએસપી કે. ટી. કામરીયાએ જણાવ્યું, "અમને માહિતી મળી હતી કે 19 વર્ષીય યુવતી રોડમાર્ગે નેપાળ પહોંચી હતી. જોકે, તેમને ત્યાં મોકલવામાં આવ્યાં હતાં કે તેઓ પોતાની મરજીથી ત્યાં ગયાં હતાં તે જાણી શકાયું નથી."
"જ્યારે તેમના પિતાએ તેમની કસ્ટડી માગી તો તેમને તેમની સાથે મોકલી દેવાયાં હતાં. તેમણે આરોપ લગાવ્યો કે તેમની દીકરીને ગેરકાયદેસર રીતે DPS સ્કૂલની બાજુમાં સ્થિત નિત્યાનંદ આશ્રમમાં કેદમાં રાખવામાં આવ્યાં હતાં."
ડીએસપીનું કહેવું છે કે તેમને એ જાણકારી નથી કે તે યુવતી હાલ નેપાળમાં છે કે નહીં અને તેમને શોધવા માટે એક ટીમ કાર્યરત્ કરવામાં આવી છે.
આ પહેલાં અમદાવાદ ગ્રામીણના પોલીસ અધિક્ષક એસ. વી. અંસારીએ કહ્યું હતું કે નિત્યાનંદ વિદેશ ભાગી ગયા છે અને જરૂર પડવા પર ગુજરાત પોલીસ યોગ્ય માધ્યમથી તેમની ધરપકડ કરશે.
અગાઉ નિત્યાનંદ કર્ણાટકમાં પોતાના વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાયા બાદ દેશ છોડીને ભાગી ગયા હતા.
'ચૂંટણી-બૉન્ડ દાયકાનો સૌથી મોટો કૌભાંડ'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસ નેતા પી ચિદમ્બરમે ચૂંટણી-બૉન્ડને દાયકાનો સૌથી મોટો કૌભાંડ ગણાવ્યો છે.
તેમણે કહ્યું છે કે જે દાતાએ ભાજપને દાન આપ્યું તેના વિશે પાર્ટીને ખબર હશે અને જે સંપૂર્ણપણે અંધારામાં છે તે છે ભારતની જનતા.
ભ્રષ્ટાચારના મામલે જેલમાં બંધ ચિદમ્બરમે કહ્યું કે ચૂંટણી-બૉન્ડના ખરીદદારો વિશે બૅન્કોને જાણકારી હશે અને એ માટે સરકારને પણ તેમના વિશે ખબર હશે.
પૂર્વ કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું, "દાતાએ કોને દાન આપ્યું તે વાત ભાજપને ખબર હશે. જે દાતાએ ભાજપને દાન નથી આપ્યું તેમના વિશે પણ ભાજપને ખબર હશે. જો કોઈને કંઈ જ ખબર નથી તો તે ભારતના લોકો છે. પારદર્શિતા ઝિંદાબાદ"
પાર્ટીઓના ચૂંટણી-બૉન્ડના માધ્યમથી ફંડના ઉપયોગ મામલે વિવાદ ઊભો થયો છે અને કૉંગ્રેસે તેને લોકશાહી માટે ખતરો ગણાવ્યો છે.
કેમ કે તેમાં દાતા અને દાન પ્રાપ્ત કરનારા વિશે માહિતી નહીં હોય. ભાજપનું કહેવું છે કે આ બૉન્ડથી કાળાં નાણાં વિશે માહિતી મળશે.
ભારતના સૌથી યુવા જજ
રાજસ્થાનના 21 વર્ષીય મયંક પ્રતાપસિંહ દેશના સૌથી યુવા ન્યાયાધીશ બનવા જઈ રહ્યા છે.
અમદાવાદ મિરરમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મયંકે 21 વર્ષની ઉંમરે રાજસ્થાન ન્યાયિક સેવા ભરતી પરીક્ષા-2018માં ટૉપ કર્યું છે.
આશ્ચર્યની વાત એ છે કે તેમણે આ પરીક્ષા પાસ કરવા માટે કોઈ કોચિંગ પણ લીધા ન હતા. તેમણે ક્યારેય ફેસબુક અને વૉટ્સઍપનો પણ ઉપયોગ કર્યો નથી.
મયંક કહે છે, "હું દરરોજ 6-8 કલાક ભણતો હતો. ઘણી વખત આ કલાકો 12 કલાક સુધી પણ પહોંચી જતા હતા."
"કાયદાની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ મેં આ પરીક્ષા આપી હતી અને તેમાં સૌથી સારું પ્રદર્શન કર્યું છે. મને આશા હતી કે હું પરીક્ષા પાસ કરી લઈશ, પણ ક્યારેય વિચાર્યું નહોતું કે તેમાં મને પ્રથમ સ્થાન મળશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો