You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Nobel Peace Prize : ઈથિયોપિયાના વડા પ્રધાન અબી અહેમદને નોબલ શાંતિ પુરસ્કાર
વર્ષ 2019નો નોબેલ પુરસ્કાર ઈથિયોપિયાના વડા પ્રધાન અબી અહેમદને આપવામાં આવશે.
દુશ્મન દેશ ઇરિટ્રિયા સાથે શાંતિ સ્થાપિત કરીને આંતરાષ્ટ્રિય શાંતિ સ્થાપવાના તેમના પ્રયાસો માટે વડા પ્રધાન અબી અહેમદ અલીની નોબેલ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.
2018માં વડા પ્રધાન બન્યા પછી અબી અહેમદે ઈથિયોપિયામાં મોટા પ્રમાણમાં ઉદારીકરણની શરૂઆત કરી.
તેમણે હજારો વિપક્ષી નેતાઓ અને કાર્યકર્તાઓને જેલમાંથી મુક્ત કર્યા અને હાંકી કઢાયેલાં અસંતુષ્ટોને દેશમાં પરત ફરવાની મંજૂરી આપી.
સૌથી મહત્ત્વનું કામ જેના માટે તેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું તે પડોશી દેશ ઇરિટ્રિયાની સાથે બે દાયકાઓથી વધારે સમય સુધી ચાલી રહેલાં સંઘર્ષને પૂર્ણ કરીને તેમની સાથે શાંતિની સ્થાપ્ના કરી.
જોકે તેમના સુધારાઓએ ઈથિયોપિયામાં વંશીય તણાવ પરથી પડદો હઠાવી દીધો. આ પછી થયેલી હિંસાને કારણે 25 લાખ લોકોને પોતાનાં ઘરબાર છોડવા માટે મજબૂર થવું પડ્યું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર